Farmers Income: ખેડૂતોની આવક બમણી કરવા ખાસ યોજના, જાણો કેવી રીતે મેળવી શકો છો લાભ?
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. એટલા માટે જ કેન્દ્ર સરકાર ખેતીના વિકાસ પર વધુ ભાર આપે છે. સાથે ખેડૂતોની આવક બમણી કરવાના સૂત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. ત્યારે કેટલીક એવી યોજનાઓ છે જેનાથી ખેડૂતોને ખુબ જ ફાયદો થાય છે.
Trending Photos
ભારતમાં ખેડૂતોને અન્નદાતા માનવામાં આવે છે. ખેડૂતોના લીધે જ દેશમાં ધાન પાકે છે જેનાથી લોકોને પેટ ભરાય છે. એટલા માટે જ ખેડૂતોના ફાયદા માટે અનેક યોજનાઓ ચલાવાય છે. ત્યારે આવી જ એક યોજના કેન્દ્ર સરકાર ખેડૂતોના લાભ માટે ચલાવે છે. જેમાં ખેડૂતોને સારું વ્યાજ મળે છે.
ખેડૂતો માટે KVP યોજના
પોસ્ટ ઓફિસના માધ્યમથી કિસાન વિકાસ પત્ર એટલે કે KVP યોજના ચાલે છે. જેમાં ખેડૂતોને રોકાણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેડૂતોને પોસ્ટ ઓફિસની આ યોજનામાંથી સારું વળતર મળે છે. આ યોજનામાં ખેડૂતો માત્ર 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકે છે. જો કે આમા વધારે રૂપિયાનું રોકાણ કરવા અંગે કોઈ મર્યાદા નથી.
ઊંચા વ્યાજ દરથી સારી આવક
આ યોજનામાં હાલ ખેડૂતોને 7.2 ટકા વ્યાજ કંપાઉન્ડિંગ આધાર પર વાર્ષિક આપવામાં આવે છે. આ યોજનામાં તમે ઈચ્છો તેટલા ખાતા ખોલાવી શકો છો. પરંતુ આ યોજનામાં માત્ર ખેડૂતો જ ખાતું ખોલાવી શકે છે. KVP યોજનામાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ પોતાના એકલાનું અથવા સંયુક્ત રીતે 3 સભ્યોનું ખાતું પણ ખોલાવી શકે છે. 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના સગીરનું ખાતું વાલીને સાથે રાખી ખોલાવી શકાય છે.
ક્યારે બંધ કરાવી શકો છો આ ખાતું
પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ કિસાન વિકાસ પત્ર યોજનાના ખાતાને બંધ કરવા માગતા હો તો રોકાણ કર્યાની તારીખથી 2 વર્ષ અને 6 મહિના બાદ બંધ કરાવી શકો છો. પરંતુ કેટલી ખાસ પરિસ્થિતિઓમાં ખાતાને સમયમર્યાદા પહેલાં પણ બંધ કરવામાં આવે છે. જો ખાતાધારકનું મૃત્યુ થાય , ગેઝેટેડ અધિકારી મારફત ગીરવે મુકો અને કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવે ત્યારે સમય મર્યાદા પહેલા પણ ખાતું બંધ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે