UP Block pramukh results: યૂપી બ્લોક પ્રમુખ ચૂંટણીમાં BJP 600ને પાર, PM મોદીએ યોગીને આપ્યો શ્રેય
રાજ્યમાં 825 સીટોમાંથી 735 સીટ પર ભાજપે બ્લોક પ્રમુખના ઉમેદવાર આપ્યા હતા, તેમાંથી 635 સીટો પર ભાજપના ઉમેદવાર જીત્યા છે. કેટલીક સીટો પર સપાના ઉમેદવારોને સફળતા મળી છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખોની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. બ્લોક પ્રમુખ ચૂંટણીમાં પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પ્રધાનમંત્રી મોદીએ બધા કાર્યકર્તાઓને શુભેચ્છા આપી છે. મહત્વનું છે કે રાજ્યમાં 825 સીટોમાંથી 735 સીટ પર ભાજપે બ્લોક પ્રમુખના ઉમેદવાર આપ્યા હતા, તેમાંથી 635 સીટો પર ભાજપના ઉમેદવાર જીત્યા છે. કેટલીક સીટો પર સપાના ઉમેદવારોને સફળતા મળી છે.
ઉત્તર પ્રદેશમાં એકવાર ફરી પાર્ટીના શાનદાર પ્રદર્શન પર પીએમ મોદીએ ટ્વીટ કર્યુ, ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખોની ચૂંટણીમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. સરકારની નીતિઓ અને જનહિતની યોજનાઓથી જનતાને જે લાભ મળ્યો છે, તે પાર્ટીની મોટી જીતમાં પ્રતિબિંબિત થયો છે. આ વિજય માટે પાર્ટીના બધા કાર્યકર્તા શુભેચ્છાને પાત્ર છે.
उत्तर प्रदेश में ब्लॉक प्रमुखों के चुनाव में भी @BJP4UP ने अपना परचम लहराया है। @myogiadityanath सरकार की नीतियों और जनहित की योजनाओं से जनता को जो लाभ मिला है, वो पार्टी की भारी जीत में परिलक्षित हुआ है। इस विजय के लिए पार्टी के सभी कार्यकर्ता बधाई के पात्र हैं। https://t.co/QZP6u1kjVT
— Narendra Modi (@narendramodi) July 10, 2021
તો મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, વિજયી ઉમેદવારોને દિલથી શુભેચ્છા આપુ છું અને તેનું અભિવાદન કરુ છું. ક્ષેત્ર પંચાયત પ્રમુખ ચૂંટણીમાં 635થી વધુ સીટો પર ભાજપ પોતાના સહયોગીઓ અને સમર્થકોની સાથે વિજય બની રહ્યું છે, આ સંખ્યા સંપૂર્ણ પરિણામ આવવા પર વધુ વધશે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, મને જણાવતા પ્રસન્નતા છે કે પાર્ટીની જે રણનીતિ હતી જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓના માધ્યમથી આગળ વધી, તેનું પરિણામ હતું કે 75 જિલ્લા પંચાયતો અધ્યક્ષોમાંથી 67 સીટો પર ભાજપ અને સહયોગી પક્ષોએ વિજય પ્રાપ્ત કર્યો હતો.
પીએમ મોદીનું માર્ગદર્શન અને પ્રેરણાનું પરિણામઃ યોગી
મુખ્યમંત્રી યોગીએ ગ્રામ સરપંચો, ગ્રામ સભા સભ્યો, ક્ષેત્ર પંચાયત સભ્યો, ક્ષેત્ર પંચાયત પ્રમુખો, જિલ્લા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયત અધ્યક્ષોની ચૂંટણીમાં 85 ટકાથી વધુ સીટો પર ભાજપને જીત મળવાનો દાવો કરતા તેનો શ્રેય પ્રધાનંત્રી મોદીના માર્ગદર્શન અને પ્રેરણાને આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે