ઘરમાં વધ્યો હોય માખીનો આતંક તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય, પછી એક પણ માખી નહીં જોવા મળે
Home Remedies for Flies: માખીઓ મોટાભાગે ખાવા પીવાની વસ્તુ પર બેસતી રહે છે. જેના કારણે બીમારી પણ ફેલાય છે. કારણ કે માખીમાં કરોડો બેકટેરિયા હોય છે જે ખાવાની વસ્તુને દૂષિત કરે છે.
Trending Photos
Home Remedies for Flies: ઉનાળો શરૂ થાય કે ઘરમાં માખી મચ્છરનો ત્રાસ વધી જાય છે. તેમાં પણ માખી પોતાની સાથે અનેક બીમારીઓ લઈને ઘરે આવે છે. માખીઓ મોટાભાગે ખાવા પીવાની વસ્તુ પર બમણતી રહે છે. જેના કારણે બીમારી પણ ફેલાય છે. માખી ગંદકીમાંથી બેસીને ખાવાની વસ્તુ પર બેસે તો ભયંકર બીમારી થઈ શકે છે. માખીમાં કરોડો બેકટેરિયા હોય છે. જે ખાવાની વસ્તુને દૂષિત કરે છે. માખીને ભગાડવા માટે લોકો કેમિકલ યુક્ત કીટનાશક નો ઉપયોગ કરે છે પરંતુ તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેવામાં આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે માખીથી છુટકારો મેળવી શકો છો.
આ પણ વાંચો:
નેચરલ સ્પ્રે
ઘરમાં ભમતી માખીથી મુક્તિ મેળવવા માટે તમે નેચરલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ ખૂબ જ અસરકારક સ્પ્રે સાબિત થાય છે. તેના માટે એક કપ પાણીમાં બે ચમચી મીઠું ઓગાળો અને પછી આ મિશ્રણમાં થોડું લીંબુ નીચોવો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરના બારી દરવાજા પર છાંટી દો. માખી ઘરમાં આવવાનું જ બંધ કરી દેશે.
ફુદીનો
ઘરમાંથી માખીને ભગાડવી હોય તો ફુદીનો પણ ઉપયોગી છે. તમે ઘરમાં ફુદીનાનો છોડ રાખશો તો માખી ઘરમાં ફરકશે પણ નહીં.
વિનેગર
માખીને ભગાડવા માટે વિનેગર પણ અસરકારક ઉપાય છે. તેના માટે એક વાટકીમાં વિનેગર ભરી અને તેની ઉપર પ્લાસ્ટિક બાંધી દો. આ પ્લાસ્ટિકમાં થોડા કાણા કરી અને ટેબલ કે ખુલ્લી જગ્યા પર રાખી દો. વિનેગરની સુગંધ થી માખી તેની પાસે આવશે અને પ્લાસ્ટિકમાં ફસાઈ જશે.
તજ
તજ થી પણ માખીને ઘરેથી બગાડી શકાય છે. તજની સુગંધ માખી સહન કરી શકતી નથી તેથી તજના નાના નાના ટુકડા એવી જગ્યાએ રાખી દો જ્યાં આખી વધારે આવતી હોય ત્યાર પછી માખી દેખાશે જ નહીં.
આ ઉપાય કરવાની સાથે અન્ય એક કામ કરવાથી પણ માખી ઘરમાં આવતી બંધ થઈ જશે. ઘરમાં ખાવા પીવાની વસ્તુઓને ખુલ્લી રાખવી નહીં અને એઠા વાસણ મૂકી રાખવા નહીં. ખરાબ વાસણ તરફ આખી ઝડપથી આકર્ષિત થાય છે આ સિવાય સીંક પણ ગંદી હોય તો માખી વધારે આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે