International Trip: આ વર્ષે વિદેશ ફરવા જવાનું સપનું કરી શકો છો પુરું, 50 હજાર સુધીના ખર્ચે ફરી શકો છો અહીં
International Trip Under 50,000: જરૂરી નથી કે વિદેશ ફરવા માટે તમને પાંચ દસ લાખની જરૂર પડે તમે ઓછા ખર્ચે પણ વિદેશ કરી શકો છો. આજે તમને આવી જ બજેટ ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ ટ્રીપ વિશે જાણકારી આપીએ. જો તમે પણ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પણ ફરવા માંગો છો તો 50000 રૂપિયાની અંદર તમે આ જગ્યાઓ ફરી શકો છો.
Trending Photos
International Trip Under 50,000: વિદેશ ફરવા જવાની ઈચ્છા દરેક વ્યક્તિની હોય છે. પરંતુ વધતી જતી મોંઘવારી અને બેંક એકાઉન્ટની હાલત જોઈને મોટાભાગના લોકો પોતાનું આ સપનું પૂરું કરી શકતા નથી. જોકે યોગ્ય રીતે પ્લાનિંગ કરવામાં આવે તો વર્ષમાં એક વખત ઇન્ટરનેશનલ ટ્રીપ કરી શકાય છે. જરૂરી નથી કે વિદેશ ફરવા માટે તમને પાંચ દસ લાખની જરૂર પડે તમે ઓછા ખર્ચે પણ વિદેશ કરી શકો છો. આજે તમને આવી જ બજેટ ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ ટ્રીપ વિશે જાણકારી આપીએ. જો તમે પણ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પણ ફરવા માંગો છો તો 50000 રૂપિયાની અંદર તમે આ જગ્યાઓ ફરી શકો છો.
ભૂતાન
ભારતનો આ પાડોશી દેશ ખૂબ જ સુંદર અને શાંત દેશ તરીકે પ્રખ્યાત છે. અહીં ફરવા જશો તો તમને નેચર હિસ્ટ્રી અને એડવેન્ચર બધું જ મળી રહેશે. જો તમે સોનુ ટ્રાવેલિંગ પ્લાન કરી રહ્યા છો તો ભૂતાન એકદમ સેફ જગ્યા છે. અહીં તમે 50000 રૂપિયામાં સરળતાથી ફરી શકો છો.
નેપાળ
ભારતનો આ બીજો પાડોશી દેશ છે જે ફરવા માટે સારો ઓપ્શન છે. નેપાળ પ્રાકૃતિક સુંદરતા અને અજાયબીઓથી ભરેલો દેશ છે અહીં કાઠમંડુ ઉપરાંત પોખરા સહિતની જગ્યાઓ પણ જોવા જેવી છે. અહીં તમને વિદેશ જઈને પણ ઇન્ડિયન કલ્ચર અને ખાવા પીવાની વસ્તુઓ મળી રહેશે.
શ્રીલંકા
શ્રીલંકા જવું પણ તમારા માટે બજેટ ફ્રેન્ડલી ઇન્ટરનેશનલ ટ્રીપ્સ સાબિત થશે. 50000 રૂપિયામાં તમે શ્રીલંકા ફરવા જઈ શકો છો. અહીં વન્ય પ્રેમીઓ અને એડવેન્ચર પસંદ કરતા લોકો માટે ઘણી બધી જગ્યાઓ છે સોલો ટ્રીપ કરવા માટે પણ શ્રીલંકા બેસ્ટ ઓપ્શન છે.
મલેશિયા
ઓછા ખર્ચે ફરવું હોય તો મલેશિયા પણ તમારા માટે સારો વિકલ્પ છે. અન્ય દેશની સરખામણીમાં અહીં દરેક વસ્તુના રેટ ખૂબ જ ઓછા છે. મલેશિયાના કેટલાક આઇલેન્ડ ટેક્સ ફ્રી પણ છે.
થાઈલેન્ડ
થાઈલેન્ડ પણ એક સસ્તો દેશ છે. બીચ અને આઇલેન્ડથી ભરપૂર આ જગ્યા તમને યાદગાર વિદેશ પ્રવાસનો અનુભવ કરાવશે. અહીંની નાઈટ લાઈફ સૌથી શાનદાર હોય છે. સાથે જ અહીંના સ્ટ્રીટ ફૂડ પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે