આઝાદીના જશ્નમાં ડૂબ્યા મહાકાલ, સ્વતંત્રતા દિવસ પર તિરંગાથી થયો ખાસ શૃંગાર
મહાકાલેશ્વર મંદિરમાં આજે (ગુરૂવાર) બે તહેવાર એક સાથે ઉજવવામાં આવી રહ્યાં છે. ખરેખરમાં આજે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પર્વ બંને એક જ દિવસ હોવાના કારણે એક તરફ શ્રદ્ધાળુઓમાં દેશ પ્રેમનો જુસ્સો જોવા મળ્યો
Trending Photos
ઉજ્જૈન: મહાકાલેશ્વર મંદિરમાં આજે (ગુરૂવાર) બે તહેવાર એક સાથે ઉજવવામાં આવી રહ્યાં છે. ખરેખરમાં આજે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પર્વ બંને એક જ દિવસ હોવાના કારણે એક તરફ શ્રદ્ધાળુઓમાં દેશ પ્રેમનો જુસ્સો જોવા મળ્યો તો બીજી તરફ બાબા મહાકાલને ભાઇ બનાવનાર બહેને મહાકાલને રાખી બાંધવા વહેલી સવારે મંદિર પહોંચી ગઇ હતી. સ્વતંત્રતા દિવસ પર આજે મહાકાલ મંદિરમાં વહેલી સવારે થનારી ભસ્મ આરતીમાં બાબા મહાકાલને મુકટ પણ તિરંગાના રંગમાં શણગારેલો જોવા મળ્યો તો બીજી તરફ રક્ષાબંધનના પર્વ પર ભસ્મ આરતીમાં સવારે 4 વાગ્યે મહાકાલને રાખડી બાંધવમાં આવી હતી. સાથે જ સવા લાખ લાડુઓનો ભોગ પણ બાબા મહાકાલને ધરાવવામાં આવ્યો હતો.
વિશ્વના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં આજે બે મોટા તહેવારોની શરૂઆત થઇ. આજે સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનનો તહેવાર એક સાથે એક જ દિવસે હોવાના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ મહાકાલ મંદિર પહોંચ્યા હતા. આજે વહેલી સવારે બ્રહ્મ મહૂર્તમાં 2 વાગે શરૂ થયેલી ભસ્મ આરતીમાં બાબા મહાકાલને જલ અર્પણ કર્યા બાદ પંચામૃત અભિષેકથી પૂજા કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસ હોવાના કારણે પહેલા મહાકાલને તિરંગાના રૂપમાં શૃંગાર કરવામાં આવ્યો. ત્યારબાદ ત્રણ રંગોની પાઘડી બાબાને પહેરાવવામાં આવી હતી.
બીજી તરફ રક્ષાબંધનનો તહેવાર હોવાથી બાબા મહાકાલને રાખડી બાંધવામાં આવી હતી. માન્યતા છે કે, દેશમાં હિન્દૂ રીતી રિવાજથી માનાવવામાં આવતા દરેક તહેવારની શરૂઆત મહાકાલ મંદિરથી થયા છે. રક્ષાબંધનના તહેવાર પર આજે સવા લાખ લાડુઓનો ભોગ પણ મહાકાલને ધરાવવામાં આવ્યો છે. ત્યારબાદ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓમાં લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાકાલમાં દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ બે તહેવાર પર મહાકાલના દર્શન કરી અભિભૂત જોવા મળ્યા.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે