Sarkari Naukri: ભારત સરકારની આ કંપની માટે નીકળી છે ભરતી, 74000 રૂપિયા સુધી પગાર, જાણો વિગતો
Government Job: ભારત સરકારની જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, PGCIL માં નોકરીની તક છે. PGCIL એ જૂનિયર ટેક્નીશિયન ટ્રેઈની (ઈલેક્ટ્રીશિયન) જગ્યાઓ માટે ભરતી કાઢી છે.
Trending Photos
Government Job: ભારત સરકારની જાહેર ક્ષેત્રની મહારત્ન કંપની પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, PGCIL માં નોકરીની તક છે. PGCIL એ જૂનિયર ટેક્નીશિયન ટ્રેઈની (ઈલેક્ટ્રીશિયન) જગ્યાઓ માટે ભરતી કાઢી છે. કુલ 203 ભરતી નીકળી છે. જેમાં સામાન્ય માટે 89, ઈડબલ્યુએસ માટે 18, ઓબીસી માટે 47, એસસી માટે 39, એસટી માટે 10, પીડબલ્યુડીબી માટે 8, એક્સ સર્વિસમેન માટે 19 જગ્યા અનામત છે.
ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે. જેના માટે 22 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી માટે છેલ્લી તારીખ 12 ડિસેમ્બર છે. ઉમેદવાર અધિકૃત વેબસાઈટ powergrid.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ પહેલા ભરતી માટે યોગ્યતા, પસંદગીની જાણકારીની વિગતો ખાસ જાણી લો.
યોગ્યતા
PGCIL જૂનિયર ટેક્નીશિયન પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે ઈલેક્ટ્રિકલ ટ્રેડથી આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ધ્યાન આપો કે ડિપ્લોમા અથવા બીઈ/ બીટેકવાળા અરજી કરવા પાત્ર નથી. આ ઉપરાંત ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર મર્યાદા 27 વર્ષ હોવી જોઈએ.
પગાર
પસંદગી પામેલા ઉમેદવારોને શરૂઆતમાં એક વર્ષ માટે ટ્રેનિંગ પીરિયડ પર રાખવામાં આવશે. ત્યારે તેમને 18500 રૂપિયા માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. ટ્રેનિંગ પીરિયડ સમાપ્ત થયા બાદ તેમને 21500 રૂપિયા બેઝિક પે સાથે 21500-3%-74000/ નું પે લેવલ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોને પસંદગી માટે લેખિત પરીક્ષા આપવી પડશે. ત્યારબાદ તેમના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે ત્યારે જઈને ફાઈનલ માટે સિલેક્શન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે