GOOGLE ની જોબ આપવા HR ઈન્ટરવ્યું કરતો હતો, કંપનીએ ચાલુ ઈન્ટરવ્યુમાં કહ્યું ભાઈ તું પણ ઘરભેગો થા!
Google કંપનીએ તાજેતરમાં 12 હજાર કર્મચારીઓની છટણી કરી છે. એક કર્મચારી જાણતો ન હતો કે તેને નોકરીમાંથી નિકાળી દેવામાં આવ્યો છે તે તેની જગ્યા સુઘી પહોંચવા જાય તે પહેલા તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. આવી જ રીતે એક HR ફોન પર એક વ્યક્તિનું ઈન્ટરવ્યું લઈ રહ્યો હતો અને તેજ સમયે તેને ફોન કટ કરાવીને તેને કંપનીએ જાકારો આપી દીધો.
Trending Photos
નવી દિલ્હીઃ Google રંપનીએ રિક્રૂટરમે અચાનક જ નોકરીમાંથી કાઢી મુક્યો. જે વખતે HRને કાઢી મુકવામાં આવ્યા હતે તે જ સમયે HR ફોન પર એક વ્યક્તિનું ઈન્ટરવ્યું લઈ રહ્યા હતા. Google કંપનીએ તાજેતરમાં 12 હજાર કર્મચારીઓની છટણી કરી છે. એક કર્મચારી જાણતો ન હતો કે તેને નોકરીમાંથી નિકાળી દેવામાં આવ્યો છે તે તેની જગ્યા સુઘી પહોંચવા જાય તે પહેલા તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. આવી જ રીતે એક HR ફોન પર એક વ્યક્તિનું ઈન્ટરવ્યું લઈ રહ્યો હતો અને તેજ સમયે તેને ફોન કટ કરાવીને તેને કંપનીએ જાકારો આપી દીધો.
HRને પણ બહારનો રસ્તો બતાવી દેવાયો-
Google કંપનીમાં રિક્રૂટર તરીકે કામ કરતા HR ડેન લેનિગન-રયાનને બિજનેસ ઈનસાઈડરે બતાવ્યું કે, તેમને તે વખતે નિકાળવામાં આવ્યા જ્યારે તે ફોન પર ઈન્ટરવ્યું લઈ રહ્યા હતા. આ સમયે કંપની તરત તેમાના કોલની લાઈન કાપી નાખી હતી. ત્યાર બાદ તેમને ઈન્ટરનલ કંપની વેબસાઈટ પર લૉગઈન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૉગઈન ન થયું. માત્ર આ HR સાથે આવી ઘટના બની તેમ નથી. કંપનીના કેટલાક સભ્યોના પણ એકાઉન્ટ લોક થઈ ગયા હતા તે સમય એવું જણાવવામાં આવ્યું કે ટેક્નિકલ પ્રોબ્લેમ છે. એ સમયે કંપનીએ છટણીની વાત કરી ન હતી.
ન્યૂઝમાં જાણવા મલી છટણીની ખબર-
Google કંપનીમાંથી જે કર્મીઓની છટણી કરવાની હતી તેમને તેમનું વેબસાઈટ એક્સિસ ગુમાવી દીધુ હતુ આ ઉપરાત તે તેમનું ઈમેલ આઈડી પણ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. Google કંપનીના કર્મચારીઓનું કહેવું છે કે દરેક જગ્યાથી બ્લોક કરવામાં આવ્યા ત્યાં સુધી કઈ જાણતા ન હતા 15-20 મિનિટ પછી ટીવીમાં ખબર જોઈ ત્યારે જાણવા મળ્યું કે Google કંપની 12 હજાર કર્મીઓની છટણી કરવાની છે.
સોશિયલ મીડિયા પર મુકી લાંબી પોસ્ટ-
કર્મચારીઓ લાંબી પોસ્ટ કરતા લખ્યું કે Google તેમણી ડ્રીમ કંપની હતી. પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ચાલી ન શકી.
CEO સુંદર પિચાઈએ લીધી જવાબદારી-
Google કંપનીએ દરેક વિભાગોમાંથી 12 હજાર કર્મચારીઓની છંટણી કરી છે. કંપનીના CEO સુંદર પિચાઈએ છટણી જવાબદારી લીધી. છૂટી કરાયેલા તમામ કર્મચારીોને સેવરેંસ પેકેડજ આપવાનો વાયદો કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે