VIDEO: કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી લૂંટી બેંક, ગાર્ડની 12 બોરની રાઇફલ છીનવી
અગાઉ ગુરૂવારે 2 ઓગષ્ટે અનંતનાગ જિલ્લાના બરાકપોરા વિસ્તાર ખાતે જમ્મુ અને કાશ્મીર બેંકોની શાખાથી આતંકવાદીઓએ હથિયારો લૂંટ્યા હતા
Trending Photos
શ્રીનગર : જમ્મુ - કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળોની કાર્યવાહીથી ગીન્નાયેલા આતંકવાદીઓએ શુક્રવારે એક વાર ફરીથી બેંકોને નિશાન બનાવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત થોડા દિવસોથી કાશ્મીરમાં આતંકવાદીઓ બેંકોને નિશાન બનાવવાની સાથે સાથે ત્યાં હાજર ગાર્ડ સાથે હથિયાર પણ લૂંટી રહ્યા છે. શુક્રવારે શોપિયા જિલ્લામાં આતંકવાદીઓએ એક બેંક પાસેથી રોકડ લૂંટી લીધી અને ત્યાના સુરક્ષાકર્મચારીઓ પાસેથી રાયફલ છીનવી લીધી.
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓ શુક્રવારે બપોરે દક્ષિણ કાશ્મીર જિલ્લાનાં કરપનમાં આવેલ જમ્મુ - કાશ્મીર બેંકની શાખામાં ઘુસી ગયા અને રોકડ લૂંટી લીધી હતી. તેમણે ત્યાં હાજર એક સુરક્ષા કર્મચારીને 12 બોરની એક રાઇફલ છીનવી લીધી હતી. સમાચાર એજન્સી એએનઆઇએ બેંકમાં આતંકવાદીઓની લૂંટનો વીડિયો ઇશ્યું કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવામાં આવી શકે છે કે કઇ રીતે આતંકવાદીઓ બેંકમાં ઘુસે છે અને ત્યાં હાજર લોકોને હથિયારોનાં દમ પર ડરાવતા હાથ ઉપર કરવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં ત્રણ હથિયારબંધ આતંકવાદીઓને સ્પષ્ટ જોઇ શકાય છે.
#WATCH Terrorists barge inside a branch of J&K Bank in Karpan area of Shopian district (J&K). The terrorists looted cash, also snatched a 12 bore rifle from the private security guard deputed at the branch. Police investigation is underway. pic.twitter.com/RMZ0Lf1JGy
— ANI (@ANI) August 3, 2018
હથિયાર લૂંટી રહ્યા છે આતંકવાદીઓ
અગાઉ ગુરૂવારે 2 ઓગષ્ટે અનંતનાગ જિલ્લાનાં બરાકપોરા વિસ્તારમાં આવેલ જમ્મુ અને કાશ્મીર બેંકની શાખા સાથે આતંકવાદીઓએ હથિયાર લૂંટી લીધા હતા. 27 જુલાઇએ પણ આતંકવાદીઓએ કુલગામમાં બેંકની શાખા નિશાન બનાવીને ત્યાં હાજર રહેલા સુરક્ષા ગાર્ડથી રાઇફલ લૂંટી લીધી હતી. આ ઘટનાના એક દિવસ પહેલા શોપિયામાં પણ આતંકવાદીઓએ પોલીસ ચોકી પર હૂમલો કરી ત્યાંથી 4 રાઇફલો લૂંટી લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે