આટલાં રૂપિયામાં તો કંઈ નથી મળતું જેટલામાં મળી રહી છે આ શાનદાર સ્માર્ટ વોચ!

Smart Watch: આ વૉચની બેટરી લાઈફ કંપનીના દાવા પ્રમાણે ખૂબ જ વધારે છે. સિંગલ ચાર્જમાં તે સાત દિવસ સુધી ચાલી શકે છે. સાથે તેમાં કેમેરા, મ્યુઝિક કંટ્રોલ, વેધર અપડેટ, નોટિફિકેશન્સ, ફાઈન્ડ માય ફોન અને મિનિ ગેમ્સના ફીચર્સ છે.

આટલાં રૂપિયામાં તો કંઈ નથી મળતું જેટલામાં મળી રહી છે આ શાનદાર સ્માર્ટ વોચ!

Smart Watch: બૉલ્ટ કંપનીએ એક નવી સ્માર્ટ વૉચ લોન્ચ કરી છે. Boult Audio Drift Plusમાં ઝિંક અલૉય ફ્રેમ અને રાઈટ સાઈડમાં ફિઝિકલ બટન સાથે સ્કવેર ડાયલ આપવામાં આવ્યું છે. આ વૉચ વૉટર રેસિસ્ટન્ટની સાથે IP68 રેટેજ છે. એમાં 500 nits પીક બ્રાઈટનેસ અને HD રિઝોલ્યૂશનની સાથે 1.85 ઈંચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

આ વૉચમાં 100થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. વૉચ બ્લૂટૂથ કૉલિંગને પણ સપોર્ટ કરે છે. સાથે તેમાં બિલ્ટ ઈન માઈક અને સ્પીકર છે. વોઈસ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ છે. આ સાથે તેમાં હાર્ટ રેટ મોનિટર, બ્લડ ઓક્સીજન સેન્સર. સ્લીપ ટ્રેકર અને મેન્સ્ટ્રૂઅલ સાઈકલ મોનિટર પણ આપવામાં આવ્યું છે. તેમાં સિડેન્ટ્રી અને હાઈડ્રેશન રિમાઈન્ડર પણ છે.

આ વૉચની બેટરી લાઈફ કંપનીના દાવા પ્રમાણે ખૂબ જ વધારે છે. સિંગલ ચાર્જમાં તે સાત દિવસ સુધી ચાલી શકે છે. સાથે તેમાં કેમેરા, મ્યુઝિક કંટ્રોલ, વેધર અપડેટ, નોટિફિકેશન્સ, ફાઈન્ડ માય ફોન અને મિનિ ગેમ્સના ફીચર્સ છે. આ વૉચ એકદમ અફોર્ડેબલ છે. તેની કિંમત 1499 રૂપિયા છે. તેને ટેન, આઈસી બ્લ્યૂ, બ્લેક, બ્લેક કૉફી, ડેનિમ બ્લૂ અને સ્નો લેધર કલર ઓપ્શન આપવામાં વ્યા છે. આ વૉચને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news