ચીન અંતરિક્ષમાં વધારી રહ્યું છે દબદબો, અમેરિકાને ચિંતા, ભારતનો છે પોતાનો પ્લાન
Trending Photos
હોંગકોંગ : પોતાની વિસ્તારવાદી અને આક્રમક નીતિઓનાં કારણે ચર્ચામાં રહેતું ચીન હવે અંતરિક્ષમાં પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. ચીનની સેના અલગથી અનેક મિલિટરી યૂનિટો બનાવી ચુકી છે, તેને અંતરિક્ષમાં હુમલો કરવા માટે ખાસ પ્રકારે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. સ્પેસ વોરને ધ્યાને રાખી ચીનનાં એક સૈન્ય કાર્યક્રમમાં અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ ભારતની અંતરિક્ષમાં દુશ્મનોનાં કોઇ પણ નાપાક ઇરાદાઓનો નિષ્ફળ બનાવવાની ક્ષમતા વિકસિત કરવાનાં અનેક વિકલ્પો અંગે ઝડપથી આગળ વધી રહ્યા છે.
બીજી તરફ ભારત પણ અંતરિક્ષમાં દુશ્મનોનાં કોઇ પણ નાપાક ઇરાદાને નિષ્ફક્ષ બનાવવાની ક્ષમતા વિકસિત કરવાનાં અનેક વિકલ્પો પર ઝડપથી આગળ વધી રહ્યા છે. તેમાં ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ (DEWs) અને કો-ઓર્બિટલ કિલર્સની હાજરી સાથે સાથે પોતાનાં ઉપગ્રહોને ઇલેક્ટ્રોનિક અથવા ફિઝિકલ એટેક્સથી બચાવવાની ક્ષમતા પેદા કરવા જેવા ઉપાયોનો સમાવેશ થાય છે.
યૂનાઇટેડ સ્ટેટ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (DIA) દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ અંતરિક્ષમાં ચીન દ્વારા સૈન્ય શક્તિ વધારવાનાં હાલનાં કાર્યક્રમો પર પ્રકાશ પાડ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મી (PLA) અંતરિક્ષમાં હૂમલા માટે પ્રશિક્ષિત મિલિટરી યૂનિટોને બનાવી ચુક્યા છે. રિપોર્ટ અનુસાર ચીનનાં હાઇ અર્થ ઓર્બિટ (HEO)માં 37 હજાર કિલોમીટર સુધીની ઉંચાઇ પર મારી શકનારી મિસાઇલોનું પરિક્ષણ કરી શકે છે.
અત્રે ઉલ્લે્ખનીય છે કે, ભારતે ગત્ત દિવસોમાં એક એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું હતું. ભારતે મિશન શક્તિ હેઠળ લો અર્થ ઓર્બિટ (LEO) માં આશરે 300 કિલોમીટર ઉંચાઇ પર આવેલા પોતાનાં એક લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય એન્ટી સેટેલાઇટ મિસાઇલની રેંજ 1000 કિલોમીટરથી વધારે છે.
DIA નાં રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે ચીન 2007થી પણ અંતરિક્ષથી અમેરિકા અને યૂરોપિયન દેશોની જાસુસીમાં સમાવેશ થાય છે. રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે, પીએલએનાં યૂનિટ 2007થી જ અમેરિકા અને યૂરોપિયન સેટેલાઇટ એન્ડ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની વિરુદ્ધ સાઇબર જાસુસીનો સમાવેશ થઇ રહ્યો છે. રિપોર્ટ અનુસાર ચીન બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પણ વિકસિત કરી રહ્યા છે, જેમાં સેટેલાઇટની મહત્વની ભુમિકા રહે છે. ચીને 5 ફેબ્રુઆરી 2018નાં રોજ સફળ BMD ટેસ્ટ કર્યું હતું. તે 2010થી જ BMD નું પરીક્ષણ કરી રહ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે