પ.બંગાળ: લો...બોલો, ઉદ્ધાટન નીતિન ગડકરીએ કરવાનુ હતું, પણ કરી નાખ્યું TMCના નેતાએ
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળના નામખાનાના NH 117-Aમાં બનેલા પુલનું તૃણમૂલ કોંગ્રેસે ઉદ્ધાટન કરી નાખ્યું. હકીકતમાં આ કેન્દ્રીય રાજમાર્ગનું મંત્રી નીતિન ગડકરીના હાથે ઉદ્ધાટન થવાનું હતું. કોલકાતાથી સીધા બકખલી પહોંચવા માટે આ પુલ બનાવવામાં આવ્યો હતો. પુલ દ્વારા ફ્રેઝરગંજ સરળતાથી પહોંચી શકાય છે. આ પુલનું તૃણમૂલ કોંગ્રેસના નેતા અરુપ વિશ્વાસે એક દિવસ પહેલા જ ઉદ્ધાટન કરી નાખ્યું. હટનિયા-દોયાન નદી પર બનેલો આ પુલ 3.3 કિલોમીટર લાંબો છે.
આ પુલના નિર્માણમાં 4 વર્ષનો સમય લાગ્યો છે. પુલને બનાવવા માટે કુલ 225 કરોડનો ખર્ચ થયો છે. આ પુલના નિર્માણમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ પૈસા આપ્યા હતાં.
બંગાળના મંત્રી અરુપ વિશ્વાસે ગુરુવારે જ્યારે કેન્દ્રીય મંત્રી ઉદ્ધાટન કરે તે પહેલા જ પુલનું ઉદ્ધાટન કરી નાખ્યો તો તેમને જ્યારે આ અંગે સવાલ કરાયો હતો ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે અમારા મમતા બેનરજીની સરકાર ડેવલપમેન્ટની વાતો કરે છે , જે અમારું કામ છે તે અમે કર્યું. કેન્દ્રની સરકારની જેમ નહીં, જે ફક્ત વાતો કરે છે.
અત્રે જણાવવાનું કે આ પુલના બનવાથી લગભગ 60 લાખ લોકોને મદદ થશે. અત્યાર સુધી કોલકાતાથી બખ્ખાલી પહોંચવા માટે 5 થી 6 કલાક લાગતા હતાં પરંતુ હવે પ્રાઈવેટ વાહનથી તેમાં ફક્ત 3 કલાકમાં બખ્ખાલી પહોંચી શકાશે. અહીં ઈટનિયા-દોયાન નદીને પાર કરવી પડતી હતી, જેને ફેરીથી લોકો પાર કરતા હતાં. હવે આ પુલ બનવાથી લોકો ખુબ ખુશ છે. આ પુલના નિર્માણથી ખેડૂતોને પણ ખુબ લાભ થશે. એક ખેડૂતે કહ્યું કે અમારે કલાકો સુધી લાઈનમાં બેસવું પડતું હતું. ફેરીથી હવે આ નદીને પાર કરવામાં અમને સરળતા પડશે અને બજાર પહોંચીને સમયસર અનાજ પણ વેચી શકાશે.
પુલ બનવાથી બીમાર લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાશે. આ પુલ બનવાથી ગરીબ બેરોજગાર લોકો માટે આવકના નવા રસ્તા ખુલશે. આ પુલ બનાવથા બખ્ખાલી, ફ્રેઝરગંજ, હેનરી, આઈસલેન્ડ સહિત જમ્બુદ્વિપના ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે