ભારતમાં ફરીથી વરસી શકે છે કોરોનાની બીજી લહેર જેવો કહેર: UNના ડરામણા રિપોર્ટથી ચિંતા વધી
UNની વર્લ્ડ ઈકોનૉમિક સિચ્યુએશન એન્ડ પ્રોસપેક્ટ્સ (WESP) 2022 ની રિપોર્ટ્સ અનુસાર, ઓમિક્રોન વેરિએન્ટની કારણથી સંક્રમણની નવી લહેર આવી રહી છે અને અર્થતંત્રો પર તેની અસર પડવી સ્વાભાવિક છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિયન્ટ આમ તો સામાન્ય છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર એ કોરોના વાયરસને લઈને ભારત માટે એક ચેતવણી જાહેર કરી છે. UNની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર એટલે કે ડેલ્ટા વેરિએન્ટથી એપ્રિલથી જૂન દરમિયાન 2.4 મિલિયન લોકો મોતને ભેટ્યા અને અર્થતંત્રને મોટું નુકસાન થયું હતું. એટલું જ નહીં રિપોર્ટમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે કે આવનાર સમયમાં ભારતમાં આ પ્રકારની સ્થિતિ ખૂબ જલ્દીથી પૈદા થઈ શકે છે.
UNની વર્લ્ડ ઈકોનૉમિક સિચ્યુએશન એન્ડ પ્રોસપેક્ટ્સ (WESP) 2022 ની રિપોર્ટ્સ અનુસાર, ઓમિક્રોન વેરિએન્ટની કારણથી સંક્રમણની નવી લહેર આવી રહી છે અને અર્થતંત્રો પર તેની અસર પડવી સ્વાભાવિક છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે આ જીવલેણ લહેરમાં એપ્રિલથી જૂન સુધી 2.4 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
આજે પૃથ્વીને કેટલું નુકસાન થશે? પૃથ્વીની નજીકથી આજે એક સાથે પસાર થનાર છે સૌથી મોટી ત્રણ આફત!
યુએનની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમણને ફેલાતું રોકવા માટે તમામ લોકો સુધી વેક્સીનની પહોંચ સહિત વૈશ્વિક નજરિયા જો ના અપનાવ્યો તો આ મહામારી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો ઉભો કરશે, એટલું જ નહીં દક્ષિણ એશિયા આગામી સમયમાં ખુબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. અહીં કોરોના વેક્સિનેશન રેટ ખુબ જ ઓછો છે જેના કારણે નવા વેરિયન્ટથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા વધી રહી છે.
ભારતમાં ઝડપથી ઓમિક્રૉન અને કોરોનાના કેસ વધી રહ્યા છે
ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં રસીના 154 કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે જબરદસ્ત તબાહી મચાવી હતી. દેશમાં ઝડપથી વધી રહેલું સંક્રમણ અને મૃત્યુ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે દેશની આરોગ્ય વ્યવસ્થા પણ પડી ભાંગી હતી. હવે ભારતમાં ઓમિક્રોન અને કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2021 સુધીમાં નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં 26% થી ઓછી વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. જ્યારે ભૂટાન, માલદીવ, શ્રીલંકામાં 64% થી વધુ વસ્તીને રસી મળી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે