ગાંધીનગર અક્ષરધામની સુંદરતામાં લાગશે ચાર ચાંદ! નીલકંઠ વર્ણીની 49 ફૂટની મૂર્તિનું સ્થાપન, 555 તીર્થોના જળનો ઉપયોગ

Gandhinagar Swami Narayan Temple: ગાંધીનગરના અક્ષરધામમાં આજે ભગવાન સ્વામિનારાયણના તપસ્વી કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણી મહારાજનું 49 ફૂટ ઉંચી ભવ્ય મૂર્તિ લગાવવામાં આવી છે. આજે આ પ્રતિમાનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે.

1/9
image

Tapasvi Kishore Swaroop Shri Neelkanth Varni Maharaj: ગુજરાતના પાટનગર ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણના તપસ્વી કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઉંચી ભવ્ય મૂર્તિના વૈદિક પ્રતિષ્ઠા સમારોહ પુરો થયો છે. 32 વર્ષ પહેલા સ્વામી મહારાજે ગાંધીનગરમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રકાશ ફેલાવવા દિલ્ય અને ભવ્ય અક્ષરધામનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.

2/9
image

હાલ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ BAPS સંસ્થાના સંતો અને હરિ ભક્તોના સમર્પણથી નવ અક્ષરધામ મંદિર નિર્માણના નવા સોપાન પાર કરવામાં આવી રહ્યા છે. 11 નવેમ્બરના રોજ કારતક શુદ્ધ દશમીના શુભ અવસરે ગાંધીનગરના સ્વામિનારાયણ અક્ષરધામ સંકુલમાં નીલકંઠ વર્ણીની તપસ્વી મૂર્તિની પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

પ્રતિમાની વૈદિક પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ

3/9
image

BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો ઈશ્વરચરણ સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી અને ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત આનંદ સ્વરૂપ સ્વામીની ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ હેઠળ પૂર્વ ન્યાસ વિધીનો શુભારંભ થયો હતો. BAPSના વિદ્વાન સંત શ્રુતિ પ્રકાશ સ્વામીએ સમગ્ર પૂજા વિધિ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિઓ સાથે કરી હતી. પૂર્વ ન્યાસ વિધિ બાદ નીલકંઠ વર્ણી મહારાજ અને સહજાનંદ નામાવલીના 108 શુભ નામનો જાપ કરવામાં આવ્યો હતો.

4/9
image

આ પછી BAPS સંસ્થાના વિદ્વાન સંત અક્ષરવત્સલદાસ સ્વામીએ ભારતમાં નીલકંઠ વર્ણીની આ સૌથી ઊંચી તપસ્વી પ્રતિમાની વિશેષતાઓ વિશે સમજાવ્યું. તેમણે જણાવ્યું કે નીલકંઠ વર્ણીની મૂર્તિ એ જ મુદ્રામાં બનાવવામાં આવી છે જેમાં ભગવાન સ્વામિનારાયણે નેપાળના મુક્તિનાથમાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપસ્યા કરી હતી.

સ્થાપિત કરવામાં આવી 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિમા

5/9
image

નોંધનીય છે કે નીલકંઠ વર્ણી મહારાજની આ પ્રકારની 49 ફૂટ ઊંચી મૂર્તિને સૌપ્રથમ પૃથ્વીના પશ્ચિમી ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર, ન્યુ જર્સીના રોબિન્સવિલે સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામમાં સ્થાપિત કરવામાં આવી છે.

6/9
image

સવારે 8:30 કલાકે પરમ પૂજનીય મહંત સ્વામી મહારાજ દ્વારા 555 તીર્થધામોના પવિત્ર જળથી મૂર્તિ અભિષેક વિધિની શરૂઆત કરવામાં આવી હતી. ચાર ધામ, પંચ કેદાર, પંચ સરોવર, સપ્તપુરી, સપ્ત બદ્રી, સપ્ત ક્ષેત્ર, આઠ વિનાયક તીર્થ, નવ અરણ્ય, બાર મહા સંગમ, એકાવન શક્તિપીઠ, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત છ મંદિરો, બ્રહ્મા સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા બંધાયેલા પાંચ મંદિરો, BAPS ના સ્થાપક અને BAPS ના ગુરુ પરમપરા દ્વારા સ્થાપિત મંદિરો સહિત વિવિધ તીર્થસ્થળોના પવિત્ર જળનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સ્વામી મહારાજને આપવામાં આવ્યા કલાત્મક ઉપહાર

7/9
image

ત્યારબાદ મહંત સ્વામી મહારાજે નીલકંઠ વર્ણી મહારાજના હૃદય સ્થળથી વિધિનો આરંભ કર્યો અને પછી સ્વામિનારાયણ મહામંત્રના મંગલ ધ્વનિની સાથે નીલકંઠ વર્ણી મહારાજના મુખ દર્શન, મંગલ દર્શન અને મૂર્તિ પૂજન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ વિશ્વમાં શાંતિની ભાવનાની સાથે સ્વામિનારાયણ મહામંત્રનો જાપની સાથે આરતીનો અર્ધ્ય અર્પિત કરવામાં આવ્યો. તેના સિવાય મંત્ર પુષ્પાંજલિ અને ડ્રોન દ્વારા નીલકંઠ વર્ણી મહારાજ પર પુષ્પ વર્ષા કરવામાં આવી. ત્યારબાદ સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા મહંત સ્વામી મહારાજના વિભિન્ન કલાત્મક હાર અને ચાદર અર્પણ કરવામાં આવી.

8/9
image

આ મૂર્તિના નિર્માણમાં વિશેષ માર્ગદર્શન આપનાર વરિષ્ઠ ઈશ્વર ચરણ સ્વામીએ પોતાના સંબંધોનમાં જણાવ્યું કે, ગુજરાતની રાજધાનીમાં અક્ષરધામ, પ્રમુખ સ્વામી મહારાજના ઉપહાર છે. આજે તપસ્વી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. આ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંકલ્પ છે. નીલકંઠ વર્ણી મહારાજે 11 વર્ષની આયુષ્યમાં ઘરને ત્યાગ કરીને સંપૂર્ણ ભારતવર્ષમાં વિચરણ કરતા આપણા ગુજરાતમાં પ્રવેશ કર્યો અને રામાનંદ સ્વામી દ્વારા આ સંપ્રદાયની જવાબદારી સ્વીકાર કરી.

સંપૂર્ણ ગુજરાતમાં કર્યો હતો ધર્મ પ્રચાર

9/9
image

તેમણે વધુમાં જણાવ્યું કે, તેમણે સંપૂક્ણ ગુજરાતમાં ભ્રમણ કરીને ધર્મનો પ્રચાર કર્યો અને ગુણાતીત પુરુષો દ્વારા પોતાની પરંપરાને આગળ વધારી. આજે તે મહંત સ્વામી મહારાજના માધ્યમથી પ્રકટ છે. ભગવાન  સ્વામિનારાયણે ભક્તોના કલ્યાણ માટે સાત વર્ષો સુધી કઠિન તપ અને ભ્રમણ કર્યું છે. તેમણે પોતાના શરીરના અત્યધિક સંયમ કર્યો છે. ઘણી વખત તો તેમણે માત્ર વાયુનું સેવન કરી જંગલી પ્રાણીઓની વચ્ચે વિચરણ કર્યું છે. તપથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન સ્વામિનારાયણે મુક્તિનાથમાં દોઢ મહિના સુધી જે તપ કર્યું હતું, ત્યારબાદ તે જાળવી રાખવા માટે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.