Weather Forecast: 4 રાજ્યોમાં વરસાદ જ્યારે આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન

ભર શિયાળે કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે અમુક રાજ્યોમાં ગાત્રો થીજવી નાખે તેવી કાતિલ  ઠંડીની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે ગુજરાત માટે શું આગાહી કરાઈ છે તે ખાસ જાણો. 

Weather Forecast: 4 રાજ્યોમાં વરસાદ જ્યારે આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો કેવું રહેશે ગુજરાતનું હવામાન

ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસનો કહેર ચાલુ છે. સવાર અને સાંજે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે એકવાર ફરીથી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. યુપીના મોટાભાગના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસના આસાર છે. આ ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ પારો સતત ગગડી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં હવામાન અંગેના લેટેસ્ટ અપડેટ  ખાસ જાણો. 

IMDએ 15 અને 16 જાન્યુઆરીના રોજ દિલ્હીની આસપાસના વિસ્તારો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યાં મુજબ આજે ઉત્તર ભારતમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ શકે છે. દિલ્હી ઉપરાંત યુપીના અનેક જિલ્લાઓમાં ઠંડી અને ધુમ્મસની અસર જોવા મળી રહી છે. વારાણસીથી લઈને પ્રયાગરાજ સુધી મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો કહેર છે. પહાડોની સાથે સાથે મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનો જોરદાર ચમકારો છે. આઈએમડીએ બુધવાર અને ગુરુવારના રોજ પ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. 

રાજસ્થાનમાં કોલ્ડ ડેનું એલર્ટ
પહાડી રાજ્ય કાશ્મીર પણ કોલ્ડવેવની ચપેટમાં છે. ઘાટીના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન ઝીરોથી નીચે ગયું છે. રાજધાની શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન માઈનસ 4 ડિગ્રી નોંધાયુ છે. મેદાની રાજ્ય રાજસ્થાનમાં પણ ગાત્રો થીજવતી ઠંડી છે. સોમવારે સિરોહીમાં સૌથી ઓછું તાપમાન 4.1 ડિગ્રી નોંધાયુ હતું. આઈએમડી જયપુરે પ્રદેશમાં કોલ્ડ ડે અંગે એલર્ટ જાહેર કર્યું છે. 

3 રાજ્યો માટે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં વરસાદ અંગે એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે હિમાચલ પ્રદેશ, યુપી, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. 

ગુજરાતમાં હવામાન
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આજે પણ ઠંડીનો ચમકારો યથાવત રહી શકે છે. પવનની ગતિ વધતા ઠંડીનો અનુભવ થશે. આજે વાસી ઉતરાયણના દિવસે પણ પવન સારો રહેશે એટલે પતંગના રસિયાઓને મોજ પડી શકે છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news