દેશનો સૌથી ઉંચો વ્યક્તિ સમાજવાદી પાર્ટીમાં જોડાયો! 8 ફૂટ અને 2 ઈંચ છે હાઈટ!
યુપી ચૂંટણી 2022: ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ રોજગારની શોધમાં ભટકતા રહે છે. લંબાઈ વધુ હોવાને કારણે તેને નમવામાં તકલીફ પડે છે અને આ કારણે તેને નોકરી મળી નથી કે આજ સુધી તેણે લગ્ન પણ કર્યા નથી.
સમાજવાદી પાર્ટીનો નવો સભ્ય બન્યો ચર્ચાનું કેન્દ્ર
દેશનો સૌથી લાંબો વ્યક્તિ સમાજવાદી પાર્ટીમાં જોડાયો
8 ફૂટ અને 2 ઈંચ ઊંચા ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ સપામાં સામેલ
પ્રતાપગઢના રહેવાસી છે ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ
વધુ પડતી લંબાઈના લીધે નહોતા કર્યા લગ્ન
Trending Photos
નવી દિલ્લીઃ યૂપીમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે. ત્યારે આ સ્થિતિની વચ્ચે સમાજવાદી પાર્ટીમાં જોડાનાર એક વ્યક્તિ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણકે, આ વ્યક્તિ આપણાં દેશની સૌથી ઉંચી એટલેકે, હાઈટમાં સૌથી વધુ લંબાઈ ધરાવતી વ્યક્તિ છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રહેવાસી ધર્મેન્દ્ર પ્રતાપ સિંહ (46) સૌથી ઊંચા વ્યક્તિ છે જેમની ઊંચાઈ 8 ફૂટ અને 2 ઈંચ છે. શનિવારે ધર્મેન્દ્રએ લખનૌમાં સમાજવાદી પાર્ટીની ઓફિસમાં પાર્ટીની સદસ્યતા લીધી. સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશના સૌથી ઊંચા વ્યક્તિના આગમનથી પાર્ટી મજબૂત થશે. ધર્મેન્દ્રની સાથે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને પાર્ટીના અન્ય સભ્યોની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જિલ્લાના સદર તહસીલના નરહરપુર કાસિયાહી ગામના રહેવાસી ધર્મેન્દ્રએ હિન્દીથી માસ્ટર ઓફ આર્ટસ (એમએ) સુધીનો અભ્યાસ કર્યો છે. કહેવાય છે કે તેના ઘરની બહાર નીકળતા જ લોકોની મોટી ભીડ એકઠી થાય છે અને સેલ્ફી લેનારાઓની ભીડ જોવા મળે છે. તે જ સમયે, ધર્મેન્દ્ર રોજગારની શોધમાં ભટકે છે. લંબાઈ વધારે હોવાને કારણે તેને નમવામાં તકલીફ પડે છે અને આ કારણે તેને નોકરી મળી નથી કે આજ સુધી તેણે લગ્ન પણ કર્યા નથી.
સીએમ યોગી પાસે પણ મદદ માંગી છે-
નજીકના મિત્રોએ જણાવ્યું કે, ધર્મેન્દ્રની કમરની નીચે હિપમાં દુખાવો અને વધુ લંબાઈને કારણે તેમને રોજિંદા કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેણે લખનૌના ડોક્ટરને બતાવ્યું તો તેણે ઓપરેશન કરાવવાની સલાહ આપી છે, જેમાં ઘણો ખર્ચ થશે. પરંતુ ધર્મેન્દ્ર પાસે પૈસા નથી. ઓપરેશન ખર્ચ અને નોકરીના અભાવે આ જરૂરિયાતમંદ સીએમ યોગીને મળ્યો હતો.
સપા પ્રમુખ અખિલેશ યાદવમાં વિશ્વાસ વ્યક્ત કર્યો-
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરતા ધર્મેન્દ્ર પાર્ટીમાં સામેલ થયા છે. સાથે જ સપાએ પણ આશા વ્યક્ત કરી છે કે તેમના આવવાથી રાજ્યમાં સમાજવાદી પાર્ટીને મજબૂતી મળશે. તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. 10 માર્ચે પરિણામ જાહેર થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે