Hair Care Tips: વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ નુસખા

Hair Care Tips: આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જેને વાળમાં લગાવવાથી વાળ સંબંધિત સમસ્યા દૂર થાય છે અને વાળની સુંદરતા વધે છે. અહીં દર્શાવેલી 4 માંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ નિયમિત કરવાથી વાળમાં તુરંત ફરક દેખાવા લાગશે. 

Hair Care Tips: વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા અપનાવો આ ઘરેલુ નુસખા

Hair Care Tips: શિયાળાની શરૂઆત થાય એટલે વાળની સમસ્યા પણ વધી જાય. વાળ સંબંધિત સમસ્યા દૂર કરવી હોય તો તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. આ ઘરેલુ નુસખા ડ્રાય હેર, ડેન્ડ્રફ, ડ્રાય સ્કેલ્પ સહિતની સમસ્યાને દૂર કરી શકે છે. જો તમે તમારા વાળને મુલાયમ અને ચમકદાર બનાવવા માંગો છો તો આ ઘરેલુ નુસખા અપનાવો. તેનાથી ઠંડીમાં પણ તમારા વાળની સુંદરતા જળવાઈ રહેશે. 

ઠંડીની શરૂઆત થતાં જ જોબાળ ડ્રાય થવા લાગતા હોય તો તેના માટે હેર માસ્ક લગાવવું સૌથી બેસ્ટ રહે છે. વાળમાં તમે અલગ અલગ વસ્તુઓના હેર માસ્ક બનાવીને લગાવી શકો છો. આજે તમને એવી વસ્તુ વિશે જણાવીએ જેને વાળમાં લગાવવાથી વાળ સંબંધિત સમસ્યા દૂર થાય છે અને વાળની સુંદરતા વધે છે. અહીં દર્શાવેલી 4 માંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ નિયમિત કરવાથી વાળમાં તુરંત ફરક દેખાવા લાગશે. 

એલોવેરા 

ઠંડી હવાના કારણે વાળ પણ ડ્રાય થઈ જાય છે. વાળની ડ્રાયનેસ દૂર કરવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરામાં એવા ગુણ હોય છે જે વાળને ડેન્ડ્રફ ફ્રી બનાવે છે અને વાળની ચમક પણ વધારે છે. 

તેલથી માલિશ

શિયાળામાં વાળમાં ડ્રાઇનેસ વધી જતી હોય તો તેલથી માલિશ કરો. તેનાથી વાળને હાઇડ્રેશન મળશે. શિયાળામાં અઠવાડિયામાં ત્રણ વખત વાળમાં તેલ માલિશ જરૂરથી કરો. વાળમાં તેલ લગાડવાથી ખરતા વાળની સમસ્યા પણ દૂર થશે અને વાળની ડ્રાયનેસ દૂર થઈ જશે.

પાકા કેળા

પાકા કેળાનો ઉપયોગ કરવાથી પણ વાળની ડ્રાઇનેસ દૂર થઈ જાય છે. કેળામાં એવા પોષક તત્વો હોય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. પાકા કેળાની પેસ્ટ બનાવીને તમે વાળમાં લગાવી શકો છો. તેનાથી વાળની ચમક પણ વધે છે. 

ગુલાબજળ 

ગુલાબજળ વાળની ડ્રાઈનેસને દૂર કરે છે. શિયાળામાં વાળના મૂળમાં ગુલાબજળ લગાવી હળવા હાથે માલીશ કરો. નિયમિત આ રૂટીન ફોલો કરશો એટલે વાળને ફાયદો થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news