'શિવરાત્રી મેળામાં મૂજરા, અખાડામાં વેશ્યાઓ લાવે છે...', મહેશગીરીએ હરિગિરી બાપુ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
મહેશગિરીએ હરિગિરી બાપુ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. ભવનાથમાં થતી ગેર પ્રવૃતિઓ મુદ્દે પણ આપ્યા ખુલાસા. શિવરાત્રિના મેળામાં મૂજરાઓ થઈ રહ્યા હતા. સાધુ સંતો કેક કટિંગ કરીને ઉજવે છે જન્મદિવસ. હરિગિરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે. સરકારને વિનંતી કરું છું કે તમે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપો.
Trending Photos
ઝી બ્યુરો/જૂનાગઢ: છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ ગાદી વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિવાદને લઈ પ્રયાગરાજથી જૂના અખાડા પરિષદ દ્વારા એક નિર્ણય કરાયો છે. જેમાં કેટલાક મહંતોને જૂના અખાડા પરિષદમાંથી હટાવવામાં આવ્યા છે. મહેશગીરી બાપુ, મહાદેવગીરી બાપુ, કનૈયાગીરી બાપુ અને અમૃતગિરિ બાપુને જૂના અખાડા પરિષદમાંથી દૂર કરાયા છે. ત્યારબાદ મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મોટા ખુલાસા કર્યા છે. જી હા...મહેશગીરી બાપુએ હરીગીરી બાપુ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે.
હરીગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે: મહેશગીરી બાપુ
મહેશગીરી બાપુએ ભવનાથમાં થતી ગેર પ્રવૃતિઓને લઈને ખુલાસા કર્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે શિવરાત્રી મેળામાં મૂજરાઓ થઈ રહ્યા છે. સાધુ-સંતો કેક કટીંગ કરીને જન્મદિવસ ઉજવે છે. જુના આંકડાના બિલ્ડિંગમાંથી સાધુઓ દારૂ પીને લઈ જતા વિડિયો પણ સામે આવ્યા છે. મહેશગીરી બાપુએ જણાવ્યું કે હરીગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે. કોઈના બાપની તાકાત નથી મને પ્રયાગરાજ આવતા રોકે. હું સરકારને વિનંતી કરું છું કે તમે ભવનાથ અને જૂનાગઢમાં ધ્યાન આપો. ભ્રષ્ટાચારીઓ જૂનાગઢને અને ભવનાથને ખતમ કરી નાખશે. ભ્રષ્ટાચારીઓ હરગીરી ગેંગને બચાવવા નીકળી પડ્યા છે.
"હરિગિરીને હું છોડીશ નહીં, અખાડામાં વેશ્યાઓ લાવે છે...", જૂનાગઢના મહંત મહેશગીરી બાપુએ વીડિયો આપી મોટા ખુલાસા કર્યા..#maheshgiribapu #harigiribapu #junagadh #gujarat pic.twitter.com/czJwvBM5N0
— Zee 24 Kalak (@Zee24Kalak) January 30, 2025
જો હું કોર્ટમાં જઈશ તો બધાને તકલીફ પડશે: મહેશગીરી બાપુ
અખાડા પરિષદ દ્વારા મહેશગીરી બાપુને મહાકુંભમાં પ્રવેશ પર પ્રતિબંધને લઈને આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં મહેશગીરી બાપુએ હરીગીરી બાપુ પર અનેક ગંભીર પ્રહારો કરીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે જો સરકાર યોગ્ય તપાસ કરે તો હરીગીરી બીજા દિવસે જેલમાં જાય એમ છે. હરીગીરી જેલમાં જશે તો લાખો સાધુ-સંતો રાજી થશે. હરીગીરી કોઈ મોટી તોપ નથી, ડરપોક છે, હરીગીરી અને પ્રેમગીરીની ગેંગના મોટા કૌભાંડ બહાર આવશે. જો હું કોર્ટમાં જઈશ તો બધાને તકલીફ પડશે. મોટા સાધુ-સંતોના ફોન આવ્યા કે હરીગીરી સમાધાન કરવા માંગે છે, અધર્મ સાથે શા માટે સમાધાન? અંબાજી મંદિરની દશનામ પરિવારનો અધિકાર છે, 25 પેઢીથી સેવા કરે છે.
પ્રેમગીરીએ યૌન શોષણ કર્યું, જૂના અખાડામાં વેશ્યાવૃત્તિ કરતા પકડાયા: મહેશગીરી બાપુ
તેમણે ઉમેર્યું હતું કે, પ્રેમગીરીએ યૌન શોષણ કર્યું છે. જૂના અખાડામાં વેશ્યાવૃત્તિ કરતા પકડાયા હતા, હરીગીરી ના ચેલાના પંડાલમાં મુજરા ચાલતા હતા. ગીરીશ કોટેચાના ઘરના બધા ટીકીટ લેવા પહોંચી ગયા હતા. જૂનાગઢની જનતાએ જાગવું પડશે. હરીગીરી અનપઢ ગવાર છે, એને કાયદાનું કોઈ ભાન નથી. અખાડામાં પરંપરા એ છે કે કારણદર્શક નોટિસ જેને જાજમ બિછાના કહેવાય છે, પછી પંચ બેસીને નક્કી કરે છે. સરપંચ જે રીતે કોઈ ખેડૂતને પદભ્રષ્ટ કરે તેવી આ બાબત છે. હરીગીરીને અખાડામાંથી કાઢો તેવી અખાડાને વિનંતી છે.
90% અખાડાના સાધુ સંતો ડરથી બહાર આવતાં નથી: મહેશગીરી બાપુ
ગીરીશ કોટેચા પર મહેશગીરી બાપુએ પ્રહાર કરતા જણાવ્યું કે, લોહાણા જ્ઞાતિમાં ઘણા સારા લોકો છે, પણ આનાથી જૂનાગઢને મુક્ત કરો. સમાધાન એક જ વાતે કરીશ કે હરીગીરી ગિરનાર છોડી દે. હરીગીરી એની ફૌજને પહેલા જૂએ..બહિષ્કાર તો હરીગીરીનો થવો જોઈએ. 90% અખાડાના સાધુ સંતો ડરથી બહાર આવતાં નથી. સાધુ સંતોનો ડર જ હરીગીરીની તાકાત બની છે. મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સમાં હરીગીરીના પાંચ પાપ ગણાવ્યા હતા. જેમાં તેમણે મહાકુંભમાં પેશવાઈ થાય છે પહેલી વખત એવું થયું કે પરંપરા તુટી જે પાપ છે, તનીયા લગાવવામાં ન આવી, અખાડાની ઈજ્જત ધૂળમાં મળી રહી છે. તપાસ કમિટી બેસાડીએ તો બધા અંગ્રેજી પાર્ટી કરે છે.
એક એક સાધુ બહાર આવશે તો હરીગીરી એમને એમ જ સમાધિ લઈ લેશે!
શિવરાત્રીને અપવિત્ર કરવાનું કામ હરીગીરીએ કર્યું છે. તેની સાબિતી આપવા પત્રકાર પરિષદમાં વિડિયો રજૂ કર્યો હતો. અખાડો હરીગીરી ચલાવે છે, અખાડામાં દારૂ આવે છે, અખાડામાં વેશ્યા લઈને આવે છે, આ બધા હરીગીરીના ચેલા ચપાટા છે. ગીરનારને અપવિત્ર કરવાનું કામ કરે છે, સરકારને કહીશ કે તપાસ કરો કે જૂનાગઢમાં શું ચાલી રહ્યું છે? અમારા સાચા સાધુ બિચારા બોલતા નથી, મહાદેવગીરી પાસે પહોંચ છે. અખાડો શું હરીગીરીના બાપનો છે. શિવરાત્રીના મેળામાં હરીગીરીને આવવા દેવો કે નહીં એ હવે જૂનાગઢના લોકોને વિચાર કરવો પડશે. ઉત્તરપ્રદેશમાં જ્યારે બહેનો દીકરીઓની ઉપાડી જતાં હતા, ત્યારે દેશપ્રેમ ક્યાં હતો? નાગા સાધુને લઈને કેમ ન ગયા, ડરપોક માણસ છે. હરીગીરીના દબાણમાં બોલવું પડે પણ હવે હું જે કરીશ એ તમે કલ્પના પણ નહીં કરી હોય, હું હજી એક ટકા જ બહાર આવ્યો છું. એક એક સાધુ બહાર આવશે તો હરીગીરી એમને એમ જ સમાધિ લઈ લેશે. હું ભાગીશ નહીં આ ચેસ જેવું યુધ્ધ છે, 20 ફેબ્રુઆરીએ યજ્ઞ પુરો થશે એટલે આ બધા દુષ્ટોને ઉઘાડા પાડીશ, એનો વિનાશ કરીશ.
હરીગીરી મારી પર હુમલો કરાવી શકે છે: મહેશગીરી બાપુ
તેમણે ઉમેર્યું હતું કે, હરીગીરી મારી પર હુમલો કરાવી શકે છે. શિવરાત્રીનો મેળો બગાડી શકે છે. શિવરાત્રીના મેળામાં હરીગીરી જો કંઈ કરશે તો ઉત્તરનો પ્રત્યુતર આવશે. ગીરીશ કોટેચા ગાંડો માણસ છે, એમનો કોઈ ધંધો સાથે ચાલતો હશે, ગીરીશ કોટેચા ગાંડો થઈ ગયો છે, જૂનાગઢનું દુર્ભાગ્ય છે, જૂનાગઢનું સત્યાનાશ કર્યું. જૂનાગઢમાં ઈન્વેસ્ટીગેશન પત્રકારત્વનો અભાવ દેખાય છે. દ્રોણેશ્વરથી ગામના લોકો યજ્ઞમાં મારા માટે ચાખડી લઈને આવ્યા હતા. ગીરીશ કોટેચા પુરાવા રજૂ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે