પ્રાઇવેટ લેબમાં ફ્રીમાં કરી શકશો કોરોનાનો ટેસ્ટ? SC એ બદલ્યો જૂનો ઓર્ડર

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ પ્રાઇવેટ લેબામાં મફત કોરોના ટેસ્ટના આદેશમાં ફેરફાર કર્યો છે. કોર્ટે કહ્યું કે લેબ તેમની પાસેથી 4500 રૂપિયા સુધી લઇ શકે છે, જે ચૂકવવામાં સમક્ષ છે

પ્રાઇવેટ લેબમાં ફ્રીમાં કરી શકશો કોરોનાનો ટેસ્ટ? SC એ બદલ્યો જૂનો ઓર્ડર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ પ્રાઇવેટ લેબામાં મફત કોરોના ટેસ્ટના આદેશમાં ફેરફાર કર્યો છે. કોર્ટે કહ્યું કે લેબ તેમની પાસેથી 4500 રૂપિયા સુધી લઇ શકે છે, જે ચૂકવવામાં સમક્ષ છે. તો બીજી તરફ ઓછી આવકવાળા છે અને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં આવે છે, ફક્ત તેમની તપાસ મફતમાં થશે.  સુપ્રીમ કોર્ટે ખાનગી લેબમાં તમામ માટે મફત ટેસ્ટના જૂના નિર્ણયમાં સુધારો કર્યો છે. 

મફત ટેસ્ટનો લાભ મેળવનારાઓની યાદીમાં એવા લોકો સામેલ હશે જે અનૌપચારિક સેક્ટર્સમાં ઓછી આવકવાળા છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરના દાયરામાં આવે છે. આ ઉપરાંત આયુષ્માન ભારત અને વડાપ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવનારને પણ ફાયદો મળશે. 

તમને જણાવી દઇએ કે સરકાર અને ખાનગી ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાંથી તમામ માટે ખાનગી લેબમાં ફ્રી ટેસ્ટના નિર્ણયમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. કોરોના ટેસ્ટ ફ્રીમાં કરાવવાના સુપ્રીમ કોર્ટના આદેશને માનતાં કેન્દ્ર સરકારે મનાઇ કરી દીધી હતી. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામુ દાખલ કરી કોર્ટે આ જાણકારી આપી. 

તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આદેશ પછી આપીશું, જે કોર્ટની વેબસાઇટ પર આવશે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ખાનગી લેબમાં મફત કોરોના તપાસના આદેશમાં ફેરફાર કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ લેખિત આદેશ બાદ આપશે. 

ખાનગી લેબમાં ગરીબો માટે ટેસ્ટ ફ્રી હશે, જેના શુલ્કની પ્રતિપૂર્તિ કેન્દ્ર સરકાર કરશે અને જે લોકો ટેસ્ટ ફી આપવામાં સમક્ષ છે, તેમનો ટેસ્ટ મફતમાં થશે નહી.

આ સાથે જ કોર્ટે કોરોનાની સારવાર માટે દેશની તમામ ખાનગી હોસ્પિટલોનું રાષ્ટ્રીયકરણ કરવાની માંગવાળી જનહિતવાળી અરજી નકારી કાઢી છે. દેશમાં કોરોના સંકટને જોતાં પ્રાઇવેટ હોસ્પિટલોનું રાષ્ટ્રીયકરણ કરવાને લઇને અરજી દાખલ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news