Gujarat Weather Forecast Today: દિલ્હીમાં ફરી વધ્યું યમુનાનું જળસ્તર, ગુજરાતમાં આજથી આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

All India Weather Forecast: દિલ્હીમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદ પડી શકે છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરીથી એકવાર વધી ગયું છે. સોમવારે 3 કલાક પડેલા વરસાદના કારણે યમુનાનું જળસ્તર 205.80 મીટર રેકોર્ડ કરાયું છે. આગામી કેટલાક રાજયોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત પણ સામેલ છે. જુઓ શું કહે છે આગાહી....

Gujarat Weather Forecast Today: દિલ્હીમાં ફરી વધ્યું યમુનાનું જળસ્તર, ગુજરાતમાં આજથી આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

All India Weather Forecast: દિલ્હીમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદ પડી શકે છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરીથી એકવાર વધી ગયું છે. સોમવારે 3 કલાક પડેલા વરસાદના કારણે યમુનાનું જળસ્તર 205.80 મીટર રેકોર્ડ કરાયું છે. આથી જે વિસ્તારોમાં પાણી ભરેલા છે ત્યાં લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. આઈટીઓમાં એકવાર ફરીથી રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા. અનેક ફૂટ પાણી ભરાવવાના કારણે ત્યાં પણ અનેક રસ્તાઓ બંદ છે. આગામી કેટલાક રાજયોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત પણ સામેલ છે. જુઓ શું કહે છે આગાહી....

ગુજરાત માટે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ક્યા જિલ્લામાં વરસાદ પડશે તેની માહિતી આપી છે. હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 18થી 22 જુલાઈ માટે વરસાદની આગાહી કરી છે. 

18 જુલાઈ માટે હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 18 જુલાઈ એટલે કે મંગળવારે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારી, વલસાદ , દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન 30-40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ, દમણ જેવા વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

19 જુલાઈ માટે વરસાદની આગાહી
હવામાન વિભાગે 19 જુલાઈ માટે સાઉથ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

20 જુલાઈ માટે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે 20 જુલાઈએ નવસારી, વલસાદ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

21 જુલાઈની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 21 જુલાઈએ સાઉથ ગુજરાતના સુરત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો નવસારી, વલસાદ, દમણ, જુનાગઢ, રાજકોટ, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય કચ્છ, જામનગર અને દ્વારકા, તાપી, ભરૂચ, ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

22 જુલાઈની આગાહી
ગુજરાતના હવામાન વિભાગ પ્રમાણે 22 જુલાઈએ કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય નવસારી, ડાંગ, વલસાદ, તાપી, દ્વારકા, પોરબંદર, મોરબી, દ્વારકા જેવા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે વરસાદની સ્થિતિને જોતા કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય નવસારી અને વલસાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દાહોદ, અરવલ્લી, સારબકાંઠા, મહીસાગર, તાપી, નર્મદા, ભરૂચ, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ઉત્તરાખંડમાં આગામી 48 કલાક સાવધાન!
ઉત્તરાખંડ હવામાન વિભાગે આગામી 48 કલાક માટે પ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દહેરાદૂન સહિત પ્રદેશના પહાડી વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. દહેરાદૂનમાં પણ એક કલાકના વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબાડૂબ થઈ ગયા. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની શક્યતા છે. જેનાથી નદીઓના જળસ્તર ફરીએકવાર વધી શકે છે. 

તાજ મહેલ સુધી પહોંચ્યું પાણી
યમુનાનું જળસ્તર વધવાથી આગ્રામાં પણ પૂરનું જોખમ તોળાઈ રહ્યુ છે. તાજમહેલના વ્યૂ પોઈન્ટ સુધી યમુનાનું પાણી પહોંચી ગયું છે. આથી ત્યાં પર્યટકોના જવા પર રોક લગાવવામાં આવી છે. હાલાત જોતા લોકોએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધુ છે. હાલ તાજમહેલને કોઈ જોખમ નથી પરંતુ સ્થિતિ પર પ્રશાસનની નજર છે. 

મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં પણ વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન ખાતાએ આજે મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. 18-19 જુલાઈના રોજ વરસાદનું જોર વધશે. મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજસ્થાનના પૂર્વ ભાગમાં 23 જુલાઈ સુધી યલ્લો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

પશ્ચિમી રાજસ્થાનના બીકાનેરના સંભાગના  કેટલાક ભાગોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે જતાવી છે. જોધપુર, બિકાનેર, સંભાગના મોટાભાગના ભાગોમાં 19-25 જુલાઈના સમયગાળામાં ચોમાસું સક્રિય થવાથી વરસાદની ગતિવિધિઓ વધશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news