પ્રધાનમંત્રી મોદીથી પ્રભાવિત થઈ રાજનીતિમાં આવ્યો WWE નો આ ખતરનાક રેસલર! અંડરટેકરને પણ પછાડી ચૂક્યો છે!
WWE Wrestler Join BJP: ભારતના પ્રખ્યાત રેસલર ધ ગ્રેટ ખલી ગુરુવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ દિલ્હીમાં બીજેપીના કેન્દ્રીય કાર્યાલયમાં પાર્ટીમાં જોડાયા છે.
ગ્રેટ ખલીએ કુસ્તી બાદ રાજકીય મેદાનમાં કર્યો પ્રવેશ કર્યો
PM મોદીથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા ખલી
WWE માં વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકયો છે ગ્રેટ ખલી
અંડરટેકરને પછાડનાર રીંગનો રાજા હવે રાજનીતિમાં!
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના પ્રખ્યાત રેસલર ધ ગ્રેટ ખલીએ પોતાની રાજકીય સફર શરૂ કરી દીધી છે. આજે (ગુરુવારે) ખલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ દિલ્હીમાં બીજેપીના કેન્દ્રીય કાર્યાલયમાં પાર્ટીમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને બીજેપી સાંસદ સુનીતા દુગ્ગલે તેમને પાર્ટીમાં સામેલ કર્યા.
I'm glad to have joined BJP... I feel that PM Modi's work for the nation makes him the right Prime Minister. So, I thought why not be a part of his governance for the nation's development. I joined BJP after being influenced by BJP's national policy: Wrestler The Great Khali pic.twitter.com/RjwU4XIw16
— ANI (@ANI) February 10, 2022
પંજાબમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે-
ભૂતપૂર્વ WWE ચેમ્પિયન ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે. ખલી પંજાબ પોલીસમાં રહી ચૂક્યો છે. તેમના ભાજપમાં જોડાયા બાદ એવું માનવામાં આવે છે કે પંજાબમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે. જોકે ખલી મૂળ હિમાચલ પ્રદેશનો છે. પરંતુ તે જલંધરમાં કોન્ટિનેંટલ રેસલિંગ એકેડમી (CWE) ચલાવે છે. આ એકેડમીમાં ખલી યુવાનોને રેસલિંગના ટ્રિક્સ શીખવે છે.
'પીએમનું કામ જોઈને ભાજપમાં જોડાયા'
પાર્ટીની સદસ્યતા લેતા ખલીએ કહ્યું કે ભાજપમાં જોડાઈને તે ખૂબ જ સારું અનુભવી રહ્યો છે. તેણે કહ્યું કે 'WWEમાં મને નામ અને સંપત્તિની કમી નહોતી. પરંતુ દેશ પ્રત્યેનો પ્રેમ મને પાછો ખેંચી ગયો. પીએમ મોદીએ દેશ માટે કરેલા કામને જોઈને હું ભાજપમાં જોડાયો છું. મેં વિચાર્યું કે દેશની પ્રગતિની આ યાત્રામાં કેમ ન જોડાઈ જઈએ. તેમણે કહ્યું કે 'ભાજપની નીતિ ભારતને આગળ લઈ જવાની છે. તેનાથી પ્રભાવિત થઈને હું ભાજપમાં જોડાયો છું. પક્ષ જ્યાં પણ મારી ફરજ લાદશે, હું તેને નિભાવવાનો પૂરો પ્રયાસ કરીશ.
ગયા વર્ષની શરૂઆતમાં ગ્રેટ ખલી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની મીટિંગના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પછી રાજકીય અટકળોનું બજાર ગરમાયું હતું. એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ પંજાબની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે