ઘર કે ઓફિસમાં ઉંદરોએ જમાવ્યો છે અડ્ડો? આ ઉપાયથી બે મિનિટમાં જગ્યા છોડી ભાગશે ઉંદરો
Home Remedies: ઘણાં લોકોના ઘરમાં ખાવા-પીવાની વસ્તુઓ આમ-તેમ પડી રહેતી હોય છે. જેના કારણે ઉંદરો ઘરમાં ઘુસી જતાં હોય છે. શું તમારા ઘરે પણ આવો જ પ્રોબ્લેમ છે. જો તમારા ત્યાં પણ આવો પ્રોબ્લેમ હોય તો અપનાવો આ આઈડિયા.
Trending Photos
Home remedies for get rids of rats: શું તમારા ઘર કે ઓફિસમાં પણ અડ્ડો જમાવીને બેઠાં છે ઉંદરો? તમારા અગત્યના કાગળો, કપડાં, સોફા અને પડદા કોતરીને કાપી રહ્યાં છે ઉંદરો? નાસ્તાના પડીકામાં પણ કાણા કરીને ઉંદરોએ મચાવ્યો છે આતંક? ઉંદર પકડવાનું પિંજરું પણ નથી લાગી રહ્યું કામે? બસ તો હવે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એવા ગજબના ઉપાયો કે ઉંદર બે મિનિટ પણ તમારા ઘર કે ઓફિસમાં નહીં ટકે. તાત્કાલિક તમારા જગ્યા છોડીને ઉભી પૂંછડીએ ભાગશે ઉંદરો... આ ટિપસ તમને વધારે કામશે. જો તમારા ઘરમાં પરેશાની હશે ત ઉંદરો ઉભી પૂંછડીયે ભાગી જશે.
ઘણાં લોકોના ઘરમાં તેમજ ઓફિસમાં ઉંદરનો ત્રાસ વધારે હોય છે. ઉંદરોને ભગાડવા માટે લોકો જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે, તેમ છતા ઘરમાંથી ઉંદરો બહાર જતા નથી. આમ તમે આ ઉપાય અજમાવો છો તો ઘરમાં ઉંદર રહેશે. ઘરમાં ઉંદર આવી જાય તો મોટી આફત માથે આવી પડે છે. ઉંદરમાં ઘરમાં અનેક રીતે નુકસાન પહોંચાડે છે. ઉંદરો ખાસ કરીને વસ્તુઓને બગાડે છે અને સાથે કપડાને પણ કોતરે છે. આ કારણે ઘરમાં અનેક ઘણું નુકસાન થાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ ઉંદર ઘરમાં અનેક બીમારીઓને આમંત્રણ પણ આપે છે, કારણકે એના યુરિન ઘરમાં કોઇ પણ જગ્યાએ કરી શકે છે. આ માટે જરૂરી છે કે ઉંદરોને ઘરમાંથી ભગાડવા. આમ, આજે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેની મદદથી સરળતાથી ઉંદરો ઘરની બહાર ભાગી જશે.
ડુંગળી : ઉંદરોને ભગાડવા માટે તમે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. ડુંગળીની વાસથી ઉંદરો તરત જ ભાગી જાય છે. આ માટે ઘરના ખુણા-ખુણામાં ડુંગળીના કટકા કરીને મુકી દો. આમ કરવાથી ઉંદરો ભાગી જશે અને તમારા ઘરમાં કોઇ નુકસાન પણ નહીં થાય.
લસણ : ઘરમાં જે જગ્યાએ ઉંદરો આવતા હોય એ જગ્યા પર તમે એક લસણનો ગાંઠીયો મુકી દો. લસણની વાત એટલી પાવરફૂલ હોય છેકે, તેની વાંસને કારણે કંટાળીને ઉંદર ત્યાં આવતા બંધ થઈ જશે.
કેરોસીન : કેરોસીનની વાંસ પણ ખુબ જ પાવરફૂલ હોય છે. કેરોસીનના કારણે આંખોમાં બળતરા પણ થાય છે. એ જ કારણ છેકે, કેરોસીનની થોડી પણ વાંસ આવે તો એવી જગ્યાએ ઉંદર જતું નથી.
લાલ મરચુ : ઘરમાંથી ઉંદરો ભગાડવા માટે લાલ મરચાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ઘરના ખુણા-ખુણામાં લાલ મરચું નાંખી દો. ઘરમાં નાનું બાળક હોય તો ખાસ ધ્યાન એ રાખો કે એના હાથમાં આવે નહીં. લાલ મરચાના આ પ્રયોગથી ઉંદર બીજી વાર આવશે નહીં કારણકે એને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.
બિલાડી : ઘણાં લોકોને ઘરમાં બિલાડી પાડવાનો શોખ હોય છે. જો તમને પણ આવો શોખ હોય તો તમે નિશ્વિત રહો તમારા ઘરમાં ક્યારે પણ ઉંદર આવવાની હિંમત નહીં કરે. કારણકે, બિલાડી ઉંદરને જોતાની સાથે જ તેના પર ઝપટ મારીને તેને ખાઈ જાય છે. તેથી ઉંદર જ્યાં બિલાડી હોય ત્યાંથી 100 ફૂટ દૂર જ રહે છે.
ફુદીનો : ફુદીનાના તેલથી પણ તમે ઘરમાં રહેલા ઉંદરોને સરળતાથી ભગાડી શકો છો. ફુદીનાનું આ તેલ તમે ઘરે તેમજ બહારથી પણ તૈયાર લાવી શકો છો. ફુદીનાના તેલની વાસથી ઘરમાં તેમજ ઓફિસમાં રહેલા ઉંદરો બહાર ભાગે છે. તમારા ઘરમાં ફુદીનાનું તેલ નથી તો તમે ફુદીનાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો.
તમાલપત્ર : ઉંદરનો તમાલપત્રની સુગંધ બિલકુલ ગમતી હોતી નથી. આ માટે ઘરમાંથી ઉંદરનો ભગાડવા માટે તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ઇચ્છો છો તો ઘરમાં એ જગ્યાએ તમાલપત્ર મુકો જ્યાં વધારે ઉંદરોનો ત્રાસ છે. રસોડમાં પડેલા તમાલપત્રનો તમે એક નહીં, પરંતુ અનેક રીતે ઉપયોગ કરી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે