Zee Sammelan 2022: ગરીબોને ક્યાં સુધી મળશે મફત રાશનનો લાભ? રાજનાથ સિંહે આપ્યો આ જવાબ

ઝી સંમેલન સંવાદ જરૂરી ની શરૂઆત રક્ષામંત્રીના સંબોધન સાથે થઈ હતી. તેમણે પોતાના સંબોધનમાં અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં તેમણે એ પણ જણાવ્યું કે 2014 બાદ ભારતની અર્થવ્યવસ્થાકેવી રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. રક્ષામંત્રીએ આ દરમિયાન 2014 બાદ મોદી સરકાર દ્વારા કરાયેલા કાર્યોને પણ ગણાવ્યાં. 

Trending Photos

Zee Sammelan 2022: ગરીબોને ક્યાં સુધી મળશે મફત રાશનનો લાભ? રાજનાથ સિંહે આપ્યો આ જવાબ

Zee Sammelan 2022: ઝી સંમેલન સંવાદ જરૂરી ની શરૂઆત રક્ષામંત્રીના સંબોધન સાથે થઈ હતી. તેમણે પોતાના સંબોધનમાં અનેક મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં તેમણે એ પણ જણાવ્યું કે 2014 બાદ ભારતની અર્થવ્યવસ્થાકેવી રીતે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. રક્ષામંત્રીએ આ દરમિયાન 2014 બાદ મોદી સરકાર દ્વારા કરાયેલા કાર્યોને પણ ગણાવ્યાં. 

રક્ષામંત્રીએ કહ્યું કે સંવાદ જરૂરી છે. લોકતંત્રના સ્વાસ્થ્ય માટે સંવાદ  જરૂરી છે. સંવાદની પોતાનું એક મહત્વ છે. 8 વર્ષમાં સરકારે જે કામ કર્યું તેના ઉપર વાત કરીશું. સરકારે શું કર્યું શું નથી કર્યું તે તમે વધુ સારી રીતે જાણો છો. તેમણે કહ્યું કે એક શબ્દ છે સી ચેન્જ. આ આપણને જોવા મળશે. મારું માનવું છે કે 2014 પહેલા જે પ્રકારના હાલાત હતા, 2014ની જે ચૂંટણી થઈ હતી તે સમયે કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે દેશની જનતા કોંગ્રેસથી નારાજ હશે. એ જ કારણે તેમને હાર મળી. 2014 બાદ મોદી સરકારે વિઝન સાથે કામ કર્યું છે. 

રાજનાથ સિંહે કહ્યું કે એ વાત તો સૌએ સ્વીકારવી પડશે કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત આજે જે પણ બોલે છે તે સમગ્ર દુનિયા કાન ખોલીને સાંભળે છે. એક આત્મવિશ્વાસ અને ભરોસા સાથે અમારી સરકારે કામ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત એક સમયે બ્રેકઆઉટ નેશનની શ્રેણીમાં હતું. પરંતુ હવે એવું નથી. હવે ભારત સ્ટેન્ડ આઉટ નેશનની શ્રેણીમં છે. 2013-2014માં દેશની અર્થવ્યવસ્થા કેવી હતી તે બધાને ખબર છે. 2014 બાદ અમારી સરકાર આવ્યા બાદ અર્થવ્યવસ્થા અંગે અનેક પગલાં લેવામાં આવ્યા. 

ક્યાં સુધી મળશે મફત રાશન?
રક્ષામંત્રી રાજનાથ સિંહે ઝી ન્યૂઝના મંચથી એ પણ જણાવ્યું કે ગરીબોને મફત રાશન ક્યાં સુધી મળતું રહેશે? તેમણે કહ્યું કે કોરોનાના કારણે ગરીબ પરિવારોની સામે આર્થિક સંકટની સાથે ભોજન સંકટ પણ ઊભું થયું હતું. ગરીબોનું આ સંકટ દૂર કરવા મોદી સરકારે સંવેદનશીલતાનો પરિચય આપતા ગરીબોને મફત રાશન આપવાનો નિર્ણય લીધો. 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે કોઈ સવાલ કરી શકે છે કે સરકાર ક્યાં સુધી મફત રાશન આપશે. કોરોનાના કારણે જે સંકટ ઊભું થયું હતું જ્યાં સુધી તે ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી સરકાર ગરીબોને મફત રાશન આપતી રહેશે.   

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news