Honeymoon In Heaven: સ્વર્ગમાં મનાવો હનીમૂન! માત્ર 20 હજારથી ઓછા ખર્ચમાં 6 દિવસ મોજ કરો!
જો તમે હનીમૂનનો પ્લાન બનાવી રહ્યો છો અને તમારે ધરતી પર સ્વર્ગ નો અનુભવ કરવો છે તો આ આર્ટિકલ તમારા માટે છે. 20 હજાર કરતા ઓછી કિંમતમાં તમે છ દિવસ ફરી શકો છો. ધરતી પરનું સ્વર્ગ હવે ટુરિસ્ટ ફ્રેન્ડલી થઈ ગયું છે. હજારો પ્રવાસીઓ જમ્મૂ-કશ્મીર ફરવા માટે જઈ રહ્યા છે. કપલ્સ એમાં પણ ન્યૂલી વેડેડ કપલ્સ માટે જમ્મૂ-કશ્મીર બેસ્ટ પ્લેસ છે. અહીં માત્ર 15 હજાર રૂપિયામાં તમે છ દિવસ ફરી શકો છો. એટલે કે તમારો એક દિવસનો ખર્ચ 3 હજાર રૂપિયા કરતા પણ ઓછો છે. છ દિવસના આ પેકેજમાં તમને શ્રીનગર, ગુલમર્ગ, પહલગામ ફરવા મળશે અને રહેવા ખાવાનું ફ્રી હશે. સાથે જ ફરવા માટે ગાડીની વ્યવસ્થા પણ હશે. અમે તમને આ વિશે વિસ્તૃત માહિતી આપી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્લી: જો તમે હનીમૂનનો પ્લાન બનાવી રહ્યો છો અને તમારે ધરતી પર સ્વર્ગ નો અનુભવ કરવો છે તો આ આર્ટિકલ તમારા માટે છે. 20 હજાર કરતા ઓછી કિંમતમાં તમે છ દિવસ ફરી શકો છો. ધરતી પરનું સ્વર્ગ હવે ટુરિસ્ટ ફ્રેન્ડલી થઈ ગયું છે. હજારો પ્રવાસીઓ જમ્મૂ-કશ્મીર ફરવા માટે જઈ રહ્યા છે. કપલ્સ એમાં પણ ન્યૂલી વેડેડ કપલ્સ માટે જમ્મૂ-કશ્મીર બેસ્ટ પ્લેસ છે. અહીં માત્ર 15 હજાર રૂપિયામાં તમે છ દિવસ ફરી શકો છો. એટલે કે તમારો એક દિવસનો ખર્ચ 3 હજાર રૂપિયા કરતા પણ ઓછો છે. છ દિવસના આ પેકેજમાં તમને શ્રીનગર, ગુલમર્ગ, પહલગામ ફરવા મળશે અને રહેવા ખાવાનું ફ્રી હશે. સાથે જ ફરવા માટે ગાડીની વ્યવસ્થા પણ હશે. અમે તમને આ વિશે વિસ્તૃત માહિતી આપી રહ્યા છે.
પહેલો દિવસ:
-શ્રીનગર પહોંચો એટલે તમને લઈને હાઉસબોટ લઈ જવાશે.
-હાઉસબોટમાં તમારા લંચની વ્યવસ્થા હશે.
-બપોરે ફેમસર મુગલ ગાર્ડન બતાવવામાં આવશે.
-પહેલા દિવસે નિશાત બાગ, શાલીમાર બાગ અને શંકરાચાર્ય મંદિરના દર્શન કરાવાશે.
-આખો દિવસ શ્રીનગરની ઝીલ અને દ્રશ્યોનો આનંદ લઈ શકશો.
-સાંજે ફરીથી તેમને હાઉસબોટ લઈ જવાશે.
-ડલ લેકમાં તમે શિકારાની સવારીનો આનંદ લઈ શકશો.
-આ ટૂર પેકેજમાં રાતનું ભોજન અને રાત્રે હાઉસબોટમાં રોકાવાનું સામેલ હશે.
બીજો અને ત્રીજો દિવસ:
-બીજા દિવસે તમને બ્રેકફાસ્ટ બાદ શ્રીનગરથી ગુલમર્ગ લઈ જવાશે.
-તમે બે કલાકમાં શ્રીનગરથી ગુલમર્ગ પહોંચી જશો.
-ગુલમર્ગમાં તમને જોવાલાયક સ્થળો પર લઈ જવાશે
-તમે કેબલ કારથી ભ્રમણનો આનંદ લઈ શકશો.
-રાત્રિ ભોજન બાદ હોટેલમાં ઉતારો અપાશે.
-ત્રીજા દિવસે નાસ્તા બાદ તમને પહલગામ લઈ જવાશે.
-ત્રીજા દિવસે તમે પહલગામ ફરી શકશો.
-ડિનર બાદ પહલગામમાં જ રહેવાની સુવિધા રહેશે.
ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ:
-બ્રેકફાસ્ટ બાદ પહલગામ ફરવાનો મોકો મળશે.
-પહલગામ ફરીને તમે શ્રીનગર પાછા આવશો.
-રાત્રે ભોજન બાદ તમને હોટેલમાં રોકાવામાં આવશે.
-પાંચમાં દિવસે બ્રેકફાસ્ટ બાદ તમે શ્રીનગર ફરશો.
-શ્રીનગર ફર્યા બાદ આરામ કરવાનો રહેશે.
-છઠ્ઠા દિવસના બ્રેકફાસ્ટ બાદ તમને એરપોર્ટ મુકી જવામાં આવશે.
આ ટૂર પેકેજમાં પ્રતિ વ્યક્તિ 15 હજારનો ખર્ચ આવશે અને તમે આ પેકેજ https://www.holidify.com/ થી ખરીદી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે