સૂર્ય ગ્રહણની ખાસ વાતો: આ દિવસે જોવા મળશે સૂર્યગ્રહણ, જાણો ભારત પર શું કરશે અસર
સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ 5 કલાકનો રહેશે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ તેને ધાર્મિક રૂપે શુભ માનવામાં આવતી નથી.
Trending Photos
નવી દિલ્હી: વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરના રોજ સોમવારે થવાનું છે.15 દિવસમાં આ બીજું ગ્રહણ લાગશે.આ પહેલા 30મી નવેમ્બરે પૂનમના દિવસે ચંદ્રગ્રહણ લાગ્યું હતું.આવો જાણેએ કે આ સૂર્ય ગ્રહણ કયા સમયે અને ક્યાં-ક્યાં જોવા મળશે?
ક્યારે અને ક્યાં જોવા મળશે સૂર્ય ગ્રહણ?
ભારતના સમયે પ્રમાણે આ ગ્રહણ સાંજે 7:03 કલાકે શરૂ થશે.રાત્રે 12: 23 કલાકે સૂર્ય ગ્રહણ પૂર્ણ થશે.સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ 5 કલાકનો રહેશે.આ સૂર્ય ગ્રહણ દક્ષિણ આફ્રિકા, મોટાભાગના દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને હિંદ મહાસાગર અને એન્ટાર્કટિકામાં સંપૂર્ણ દેખાશે.આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
સૂર્ય ગ્રહણની ભારતમાં શું થશે અસર?
આ સૂર્ય ગ્રહણ સંધ્યાકાળે થવાના કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.આ ગ્રહણ ભારતમાં ના દેખાવાના કારણે કોઈ પણ પ્રકારના કાર્યોમાં કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નહીં હોય.
રાશિચક્ર પર સૂર્યગ્રહણની અસરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભલે આ ગ્રહણ ભારતમાં ન જોવા મળે, પણ તે રાશિના જાતકો પર સંપૂર્ણ અસર કરશે.આ સૂર્યગ્રહણ, વૃશ્ચિક અને જષ્ઠા નક્ષત્રને અસર કરશે.આ રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન ખૂબ કાળજી લેવાની જરૂર છે.ગ્રહણની અસરને કારણે, તેમનું માન અને સન્માન ઘટી શકે છે અને આ લોકોને માનસિક વેદના પણ સહન કરવી પડી શકે છે.વૃશ્ચિક રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન સૂર્યની આરાધના કરવી જોઈએ.
શું સૂતક કાળ માનવામાં આવશે?
ભારતમાં ના દેખાવાના કારણે આ વખતે સુતકના કોઈ નિયમો નહીં લાગે.સૂર્યગ્રહણ ભારતમાં ના દેખાવાના કારણે શુભ પ્રસંગો પર પણ નહીં લાગે પ્રતિબંધ. સુતક કાળ માન્ય ન હોવાથી મંદિરોના દરવાજા બંધ રહેશે નહીં અને પૂજા-પ્રાર્થના પર પ્રતિબંધિત નહીં લાગે.
શું છે આ સૂર્ય ગ્રહણની ખાસ વાતો?
વર્ષ 2020 ની શરૂઆત 10 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણથી થઈ હતી અને સૂર્યગ્રહણ સાથે સમાપ્ત થશે.આ વર્ષે કુલ 6 ગ્રહણ લાગ્યા હતા જેમાંથી 4 ચંદ્ર ગ્રહણ હતા,2 સૂર્ય ગ્રહણ છે.21 જૂને આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગ્યું હતું અને બીજુ સૂર્ય ગ્રહણ 14 ડિસેમ્બરના રોજ લાગશે.
ગ્રહણ સમયે રાખો આટલી વાતોનું ધ્યાન
આંખો પર કોઈ સુરક્ષા વગર સૂર્યગ્રહણ જોવાથી તમારી આંખોને નુકસાન પહોંચી શકે છે.ગ્રહણ દરમિયાન, તમારી આંખો પર વિશેષ ચશ્મા લગાવવા જરૂરી છે.આ સિવાય તમે ગ્લાસમાં સૂર્યગ્રહણ જોઈ શકો છો.ગ્રહણ દરમિયાન છરી કે તેના જેવી તૂક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ.આ દરમિયા ભોજન લેવાનું અને પાણી પીવાનું ટાળવું જોઈએ.ગ્રહણ કાળ દરમિયાન સ્નાન ના કરવું જોઈએ અને પૂજા પણ ના કરવી જોઈએ.આ સમય દરમિયાન આ દરેક ક્રિયાને શુંભ માનવામાં આવતી નથી.આ સમય દરમિયાન તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો.
સૂર્ય ગ્રહણ પૂર્ણ થયા બાદ કરો આ ઉપાય
ગ્રહણની ખરાબ અસરોથી બચવા માટે મહા મૃતુંજય મંત્રનો જાપ કરો.ગ્રહણ પછી ગંગાજળનો છંટકાવ કરી ઘરને શુદ્ધ કરો.સૂર્યગ્રહણના બીજા દિવસે ધનુ સંક્રાંતિ છે તો તમે સૂર્ય સંબંધિત કંઈ પણ વસ્તુનું દાન કરી શકો છો.તમે બીજા દિવસે ઘઉં, ગોળ, લાલ કાપડ અને કોઈપણ તાંબાની વસ્તુનું દાન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે