આ APP ડાઉનલોડ કરો જો Corona દર્દી તમારી પાસે આવશે તો આપશે એલર્ટ
Trending Photos
નવી દિલ્હી : જો તમે લોકડાઉન છતા પણ આસપાસનાં લોકો સાથે મળવાનું થતું હોય અથવા તો તમે કરિયાણાની દુકાને કે રાશનની દુકાને લાઇનમાં ઉભા હો ત્યારે લોકો સાથે સંપર્ક થતો જ હોય છે. જો કે આ તમામ કામ વચ્ચે તેની માહિતી મેળવવી ખુબ જ મુશ્કેલ છે કે, કોણ કોરોના વાયરસ પોઝીટીવ છે. પરંતુ હવે તમારી ચિંતા ખતમ થવાની છે. કેન્દ્ર સરકારે એક એવી એપ બનાવી છે જે કોઇ સંક્રમિત વ્યક્તિ તમારી આસપાસ પણ ભટકશે તો તમને તુરંત જ એટલ્ટ કરી દેશે.
Aarogya Setu નામથી એપ થઇ લોન્ચ
આઇટી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, દેશમાં વધી રહેલા કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટે Aarogya Setu નામની એ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ હિંદી અને અંગ્રેજી સહિત કુલ 11 ભાષાઓ સાથે લોન્ચ કરવામાં આવી છે. જેનાથકી તમે પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો છો. અધિકારીએ આગળ જણાવ્યું કે, આ એપ દવારા તમને કોરોના વાયરસ અંગેની તમામ માહિતી તમારા મોબાઇલ પર ઉપલબ્ધ હશે.
આ પ્રકારે મોબાઇલ તમને એલર્ટ કરશે
મળતી માહિતી અનુસાર તમે એક એપ ઇન્સ્ટોલ કરે છે અને તમને કેટલાક માળખાગત સવાલોનાં જવાબ આપવા પડશે. એપમાં હાલનાં એલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ માહિતીના આધારે સંક્રમિત લોકોને પણ ડિટેક્ટ કરશે. જો કોઇ સંક્રમિત એપ યુઝર તમારી આસપાસ પણ આવશે તો મોબાઇલ તુરંત જ તમને એલર્ટ કરી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવુ એપ પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આઇટી મંત્રાલયની અધ્યક્ષતામાં આ એપ ચાલુ કરવામાં આવ્યુ છે. નાગરિકોની માહિતીને ગુપ્ત રાખવામાં આવશે. કોઇ પણ પ્રકારે કોઇ પણ વ્યક્તિની માહિતી અન્ય ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરવામાં નહી આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે