UP TET પરીક્ષાના મામલા પર CM યોગીનું કડક વલણ, પેપર લીક કરનારની સંપત્તિ થશે જપ્ત
UP TET Exam Paper Leak Case: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે, આપણા ભાઈ-બહેનોના ભવિષ્ય સાથે ચેડા કરનારને સજા જરૂર મળશે. તેમને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) UP TET પરીક્ષાના પેપર લીકના મામલામાં (Paper Leak Case) કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે, UP TET નું પેપર લીક કરનાર વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ (Gangster Act) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. મહત્વનું છે કે આજે (રવિવારે) UP TET ની પરીક્ષા યોજાવાની હતી પરંતુ તે પહેલા પેપર લીક થઈ ગયું હતું. UP TETનું પેપર વોટ્સએપ પર વાયરલ થઈ ગયું હતું. ત્યારબાદ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આશરે 21 લાખ ઉમેદવારો UP TET ની પરીક્ષામાં સામેલ થવાના હતા.
દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી થશેઃ યોગી
મુખ્યમંત્રી યોગીએ ટ્વીટ કરી કહ્યુ- 'UP TET નું પેપર લીક કરનાર ગેંગની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવી ચુક્યો છે. દોષિતોની ઓળખ કરી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દોષિતો વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરી તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.'
UPTET का पेपर लीक करने वाले गिरोह को गिरफ्तार करने के निर्देश दिए जा चुके हैं।
दोषियों को चिह्नित कर त्वरित कार्रवाई की जा रही है।
दोषियों के विरुद्ध गैंगस्टर एक्ट के तहत मुकदमा दर्ज कर उनकी संपत्ति भी जब्त की जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) November 28, 2021
જવાબદાર લોકોને સજા જરૂરીઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી યોગીએ એક અન્ય ટ્વીટમાં લખ્યુ- 'આપણા નવજવાન ભાઈઓ-બહેનોના ભવિષ્ય સાથે ચેડા કરનારને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. બધાને થયેલી અસુવિધા માટે જવાબદાર લોકોને સજા જરૂર મળશે. તમારી સરકાર શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે પરીક્ષા પૂર્ણ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.'
हमारे नौजवान बहनों-भाइयों के भविष्य के साथ खिलवाड़ करने वालों को किसी भी कीमत पर बख्शा नहीं जायेगा।
आप सबको हुई असुविधा के लिए जिम्मेदार लोगों को सजा जरूर मिलेगी।
आपकी सरकार शुचितापूर्वक एवं पारदर्शी तरीके से परीक्षा सम्पन्न कराने के लिए कृतसंकल्पित है।
— Yogi Adityanath (@myogiadityanath) November 28, 2021
UPTET के अभ्यर्थियों के साथ प्रदेश सरकार खड़ी है।
01 माह के अंदर पारदर्शी तरीके से पुनः परीक्षा आयोजित होगी।
किसी भी अभ्यर्थी से कोई अतिरिक्त शुल्क नहीं लिया जाएगा।
परीक्षा देने वाले अभ्यर्थियों को आने-जाने हेतु @UPSRTCHQ की बसों में निःशुल्क यात्रा की सुविधा दी जाएगी।
— Yogi Adityanath (@myogiadityanath) November 28, 2021
ઉમેદવારો પાસે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં
મુખ્યમંત્રીએ અન્ય એક ટ્વીટમાં લખ્યુ કે, UP TET ના ઉમેદવારોની સાથે પ્રદેશ સરકાર ઉભી છે. 1 મહિનાની અંદર પારદર્શી રીતે બીજીવાર પરીક્ષાનું આયોજન થશે. કોઈપણ ઉમેદવાર પાસે વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. પરીક્ષા આપનાર ઉમેદવારોને આવવા-જવા માટે સરકારી બસોમાં ફ્રી યાત્રાની સુવિધા આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે