PM મોદી શ્રીરામલલાના દર્શન પહેલાં કેમ ગયા હનુમાન ગઢી મંદિર? જાણો શું છે કારણ
શ્રી રામલલા પહેલાં હનુમાનગઢીના દર્શન પ્રધાનમંત્રીએ કેમ કર્યા? આખરે તેનો ઇતિહાસ અથવા ધાર્મિક મહત્વ કેમ છે? જોકે વારાણસીમાં જે પ્રકારે કાલ ભૈરવને કાશીના કોટવાળ કહેવામાં આવે છે અને ત્યાં જવું જરૂરી છે, આ તે પ્રકારની માન્યતા છે.
Trending Photos
અયોધ્યા: આજે અયોધ્યા (Ayodhya)માં પહોંચતાં જ શ્રી રામલલાના દરશ કરતાં પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) હનુમાનગઢી આવ્યા. એવામાં દરેકના મનમાં આ ઉત્સુકતા છે આખરે શ્રી રામલલા પહેલાં હનુમાનગઢીના દર્શન પ્રધાનમંત્રીએ કેમ કર્યા? આખરે તેનો ઇતિહાસ અથવા ધાર્મિક મહત્વ કેમ છે? જોકે વારાણસીમાં જે પ્રકારે કાલ ભૈરવને કાશીના કોટવાળ કહેવામાં આવે છે અને ત્યાં જવું જરૂરી છે, આ તે પ્રકારની માન્યતા છે.
માનવામાં આવે છે કે લંકા વિજય બાદ હનુમાન જી સરયૂ નદીના જમણા તટ પર એક ઉંચા ટેકરા પર ગુફામાં રહેવા લાગ્યા હતા અને અહીંથી તે અયોધ્યાની રક્ષા કરતા હતા. આ જગ્યાને પછી હનુમાનગઢી અથવા રામકોટ તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં આ એક વિશાળ મંદિર બની ગયું અને જે પ્રકારે ગુફા હોય છે, તે પ્રકારે આ મંદિરમાં નીચે જવા માટે 76 સીડીઓ છે.
પછી એ માન્યતા બની ગઇ કે જન્મભૂમિ અથવા રામલલાના દર્શ કરતાં પહેલાં હનુમાનગઢીના દર્શન જરૂરી રહેશે. એટલા માટે પીએમ મોદી સાથે સીએમ યોગી આદિત્યનાથ પણ પહેલાં હનુમાનગઢીજીના દર્શન કર્યા અને તેમને શ્રી રામલલાના દર્શનની અનુમતિ માંગવાની પરંપરાનું નિર્વાહ કર્યું.
જોકે હનુમાનગઢીના આ મંદિરને લઇને તમામ કહાનીઓ સામે આવી છે કે કેવી રીતે નિર્માણી અખાડાના સંત અભયરામ દાસના સહયોગથી ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ત્યારે થયું જ્યારે 10મી સદી પહેલાં અહીં બનેલા એક મંદિરને ઔરંગજેબકાળમાં ધ્વસ્થ કરી દેવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે