5G આવવાથી શું ફાયદો થશે? સૌથી પહેલાં ગુજરાતના આ શહેરોને મળશે 5Gનો લાભ, જુઓ લીસ્ટ

નેટ બંધ થઈ જવાની, નેટ સ્લો પડી જવાની જફામાંથી મળશે છુટકારો...કારણકે, ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યું છે 5G. કેન્દ્રિય કેબિનેટે પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે આ અંગેના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.

5G આવવાથી શું ફાયદો થશે? સૌથી પહેલાં ગુજરાતના આ શહેરોને મળશે 5Gનો લાભ, જુઓ લીસ્ટ

નવી દિલ્લીઃ ઈન્ટરનેટ યુઝર્સ માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના ડ્રીમ પ્રોજેક્ટને રોકેટગતિએ આગળ વધારવા માટે દેશભરમાં 5G સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી દેવામાં આવી છે. મોદી કેબિનેટે આ હરાજીને મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનના પ્રસ્તાવ મુજબ હરાજીમાં સફળ રહેનારી ટેલિકોમ કંપનીઓ દેશભરમાં 5જી સર્વિસ ઉપલબ્ધ કરાવી શકે છે. 8 જુલાઈથી 5જી સ્પેક્ટ્રમ ઓક્શન માટે અરજી કરાશે અને 26 જુલાઈથી હરાજી શરૂ થશે. સરકારનો લક્ષ્યાંક ઓક્ટોબર મહિનાથી 5જી સેવા શરૂ કરવાનો છે.

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 15, 2022

 

4જીથી કરતા 10ગણી ઝડપી 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની 20 વર્ષના સમયગાળા માટે હરાજી કરાશે. પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝન સાથે આગળ વધતા આજે BharatKa5G સ્પેક્ટ્રમની જાહેરાત કરાઈ. સ્પેક્ટ્રમ હરાજીને સપ્ટેમ્બર 2021માં જાહેર થયેલા ટેલિકોમ સેક્ટર રિફોર્મ્સનો લાભ મળશે. જેમાં હરાજીમાં પ્રાપ્ત સ્પેક્ટ્રમ પર zero Spectrum Usage Charges (SUC) વગેરે સામેલ હશે. 

5G આવવાથી શું ફાયદો થશે?
યૂઝર ઝડપી સ્પીડથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે
વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે
યુ-ટ્યૂબ પર વીડિયો બફરિંગ વિના ચાલી શકશે
વોટ્સ એપ કોલમાં અવાજ અટકશે નહીં
મૂવી 2-થી 25 સેકંડમાં ડાઉનલોડ થઈ જશે
કૃષિ ક્ષેત્રમાં ખેતરની દેખરખમાં ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે
મેટ્રો- સ્વ સંચાલિત ગાડીઓને ઓપરેટ કરવી સરળ બનશે
વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીમાં રોબોટનો ઉપયોગ કરી શકાશે
વધારેમાં વધારે કમ્પ્યૂટર સિસ્ટમને કનેક્ટ કરવું શક્ય બનશે

કયા-કયા શહેરોમાં લોન્ચ થઈ શકે 5G ઈન્ટરનેટ?    
ચંડીગઢ
ગુરુગ્રામ
દિલ્લી
લખનઉ
કોલકાતા
હૈદરાબાદ
અમદાવાદ
જામનગર
ગાંધીનગર
મુંબઈ, પુણે
બેંગલુરુ
ચેન્નઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news