Skin Care: આ 3 વસ્તુઓ ખાવાથી ત્વચાને મળે છે યુથફૂલ ગ્લો, પહેલા દિવસથી જ ફરક દેખાશે
Skin Care: ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે યુવતીઓ અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરે છે પરંતુ પોતાની ડાયટ પર ધ્યાન આપતી નથી. જો ડાયટમાં ફક્ત 3 વસ્તુઓનો સમાવેશ કરી લેવામાં આવે તો કોઈપણ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વિના પણ ત્વચા સુંદર દેખાય શકે છે.
Trending Photos
Skin Care: ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે અથવા તો વધારવા માટે યુવતીઓ અલગ અલગ પ્રકારના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જોકે તેમ છતાં કેટલીક યુવતીઓ માટે બેદાગ અને ગ્લોઇંગ સ્કીન મેળવવી મુશ્કેલ ટાર્ગેટ લાગે છે. ઘણી યુવતીઓ તો પુર્તિ માત્રામાં પાણી પણ પીવે છે જેથી ત્વચા પર ખીલ અને ડાઘ ન પડે. પરંતુ તેમ છતાં ત્વચા બેજાન દેખાતી હોય છે.
જો ચમકદાર અને સુંદર ત્વચા મેળવવી હોય અથવા તો ત્વચા પર ગ્લો જાળવી રાખવો હોય તો ડાયટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઉપરથી ત્વચાની માવજત કરવાની સાથે ત્વચાને અંદરથી પોષણ મળે તે પણ જરૂરી છે. ત્વચાને પોષણ મળે તે માટે ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ કેટલીક વસ્તુઓ છે જેને ખાવાનું ટાળવું જોઈએ. આજે તમને એવી ત્રણ વસ્તુ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરશો તો ત્વચા પર ગ્લો દેખાશે..
બેજાન ત્વચા પર ગ્લો લાવે છે આ વસ્તુઓ
પપૈયું
પપૈયું વિટામિન સીથી ભરપૂર હોય છે. તેમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડીકલ્સ સામે લડે છે. તેનાથી ત્વચાને નુકસાન થતું અટકે છે. પપૈયાનું સેવન કરવાથી કોલેજનનું પ્રોડક્શન પણ વધે છે. તેનાથી ત્વચાને યુથફૂલ ગ્લો મળે છે. પપૈયામાં રહેલા તત્વ ડેડ સ્કીન સેલ્સને હટાવે છે. જેના કારણે ત્વચા વધારે સ્વસ્થ અને ચમકદાર દેખાય છે. ડાયટમાં મર્યાદિત માત્રામાં પપૈયાનો સમાવેશ કરવો જોઈએ.
અળસીના બી
અળસીના બીને પણ ડાયટમાં સામેલ કરવાથી ત્વચાને ફાયદો થાય છે. અળસીના બીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. તે ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખે છે અને ત્વચાને થતું નુકસાન અટકાવે છે. અળસીના બીમાં એવા કમ્પાઉન્ડ હોય છે જે ત્વચાના સોજાને દૂર કરે છે અને ત્વચાનો રંગ બ્રાઇટ બનાવે છે. આહારમાં અળસીના બીને સામેલ કરવાથી ત્વચામાં અંદરથી ચમક વધે છે.
એલોવેરા
એલોવેરામાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે. તે ત્વચા માટે ગેમ ચેન્જર સાબિત થાય છે. એલોવેરા જેલ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખે છે. એલોવેરા માં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ત્વચાની બળતરા અને રેડીનેસને શાંત કરે છે. એલોવેરા ત્વચામાં મોઈશ્ચર જાળવે છે. તેનાથી ત્વચા વધારે ચમકદાર દેખાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે