અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- 'હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો'

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોમવારે પડકાર ફેંક્યો કે તેઓ 'જય શ્રીરામના ઉદ્ઘોષ બદલ તેમની ધરપકડ કરીને બતાવે. શાહે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો પશ્ચિમ બંગાળમાં તેમને રેલીઓ કરરતા રોકી શકે છે, પરંતુ તેઓ રાજ્યમાં ભાજપની વિજય યાત્રાને રોકી શકશે નહીં. 
અમિત શાહે મમતા બેનર્જીને ફેંક્યો પડકાર, કહ્યું- 'હું જય શ્રી રામ બોલું છું, ધરપકડ કરી બતાવો'

કેનિંગ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોમવારે પડકાર ફેંક્યો કે તેઓ 'જય શ્રીરામના ઉદ્ઘોષ બદલ તેમની ધરપકડ કરીને બતાવે. શાહે દાવો કર્યો કે તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો પશ્ચિમ બંગાળમાં તેમને રેલીઓ કરરતા રોકી શકે છે, પરંતુ તેઓ રાજ્યમાં ભાજપની વિજય યાત્રાને રોકી શકશે નહીં. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જોયનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા કેનિંગમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, "જો કોઈ જય શ્રીરામના નારા લગાવે છે તો મમતાદીદી નારાજ થઈ જાય છે. હું આજે અહીં જય શ્રીરામના નારા લગાવું છું. જો તમારામાં (મમતા) હિંમત હોય તો મારી ધરપકડ કરીને બતાવો, હું કાલે કોલકાતામાં હોઈશ".

જુઓ LIVE TV

શાહે બરુઈપુરમાં તેમના હેલિકોપ્ટરને ઉતરણ માટે મંજૂરી ન આપવા બદલ તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, " મમતા બેનર્જીની સરકાર સ્પષ્ટ રીતે ગભરાયેલી છે. તેઓ મને રેલીઓ કરતા રોકવા માંગે છે. તૃણમૂલ કોંગ્રેસ મને રેલીઓ સંબોધિત કરતા રોકી શકે પરંતુ તેઓ પશ્ચિમ બંગાળમાં ભાજપની વિજય યાત્રા રોકી શકશે નહીં."

રાજ્ય સરકારે શાહના હેલિકોપ્ટરને ઉતરણ કરવા અને બરૂઈપુરમાં જનસભાને સંબોધિત કરવાની મંજૂરી આપી નહતીં. ત્યારબાદ શાહની જાધવપુર લોકસભા બેઠકમાં નિર્ધારીત રેલી રદ કરી દેવાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news