Offbeat Career Options: ધોરણ 12 પછી આ ઓફબીટ કરિયર પસંદ કરો, નાની ઉંમરમાં શરુ થઈ જશે લાખોનો પગાર

Offbeat Career Options: ખૂબ ઓછા લોકો ધોરણ 12 પછી થતા આ કોર્સ વિશે જાણે છે.  આ કોર્સ કરવામાં સમય પણ ઓછો લાગે છે. ખાસ વાત એ છે કે આ કોર્સ કરનાર દીકરા-દીકરીઓને મોટી મોટી કંપનીઓ લાખો રૂપિયાના પગાર સાથે નોકરી ઓફર કરતી હોય છે. 

Offbeat Career Options: ધોરણ 12 પછી આ ઓફબીટ કરિયર પસંદ કરો, નાની ઉંમરમાં શરુ થઈ જશે લાખોનો પગાર

Offbeat Career Options: ધોરણ 12 પાસ કર્યા પછી મોટાભાગે કોમર્સ લેનાર વિદ્યાર્થીઓ સીએ, સીએસ, બેન્કિંગ કે બીકોમ કરવા આગળ વધે છે. જેમણે સાયન્સ રાખ્યું હોય તેવો બાયોલોજી અથવા તો મેથ્સમાંથી કોઈ એક સબ્જેક્ટ રાખી મેડિકલ કે ફાર્મસી ફિલ્ડમાં આગળ વધે છે. જ્યારે આર્ટસ રાખનાર વિદ્યાર્થીઓ કોલેજ કરી લિટરેચર, સિવીલ સર્વિસ સંબંધિત અભ્યાસ કરતા હોય છે. ખૂબ ઓછા વિદ્યાર્થી એવા હોય છે જે આ ત્રણ સ્ટ્રીમથી અલગ કોઈ કોર્સ કરવાનું પસંદ કરે છે. કેટલાક લોકોને આ અંગે જાણકારી પણ હોતી નથી. પરંતુ તમને જણાવી દઈએ કે જો તમારું બાળક ધોરણ 12 પછી કેટલાક ઓફ બીટ કરિયર ઓપ્શનને પસંદ કરે છે તો તે કોર્સ કર્યા પછી ઝડપથી લાખોના પેકેજની નોકરી મેળવી શકે છે.  

આજે તમને ધોરણ 12 પછી થઈ શકે તેવા ઓફબીટ કરિયર ઓપ્શન વિશે જણાવીએ. આ કોર્સ એવા છે જેને કમ્પ્લીટ કર્યા પછી તુરંત જ સારા પગારની નોકરી મળી શકે છે. ખાસ વાત એ છે કે આ કોર્સ કરવામાં સમય પણ ઓછો લાગે છે. એટલે કે જો તમે આ કોર્સ કરો છો તો કોર્સ પત્યાની સાથે જ તમને લાખોના પેકેજની નોકરી પણ મળી શકે છે. 

ધોરણ 12 પછીના ઓફબીટ કોર્સ 

ક્રિએટિવ મીડિયા 

ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ ક્રિએટિવ મીડિયામાં કોર્સ કરીને શાનદાર નોકરીઓ મેળવી શકે છે. ક્રિએટિવ મીડિયામાં ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. જેમાં ફેશન ટેકનોલોજી, ટેક્સટાઇલ ડિઝાઇન, લેધર ડિઝાઇનિંગ વગેરે જેવા કોર્સ પણ ઉપલબ્ધ હોય છે. જો તમે ક્રિએટિવ સ્કીલ ધરાવવો છો તો આ કોર્સ કરવા તમારા માટે બેસ્ટ સાબિત થશે આ કોર્સ કરનાર યુવાનોને કંપનીઓ હાઈ સેલેરી આપીને હાયર કરે છે. 

ગ્રાફિક ડિઝાઇનિંગ 

માર્કેટમાં ગ્રાફિક ડિઝાઇનિંગ ક્ષેત્રમાં પણ ઉજવળ તકો છે. ધોરણ 12 પછી શોર્ટ ટર્મ કોર્સ કરવા માંગતા હોય તો ગ્રાફિક ડિઝાઇનિંગ કોર્સ કરી શકાય છે. જેમાં ગ્રાફિક ડિઝાઇનિંગમાં પણ અલગ અલગ કોર્સના ઓપ્શન ઉપલબ્ધ છે. જેમાં કોમ્યુનિકેશન પ્રોગ્રામ, ડિપ્લોમા ઈન ડિઝાઇનિંગ, પ્રિન્ટિંગ મીડિયા એન્ડ એન્જિનિયરિંગ કોર્સ કરીને તમે સારી કમાણી કરી શકો છો. 

પેન્ટ ટેકનોલોજી કોર્સ 

ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રી અને હોમ ફર્નિસીંગ કંપનીઓ પેન્ટ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને લાખો રૂપિયાના પગાર સાથે નોકરી ઓફર કરતી હોય છે. આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે ધોરણ 12 પછી આ કોર્સ કરી શકાય છે. આ કોર્સ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ લેબોરેટરી કલકત્તા અથવા તો યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મહારાષ્ટ્રમાંથી થાય છે. 

અન્ય ઓફ બીટ કોર્સ

ફોરેસ્ટ સંબંધિત કોર્સ
ફુડ ટેકનોલોજીના કોર્સ
એગ્રીકલ્ચરલ રિસર્ચમાં કૃષિ સંબંધિત કોર્સ
પ્લાસ્ટિક ટેકનોલોજીના કોર્સ કરીને પણ લાખોની કમાણી કરી શકાય છે. 
ફાયર ઈંજીનિયરિંગ કોર્સ

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news