આ 6 વસ્તુઓ પર ખર્ચ કરવામાં અચકાતી નથી છોકરીઓ

ખરીદી કરવામાં છોકરાઓ કરતા છોકરીઓને વધુ રસ હોય છે. પણ તમે જાણો છો કે કઈ 6 વસ્તુઓ પર છોકરીઓ સૌથી વધુ પૈસા ખર્ચવાનું કરે છે પસંદ

આ 6 વસ્તુઓ પર ખર્ચ કરવામાં અચકાતી નથી છોકરીઓ

છોકરીઓ લાઈફસ્ટાઈલ પર છોકરાઓ કરતાં  વધુ ખર્ચ કરે છે. છોકરીઓ સુંદર અને આકર્ષક દેખાવાનું વધારે પસંદ કરે છે. અને આ સારા દેખાવાની ઈચ્છા માં તે હમેશા કંઈક નવા ઉપાયો કરતી હોય છે.

છોકરાઓને ખરીદી કરવી ખૂબ જ ગમે છે.
જ્યારે પણ તમે શોપિંગ મોલ અથવા માર્કેટમાં જશો તો તમને જોવા મળશે કે છોકરીઓ તેમની મનપસંદ વસ્તુઓ ખરીદવા માં ઘણો સમય પસાર કરતી હોય છે. કારણ કે તેઓ ખરીદી કરવામાં ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ કરતી નથી.

1. મેકઅપ પ્રોડક્ટ
2. નવા પ્રકારની લેડીઝ બેગ
3. મોંઘી જ્વેલરી
4. બહારની ખાણી-પાણી
5. કપડા
6. ફૂટવેર

આ વસ્તુઓ પર જ કેમ કરે છે વધારે ખર્ચ
આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટાને પોસ્ટ કરવાનો ટ્રેન્ડ હોય છે. છોકરીઓ આ પ્લેટફોર્મ પર પોતાને વધારે ફેશનેબલ દેખાડવાનો પ્રયાસ કરે છે. જેથી તેમના ફોલોઅર્સની સંખ્યા માં  વધારો થાય છે. સારી રેસ્ટોરાંમાં ભોજન લેવું તે પણ એક ટ્રેન્ડ બની ગયો છે.
 
પૈસા ખર્ચવાની સ્માર્ટ ટેકનિકો
1. શહેરોમાં એવા ઘણા બજારો હોય છે. જ્યાં મોંઘા દેખાતા કપડાં અને ફૂટવેર વ્યાજબી ભાવે મળે છે, આ માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે નહીં.
2. જો તમને બહાર જવાનું અને રેસ્ટોરન્ટમાં પાર્ટી કરવી ગમે છે, તો સારું છે કે તમે બિલને એકબીજામાં વહેંચી લો, આમ કરવાથી કોઈ એક વ્યક્તિ પર વધારે બોજ નહીં પડે.
3. મેકઅપ પર વધુ પૈસા ખર્ચવાને બદલે સિમ્પલ લૂક અપનાવો, આનાથી તમે નેચરલ જ નહીં પણ સુંદર પણ દેખાશો.
 4. ઘણા તહેવારો પર ઓનલાઇન શોપિંગ પર ઑફર્સ છે, જો તમે મિત્રો સાથે બલ્કમાં સામાન ખરીદો છો, તો તમને સારું ડિસ્કાઉન્ટ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news