Vice President Salary: ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલો મળે છે પગાર? કઈ સુવિધાઓના હોય છે હકદાર, જાણો

Vice President Election 2022: ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિ હોય છે, તેથી તેમને સભાપતિનો પગાર અને સુવિધાઓ આપવામાં આવે છે. 

Vice President Salary: ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલો મળે છે પગાર? કઈ સુવિધાઓના હોય છે હકદાર, જાણો

નવી દિલ્હીઃ ભાજપે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને તો વિપક્ષે માર્ગરેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપની સંસદીય બોર્ડની બેઠક બાદ જેપી નડ્ડાએ 71 વર્ષીય જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી. તો આજે શરદ પવારના ઘરે યોજાયેલી બેઠક બાદ સંયુક્ત વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આવો જાણીએ ભારતના ઉપરાષ્ટ્રપતિને કેટલું વેતન અને કઈ-કઈ સુવિધાઓ મળે છે.

દેશના ઉપરાષ્ટ્રપતિનું વેતન 'સંસદ અધિકારીની સેલેરી અને ભથ્થા અધિનિયમ, 1953' હેઠળ નક્કી કરવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિને કોઈ પગાર મળતો નથી. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે, તેથી તેમને અધ્યક્ષનો પગાર અને સુવિધાઓ આપવામાં આવે છે. 

ઉપરાષ્ટ્રપતિને કેટલો મળે છે પગાર?
રિપોર્ટ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય તેમને અન્ય પ્રકારના ભથ્થા પણ મળે છે. ઉપરાષ્ટ્રપતિને દૈનિક ભથ્થુ, ફ્રી આવાસ, સ્વાસ્થ્ય, યાત્રા અને અન્ય સુવિધાઓ મળે છે. ઉપરાષ્ટ્રપતિ માટે પેન્શનની જોગવાઈ વેતનના 50 ટકા છે. 

જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવાનું નક્કી?
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્ય સભા અને લોકસભાના સભ્યો મતદાન કરે છે. સંસદના બંને ગૃહની સંખ્યા વર્તમાનમાં 780 છે, જેમાં ભાજપના 394 સાંસદ છે. જીત માટે 390થી વધુ મતોની જરૂર હોય છે. તેવામાં તે નક્કી માનવામાં આવી રહ્યું છે કે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જ બનશે. 

ક્યારે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી?
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે 5 જુલાઈએ નોટિફિકેશન જાહેર કર્યું હતું. ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે અને 19 જુલાઈએ ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news