Taj Mahal Case: હાઈકોર્ટે અરજીકર્તાને ખખડાવી નાખ્યા, કહ્યું-'પહેલા રિસર્ચ કરો પછી કોર્ટમાં આવો'
દુનિયાના સાત અજૂબાઓમાં સામેલ આગ્રાના તાજ મહેલના 20થી વધુ બંધ ઓરડા ખોલાવવા અંગેની માગણી કરતી એક અરજી મામલે હાઈકોર્ટે આજે અરજીકર્તાને ખુબ ફટકાર લગાવી.
Trending Photos
Taj Mahal Case: દુનિયાના સાત અજૂબાઓમાં સામેલ આગ્રાના તાજ મહેલના 20થી વધુ બંધ ઓરડા ખોલાવવા અંગેની માગણી કરતી એક અરજી મામલે હાઈકોર્ટે આજે અરજીકર્તાને ખુબ ફટકાર લગાવી. કોર્ટે ખખડાવી નાખતા કહ્યું કે તાજ મહેલ અંગે રિસર્ચ કર્યા બાદ જ અરજી કરવી જોઈએ. પીઆઈએલને મજાક ન બનાવો. તાજ મહેલ કોણે અને ક્યારે બનાવ્યો પહેલા તેનો અભ્યાસ કરો. આ મામલે આગળની સુનાવણી બપોરે 2 વાગ્યા પછી શરૂ થઈ છે. આજે ચુકાદો આવે તેવી શક્યતા છે.
અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચના જસ્ટિસ ડી કે ઉપાધ્યાયે અરજીકર્તાને ફટકાર લગાવતા કહ્યું કે પીઆઈએલ વ્યવસ્થાનો દુરઉપયોગ ન ક રો. તેની મજાક ન કરો. તાજ મહેલ કોણે બનાવ્યું તેનું પહેલા રિસર્ચ કરો. યુનિવર્સિટી જાઓ. પીએચડી કરો અને પછી કોર્ટમાં આવો. રિસર્ચ કરવાથી કોઈ રોકે ત્યારે અમારી પાસે આવજો. તમે કહેશો તેમ ઈતિહાસ ભણાવવામાં નહીં આવે. આ મામલે જસ્ટિસ ડી કે ઉપાધ્યાય અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બેન્ચ સુનાવણી કરી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અમે આ અરજીની સુનાવણી ટાળીશું નહીં, તમે તાજ મહેલના 22 રૂમની જાણકારી કોની પાસે માંગી?
Taj Mahal case | While hearing the case the Lucknow Bench of HC asked the petitioner to not misuse the system of Public interest litigation (PIL)
Please enroll yourself at any university, if any university denies you to research on such a topic then come to us, Bench added
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 12, 2022
અરજીકર્તાના વકીલે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે અમે ઓથોરિટી પાસે જાણકારી માંગી. જેના પર કોર્ટે કહ્યું કે જો તેમણે કહ્યું કે સુરક્ષા કારણોસર રૂમ બંધ છે તો તે જાણકારી છે. જો તમે સંતુષ્ટ નથી તો તેને પડકારો. મહેરબાની કરીને એમએમાં તમારું નામાંકન કરાવો, પછી નેટ, જેઆરએફ માટે જાઓ અને જો કોઈ યુનિવર્સિટી તમને રોકે તો અમારી પાસે આવો. અરજીકર્તાએ કહ્યું કે કૃપા કરીને અમને તે રૂમમાં જવાની મંજૂરી આપો જેના પર કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે કાલે તમે આવીને માનનીય જજોની ચેમ્બરમાં જવા માટે કહેશો? મહેરબાની કરીને જનહિત અરજીને મજાક ન બનાવો. આ અરજી અનેક દિવસથી મીડિયામાં ફરી રહી છે અને તમે હવે સમય માંગી રહ્યા છો? ત્યારબાદ હાઈકોર્ટે સુનાવણી માટે 2 વાગ્યાનો સમય નક્કી કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે