અમેરિકામાં બોલ્યાં મોહન ભાગવત, જન કલ્યાણ માટે દુનિયાના હિંદુઓ એક થઈ જાઓ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે હિંદુ સમુદાયને એકજૂથ થઈને માનવ કલ્યાણ માટે કામ કરવાની અપીલ કરી
Trending Photos
શિકાગો: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે હિંદુ સમુદાયને એકજૂથ થઈને માનવ કલ્યાણ માટે કામ કરવાની અપીલ કરી. વિશ્વ હિંદુ સંમેલનમાં લગભગ 2500 લોકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યું કે હિંદુ સમાજમાં પ્રતિભાવાન લોકોની સંખ્યા ખુબ છે. હિંદુ સિદ્ધાંતથી પ્રેરિત પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું કે 'પરંતુ તેઓ ક્યારેય ભેગા થતા નથી. હિંદુઓનું એક થવું એ પોતાનામાં જ એક મુશ્કિલ કાર્ય છે. તેમણે કહ્યું કે હિંદુઓ હજારો વર્ષથી હેરાન થઈ રહ્યાં છે કારણ કે તેઓ પોતાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું અને આધ્યાત્મિકતા ભૂલી ગયા છે. તમામ લોકોના એકસાથ થવા પર ભાર મૂકતા ભાગવતે કહ્યું કે આપણે એક સાથ થવું પડશે.'
ભાગવતે એમ પણ કહ્યું કે આપણા મૂલ્ય જ આજની તારીખમાં સાર્વજનિક મૂલ્ય બની ગયા છે. તેને જ હિંદુ મૂલ્ય કહે છે. દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં આપણે આધ્યાત્મિક ગુરુઓની જેમ છીએ. તેમણે કહ્યું કે પૈસા જ બધુ નથી હોતું. આપણી પાસે જ્ઞાન અને બુદ્ધિ પણ છે, પંરતુ આપણે આપણા સંસ્કાર ભૂલવા જોઈએ નહીં. આપણે હંમેશા એક બીજાની સાથે મળીને કામ કરવાની ભૂલી જઈએ છીએ.
અત્રે જણાવવાનું કે 11 સપ્ટેમ્બર 1893માં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ સંસદમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. જેની 125મી વર્ષગાઠના અવસરે વિશ્વ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
સાત સપ્ટેમ્બરથી નવ સ્પ્ટેમ્બર સુધી આયોજિત થનારા વિશ્વ હિંદુ કોંગ્રેસમાં 80 દેશોમાંથી 2500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે. વિશ્વ હિંદુ કોંગ્રેસના આયોજકોમાંથી એક બાજુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી)ના પૂર્વ વિદ્યાર્થી સ્વામી વિજ્ઞાનાનંદે એક સવાલના જવાબમાં જણાવ્યું કે આરએસએસ પ્રમુખે દુનિયાના વિભિન્ન હિસ્સાઓમાં વસેલા હિંદુઓને એકજૂથ થવા પર અને માનવતાના હિતમાં એક જ પ્રકારે વિચારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે 'આ કોઈ ધાર્મિક સંમેલન નથી.'
વિજ્ઞાનાનંદે કહ્યું કે વિશ્વ હિંદુ કોંગ્રેસનો હેતુ હિંદુ સમાજને એકજૂથ કરવાનો છે અને આ સાથે જ સમાજના હિતોનું ધ્યાન રાખવું અને દુનિયાના અન્ય વંચિત, હાશિયામાં ધકેલાયેલા સમુદાયોની મદદ કરવાનો છે. તેમણે કહ્યું કે આ સંમેલન ન તો ધાર્મિક છે, ન તો દાર્શનિક છે. સંમેલનમાં સમુદાય સંલગ્ન મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવશે. તેમાં એ મુદ્દાઓ પર ભાર મૂકાશે જે આધુનિક સમયમાં કોઈ પણ સમુદાયની પ્રગતિ માટે પ્રાસંગિક છે.
વિજ્ઞાનાનંદે કહ્યું કે 3 દિવસના આ સંમેલનમાં 80થી વધુ દેશોના 2500થી વધુ પ્રતિનિધિઓ અને 250થી વધુ વક્તાઓ ભાગ લઈ રહ્યાં છે. આ સંમેલનમાં આર્થિક, શૈજ્ઞણિક, મીડિયા, સાંગઠનિક, રાજકીય અને મહિલાઓ તથા યુવાઓ સંબંધિત મુદ્દા પર સત્ર રાખવામાં આવ્યાં છે. જેમાં વૈશ્વિક હિંદુ સમુદાયના મૂલ્યો, રચનાત્મકતા અને ઉદ્યોગ સાહસિક ભાવનાને પણ પ્રદર્શિત કરવામાં આવશે.
વિશ્વ હિંદુ કોંગ્રેસના સંયોજક અભય અસ્થાનાએ જણાવ્યું કે આ સંમેલન હિંદુઓને પરસ્પર જોડવા, વિચારોના આદાન પ્રદાન કરવા, એકબીજાને પ્રેરિત કરવાનો વૈશ્વક મંચ છે. અસ્થાના વિશ્વ હિંદુ પરિષદની અમેરિકાની શાખાના અધ્યક્ષ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે