Bad Pillow Side Effects: ખોટું ઓશીકું બગાડે છે તમારું આરોગ્ય, જાણો ચેક કરવાની રીત
ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તેમને રાત્રે યોગ્ય ઉંઘ આવતી નથી (Insomnia). સારી ઉંઘ માટે તેઓ ઘણી પદ્ધતિઓ અપનાવે છે. રાત્રે સ્નાન કરવાથી લઇને ડોક્ટરની જણાવેલી સલાહ પણ અજમાવે છે
Trending Photos
નવી દિલ્હી: Bad Pillow Side Effects: ઘણા લોકોની ફરિયાદ હોય છે કે, તેમને રાત્રે યોગ્ય ઉંઘ આવતી નથી (Insomnia). સારી ઉંઘ માટે તેઓ ઘણી પદ્ધતિઓ અપનાવે છે. રાત્રે સ્નાન કરવાથી લઇને ડોક્ટરની જણાવેલી સલાહ પણ અજમાવે છે. જો તમને પણ આવું કંઇક થયા છે, તો સ્લીપિંગ પિલ્સ લેવા અથવા રાતોરાત પોઝિશન બદલવાને બદલે, તમારું ઓશીકું (Pillow) એકવાર ચેક કરી લો (Pillow Hygiene). દરેક વસ્તુની જેમ તમારા ઓશીકાની પણ એક ઉંમર (Pillow Expiry Date) હોય છે.
ઓશીકું પણ થાય છે એક્સપાયર
કોઈપણ ઓશીકુંની સરેરાશ ઉંમર 18 થી 24 મહિના છે. સામાન્ય રીતે, તમારે દર 2 વર્ષે તમારું ઓશીકું બદલવું જોઈએ. ઓશીકાની ઉંમર (Pillow Expiry Date) પૂર્ણ થયા બાદ પણ તેનો ઉપયોગ કરવા પર ગળા, હાથ અથવા કમરમાં દુખાવાની ફરિયાદ કરી શકાય છે. આટલું જ નહીં, આખી રાતની આજુ બાજુ બદલાવને કારણે તમે સવારે થાક પણ અનુભવો છો. ઓશીકાની ઉંમરે અનુમાન લગાવવું ખૂબ જ સરળ છે. પીલો ટેસ્ટની (Pillow Test) મદદથી પણ તમે જાણી શકો છો કે તમારું ઓશીકું કોઈ કામનું છે કે નહીં.
ઓશીકાના આકારથી જાણો તેની સ્થિતિ
કોઈપણ નિષ્ણાતની સહાય વિના, તમે તમારી જાતે તપાસ કરી શકો છો કે તમારું ઓશીકું (Pillow Health) અસરકારક છે કે નહીં. ઓશીકાનો આકાર (Pillow Shape) તેની સ્થિતિને સમજવાનું સરળ બનાવે છે. જાણો કેવી રીતે ચેક કરો ઓશીકાની સ્થિતિ
1. જો તમારા ઓશીકામાં ગાંઠો પડી ગઈ છે અથવા તેની અંદર ભરેલું રૂ અથવા ફોમ એક બાજુ થઈ જાય છે તો સમજવું કે, તેને બદલવાનો યોગ્ય સમય આવી ગયો છે.
2. ઓશીકું વાપરતા પહેલા, જો તમારે તેને તમારા હાથથી આકાર આપવાની જરૂરિયાત પડે છે તો સમજવું કે, તમારું ઓશીકું ખરાબ થઈ ગયું છે. ધ્યાનમાં રાખો, જલદી તમને લાગે કે ઓશીકુંનો આકાર બદલાઈ રહ્યો છે, તરત જ તેને રિજેક્ટ કરી દો.
પીલો ટેસ્ટથી લો મદદ
ઓશીકાની ઉંમર તપાસવા માટે એક નાનો ટેસ્ટ (Pillow Test) કરવામાં આવે છે. આ માટે તમે ઓશીકાને મધ્યમાંથી ફોલ્ડ કરો અને તેને 30 સેકંડ માટે દબાવો અને છોડો. જો ઓશીકું ફરીથી તેના આકારમાં ન આવે, તો સમજી લો કે હવે તેને બદલવાનો યોગ્ય સમય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે