Twin Tower Demolition: માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થયું 32 માળનું ટ્વિન ટાવર, અહીં જુઓ વીડિયો
નોઈડાના સેક્ટર 93 A માં 32 માળના સુપરટેક ટ્વિન ટાવર આજે બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવ્યું છે. સુપરટેક ટ્વિન ટાવર માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો હતો. એકા ત્યારે આ ટાવરના જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરી ઉડવા લાગી હતી. જુઓ અહીં વીડિયો...
Trending Photos
Twin Tower Demolition: નોઈડાના સેક્ટર 93 A માં 32 માળના સુપરટેક ટ્વિન ટાવર આજે બપોર 2.30 વાગે તોડી પાડવામાં આવ્યું છે. સુપરટેક ટ્વિન ટાવર માત્ર 9 સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. આ ઇમારતને તોડવા માટે 3700 કિલો વિસ્ફોટક અલગ-અલગ ફ્લોર પર લગાવવામાં આવ્યો હતો. એકા ત્યારે આ ટાવરના જમીનદોસ્ત થતા જ ધૂળની ડમરી ઉડવા લાગી હતી. જુઓ અહીં વીડિયો...
ટ્વિન ટાવર જમીનદોસ્ત : 13 વર્ષમાં બનેલી બિલ્ડિંગ 9 સેકંડમાં ધરાશાયી, 800 કરોડની બહુમાળીય બિલ્ડિંગ કાટમાળમાં ફેરવાઈ #TwinTowers #TwinTowerDemolition #NoidaTwinTowers pic.twitter.com/oERXhJTGUB
— Zee 24 Kalak (@Zee24Kalak) August 28, 2022
આસપાસના વિસ્તારમાં ઉડશે ધૂળની ડમરી
સેક્ટર 93 એમાં બનેલા 103 મીટર ઉંચા એપેક્સ અને 97 મીટર ઉંચા ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવા માટે 3700 કિલો વિસ્ફોટક વાપરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, 32 માળની ઇમારત તૂટવામાં માત્ર 9 સેકન્ડનો સમય લાગ્યો. વિસ્ફોટ બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. આ ધૂળની ડમરીઓ 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર ફેલાઈ ગઈ હતી. સુરક્ષાની દ્રષ્ટીએ અમરાલ્ડ કોર્ટ અને આસપાસની સોસાયટીના ફેલ્ટ ખાલી કરાવાયા હા. આ ઉપરાંત લગભગ 3 હજાર વાહન અને 200 પશુઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. એડફિસ એન્જિનિયરિંગના પ્રોજેક્ટ મેનેજર મયુર મહેતાએ જણાવ્યું કે પોલીસની મંજૂરી મળ્યા બાદ બપોરે અઢી વાગે ટ્રિગર દબાવવામાં આવ્યું હતુ.
આકાશમાં ધૂળના વાદળ
આસપાસના વિસ્તારમાં ધૂળના વાદળો છવાયા છે. વિસ્ફોટના માત્ર 9 સેકન્ડ બાદ જ આખી ઈમારત માટીમાં ફેરવાઈ ગઈ હતી. પરંતુ કેટલાક કિલોમીટર સુધી ધૂળની ચાદર છવાઈ ગઈ છે. સ્થળ પર પાણીની ટાંકીઓમાંથી સતત છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બ્લાસ્ટ બાદ ઉડેલી ધૂળને શાંત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સ્મોગ ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે