જો પીએમ મોદી સંન્યાસ લેશે તો હું રાજકારણ છોડી દઇશ: સ્મૃતિ ઇરાની
‘વર્ડ્સ કાઉન્ટ મહોત્સવ’માં એક પરિચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જ્યારે એક શ્રોતાએ તેમને પૂછ્યું કે તેઓ ક્યારે ‘પ્રધાન સેવક’ બનશે. ખરેખર, આ શબ્દનો ઉપયોગ પીએમ મોદી પોતાના માટે કરે છે.
Trending Photos
પુણે: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રવિવારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દિવસે રાજકારણથી સંન્યાસ લેશે તે દિવસથી તેઓ પણ રાજકારણ છોડી દેશે. જોકે, સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે પીએ મોદી હજુ ઘણા વર્ષો શુધી રાજકારણમાં રહશે.
તેમણે ‘વર્ડ્સ કાઉન્ટ મહોત્સવ’માં એક પરિચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. જ્યારે એક શ્રોતાએ તેમને પૂછ્યું કે તેઓ ક્યારે ‘પ્રધાન સેવક’ બનશે. ખરેખર, આ શબ્દનો ઉપયોગ પીએમ મોદી પોતાના માટે કરે છે.
કેન્દ્રીય મંત્રી તેનો જવાબ આપતા કહ્યું કે, ‘ક્યારેય નહીં. હું રાજકારણમાં સારા નેતાઓની સાથે કામ કરવા માટે આવી છું અને આ મામલે હું ઘણી સૌભાગ્યશાળી છું કે હું દિવંગત અટલ બિહારી વાજપેયી જેવા દિગ્ગજ નેતાના નેતૃત્વમાં કામ કર્યું અને હવે મોદીજીની સાથે કામ કરી રહી છું.’
તેમણે કહ્યું કે, ‘જે દિવસે ‘પ્રધાન સેવક’ નરેન્દ્ર મોદી રાજકારણમાંથી સંન્યાસ લઇ લેશે, ત્યારબાદ હું પણ ભારતીય રાજકારણને ગુડબાય કહી દઇશ.’
2019 કોઇના માટે સરળ નથી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એક કાર્યક્રમમાં થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, 2019 કોઇ સરળ વર્ષ હશે નહીં. જોકે, તેમની વાતને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, તેઓ આ વાતની ખાતરી નથી કે 2021માં તેઓ ભારતીય મહિલા વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ધાટનમાં ભાગ લઇ શકશે કે નહીં. ‘ભારતીય મહિલા વિજ્ઞાન કોંગ્રેસ 2021’ના ઉદ્ધાટન કાર્યક્રમ માટે સ્મૃતિ ઇરાનીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, ‘મારી 15 વર્ષની પુત્રી તેના 10th બોર્ડની અને મારો પુત્ર તેના 12th બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. મારો અર્થ એ છે કે 2019 આપણામાંથી કોઇના માટે સરળ નથી.’
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, 2020-21 માટે ભારતીય મહિલા વિજ્ઞાન કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ વિજય લક્ષ્મી સક્સેનાએ 2021ના સત્ર માટે તેમને આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે ‘મને નથી ખબર કે 2021માં મારું હાવાની વૈજ્ઞાનિક સંભાવનાઓ કેમ છે, તેમ છતાં હું સંપૂર્ણ સન્માન અને વિનમ્રતાથી તેમના આમંત્રણને સ્વિકાર કરૂ છું.’
(ઇનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે