વિશાખાપટ્ટનમમાં મોતનો આંકડો 11, પ્રાથમિક તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ
Trending Photos
નવી દિલ્હી : વિશાખાપટ્ટનમ ગેસલીક કાંડમાં મરનારાઓનો આંકડો વધીને 11 થઇ ચુક્યો છે. પ્રાથમિક તપાસનાં રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગેલ વાલ્વમાં કોઇ ખામી હોવાના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. ગુરૂવારે સવારે 2.30 વાગ્યે ગેસ વાલ્વ ખરાબ થઇ ગયો અને ઝેરી ગેસ લીક થવા લાગ્યો હતો. હાલ આ શરૂઆતી તપાસનાં અહેવાલનો રિપોર્ટ છે. હચી અધિકારીઓની સમગ્ર ટીમ આ મુદ્દે તપાસ કરશે અને ફાઇનલ રિપોર્ટ રજુ કરવામાં આવશે.
આ મુદ્દે પ્રાથમિક તપાસ કરી રહેલા એક સીનિયર અધિકારીના અનુસાર અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે, ગેસ લિકનું કારણ વાલ્વ છે. તેની યોગ્ય સારસંભાળ નહી થઇ હોવાનાં કારણે ગેસનું દબાણ નહી સહેવાતા વાલ્વ ફાટી ગયો. જેના કારણે ગેસ લીક થયો. આ સાથે જ ફેક્ટરીની આસપાસનાં વિસ્તારોમાં સ્થાનિકોને કોઇ સાઇરન પણ સાંભળવા મળી નહોતી. જેના કારણે આ દુર્ઘટનામાં સૌથી વધારે લોકો બિમાર પડ્યાં.
ફેક્ટરી દ્વારા શું બચાવ કરવામાં આવ્યો
વિશાખાપટ્ટનમમાં પોતાની ફેક્ટરમાં મોટી ગેસ દુર્ઘટના બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં એલજી કેમ દ્વારા જણાવવામાં આવ્યું કે, ગેસ લિક થવાની સ્થિતી હવે નિયંત્રણમાં છે અને પીડિતોને ઝડપથી સારવાર પ્રદાન કરવા માટેની તમામ પદ્ધતીઓ અપનાવવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે, અમે આ મુદ્દે તપાસ કરી રહ્યા છીએ. જેથી મોત અને ગેસ લિકેજની સટીક માહિતી અને કારણ મળી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશાખાપટ્ટનમમાં એક ફેક્ટરીનાં ફ્લાન્ટમાંથી ગેસ ગળતરના કારણે આજે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. શ્વાસ નહી લેવાને કારણે લોકોમાં ભાગદોડ થઇ ગઇ. રસ્તા પર લોકો બેહોશ થઇને ઢળી પડ્યાં. ગેસ કાંડમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે 316 લોકો હોસ્પિટલમાં દાખલ છે.
દુર્ઘટના સમયે પ્લાન્ટમાં 2 હજારથી વધારે લોકો હાજર હતા. ગેસ ગળતર થતા જ્યારે તેમના શ્વાસ રૂંધાવા લાગ્યા તો તેઓ બહારની તરફ ભાગવા લાગ્યા. આ પ્રયાસમાં કેટલાક લોકો રોડ પર બેહોશ થઇને ઢળી પડ્યા કેટલાક લોકો આસપાસની ખુલ્લી ગટરોમાં ખાબક્યાં. જેના કારણે ફેક્ટરી સુધી પહોંચવામાં પણ રાહત કર્મચારીઓને પણ ઘણી મુશ્કેલી પડી અને સમય પણ લાગ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે