ઝેરી દારૂઃ સોનિયા ગાંધીના ઘરની બહાર ઘરણા પર બેસસે સુખબીર સિંહ બાદલ


સુખબીર સિંહ બાદલનો આરોપ છે કે રાજ્યની કોંગ્રેસ સરકાર ઝેરી દારૂ બનાવવા અને તેને વેચનાર લોકોને બચાવી રહી છે. તેમનું કહેવું છે કે સરકાર ખુદ આ કારોબારમાં સામેલ છે. 

ઝેરી દારૂઃ સોનિયા ગાંધીના ઘરની બહાર ઘરણા પર બેસસે સુખબીર સિંહ બાદલ

નવી દિલ્હીઃ પંજાબ સરકારના પૂર્વ મંત્રી અને શિરોમણિ અકાલી દળના મુખિયા સુખબીર સિંહ બાદલ રાજ્યની કોંગ્રેસ સરકાર પર હુમલો કરી રહ્યાં છે. પંજાબમાં ઝેરી દારૂના મુદ્દા પર કોંગ્રેસને ઘેરવા માટે તેઓ દિલ્હીમાં સોનિયા ગાંધીના ઘરની બહાર ઘરણા કરશે. જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ પર દારૂના ધંધામાં સામેલ હોવાનો આરોપ લગાવતા સુખબીર સિંહ બાદલ 11 ઓગસ્ટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરની બહાર ધરણા પર બેસવાના છે. 

સુખબીર સિંહ બાદલનો આરોપ છે કે રાજ્યની કોંગ્રેસ સરકાર ઝેરી દારૂ બનાવવા અને તેને વેચનાર લોકોને બચાવી રહી છે. તેમનું કહેવું છે કે સરકાર ખુદ આ કારોબારમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં પંજાબના કેટલાક જિલ્લામાં ઝેરી દારૂ પીવાને કારણે અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. 

દબાવમાં કેપ્ટન અમરિંદર સિંહની સરકાર
પંજાબમાં નશાના કારોબારને ખતમ કરવાના વચનની સાથે સત્તામાં આવેલ કેપ્ટન અમરિંદર સિંહની સરકાર આ દિવસોમાં બદાવમાં છે. દારૂથી થયેલા મોતના મામલામાં રાજ્યની કોંગ્રેસ સરકારને હટાવવાની માગ કરવાને લઈને શુક્રવારે રાજભવન નજીક પ્રદર્શન કરી રહેલા બિક્રમ સિંહ મજીઠિયા સહિત શિરોમણી અકાલી દળના કેટલાક નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. પરંતુ થોડીવાર બાદ તેને છોડી મુકવામાં આવ્યા હતા. 

— Shiromani Akali Dal (@Akali_Dal_) August 8, 2020

પ્રદર્શન સ્થળ પર પત્રકારો સાથે વાત કરતા વિક્રમ સિંહ મજીઠિયાએ તરણ-તારણમાં પીડિતોના પરિવારને મળવા માટે મુખ્યમંત્રી અમરિંદર સિંહની યાત્રાને તસવીરો ખેંચવાનો કાર્યક્રમ ગણાવ્યો હતો. પંજાબમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 121 લોકોના મોત થયા છે. આ ઘટનાની સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરતા મજીઠિયાએ કહ્યુ, અમારી પાર્ટી પીડિતોને ન્યાય અપાવવાની માગ કરે છે. અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખીશું. 

પીએમ મોદીએ રાજઘાટમાં રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું, 'ગંદકી ભારત છોડો' અભિયાનની કરી શરૂઆત  

કેપ્ટન અમરિંદરે કહ્યુ- કાંડના દોષી હત્યારા છે
તો મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે, આ કાંડના દોષીતોને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું, આ દુર્ઘટના નહીં હત્યા છે. કારણ કે જ્યારે કોઈ આવી વસ્તી (ઝેરી દારૂ) બનાવે છે તો તે જાણે છે કે આ ઘાતક હશે અને લોકો તેનાથી મરશે. તેથી જ્યાં સુધી વિચારુ છું, તે હત્યારા છે. જે લોકોએ તેને બનાવી અને જેને ખબર હતી કે લોકો તેનાથી મરશે, તેના પર હત્યાનો કેસ ચાલવો જોઈએ. આવા કામ કરનાર જેલમાં હોવા જોઈએ. આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે લોકો કઈ રીતે વસ્તુ બનાવે છે અને ભગવાનનો ડર પણ દિલમાં રહેતો નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news