સોશિયલ મીડિયા પાછળ ઘેલી મહિલાએ પુત્ર સાથે કર્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતા નોંધાઈ FIR

સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે એક મહિલાએ બેશરમીની મર્યાદા પાર કરી દીધી છે. વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં મહિલા તેના પોતાના 10 થી 12 વર્ષના પુત્ર સાથે અશ્લીલ ડાન્સ તેમજ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે

સોશિયલ મીડિયા પાછળ ઘેલી મહિલાએ પુત્ર સાથે કર્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતા નોંધાઈ FIR

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે એક મહિલાએ બેશરમીની મર્યાદા પાર કરી દીધી છે. વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં મહિલા તેના પોતાના 10 થી 12 વર્ષના પુત્ર સાથે અશ્લીલ ડાન્સ તેમજ એક્ટિંગ કરતી જોવા મળી રહી છે. આપત્તિજનક વીડિયો પર દિલ્હી મહિલા પંચે કડક વલણ અપનાવતા પોલીસને નોટિસ મોકલી મહિલાની સામે એફઆઇઆઇ નોંધવા જણાવ્યું છે.

દિલ્હી મહિલા પંચે કરી ફરિયાદ
દિલ્હી મહિલા પંચનું કહેવું છે કે આ નાની ઉંમરે બાળકને મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કરવાનું શીખવવામાં આવે છે, તે પણ તેની માતા દ્વારા. આ પ્રકારના વીડિયો બનાવી બાળકને ખોટું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને માતા પુત્રના પવિત્ર સંબંધને પણ કલંકિત કરવામાં આવી રહ્યો છે.

વીડિયો થયો વાયરલ
દિલ્હી મહિલા પંચના જણાવ્યા અનુસાર, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નાના બાળકને એશ્લીલ એક્ટિંગ અને સોન્ગ પર ડાન્સ કરાવવામાં આવી રહ્યો છે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયો હતો, જેને હવે સોશિયલ મીડિયા પર થઈ રહેલી બબાલ બાદ કાઢી નાખવામાં આવ્યો છે. વીડિયો બનાવનારી મહિલાના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 60 હજારથી વધુ ફોલોઅર્સ છે.

— Swati Maliwal (@SwatiJaiHind) July 19, 2021

બાળકનું થશે કાઉન્સલિંગ
દિલ્હી મહિલા પંચે પોતાની નોટિસ દ્વારા મહિલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે અને બાળકના કાઉન્સલિંગ અને પુનર્વસન અંગે પણ વાત કરી છે. આયોગ કહે છે કે બાળકને સાચા અને ખોટા વચ્ચેના તફાવતને સમજવાની અને તેની સલાહ આપવાની જરૂર છે. દિલ્હી કમિશન ફોર વુમન ચેરપર્સન સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે સોશિયલ મીડિયા જ્યાં એક તરફ તેની કલા દેખાળવા માટે એક સારું પ્લેટફોર્મ આપે છે તો બીજી તરફ લોકપ્રિયતા મેળવવા માટે આજકાલ કેટલાક લોકો શરમની મર્યાદાને પાર કરે છે.

એક નાના 10-12 વર્ષના બાળકને સારી શિક્ષા આપવાની જરૂર છે, ત્યાં તેની પોતાની માતા તેની સાથે આવા અશ્લીલ વીડિયો બનાવી રહી છે. અમે દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે, આ મહિલા સામે કડક કાર્યવાહી થવી જોઇએ અને બાળકનું સારું કાઉન્સેલિંગ કરવાની પણ જરૂર છે. તેમણે વધુમાં કહ્યું કે અમે પોલીસને પણ આ તમામ વીડિયોને વહેલી તકે સોશ્યલ મીડિયા પરથી ડિલીટ કરવા જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news