તમે પાર્ટનરની આ વાતો પર શંકા કરો છો? તો તમે મૂર્ખ છો
લવ લાઇફની મજબૂતી વિશ્વાસ પર ટકેલી હોય છે. એવામાં જો તમારો પાર્ટનર તમને પોતાના મિત્રો અને સહકર્મચારીઓ સાથે જોડાયેલી વાતો ખુલીને વાતો કરે છે કે તેમણે શું વાત કરી, ક્યાં લંચ પર ગયા હતા અથવા કોણે ડ્રોપ કર્યા તો તેનો અર્થ એ છે કે તેની લાઇફમાં તમારું મહત્વ વધુ છે. માટે આટલી સહજતાથી તમને બધુ કહી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારો પાર્ટનર તમારા પર કેટલો વિશ્વાસ કરે છે નહી? પ્રશ્ન જરા અઘરો હોઇ શકે છે પરંતુ રસપ્રદ અને જરૂરી છે. આવો જાણીએ કે પાર્ટનરના વિશ્વાસને કેવી રીતે જાણી શકાય. સાથે જ એ પણ જો તે ખુલીને આપણી સાથે વાત કરતો નથી તો તેનું કારણ આપણે પોતે જ તો નથી ને...
કારણ કે લવ લાઇફની મજબૂતી વિશ્વાસ પર ટકેલી હોય છે. એવામાં જો તમારો પાર્ટનર તમને પોતાના મિત્રો અને સહકર્મચારીઓ સાથે જોડાયેલી વાતો ખુલીને વાતો કરે છે કે તેમણે શું વાત કરી, ક્યાં લંચ પર ગયા હતા અથવા કોણે ડ્રોપ કર્યા તો તેનો અર્થ એ છે કે તેની લાઇફમાં તમારું મહત્વ વધુ છે. માટે આટલી સહજતાથી તમને બધુ કહી રહ્યો છે.
ઘર, પરિવાર, કરિયર સાથે જોડાયેલા કોઇપણ નિર્ણય લીધા બાદ તમે તમારા પાર્ટનર સાથે શેર કર્યો છે તો તેને એ વાતનું ખોટું લાગતું નથી કે તમે કામ કરતાં પહેલાં તેને કેમ ન જણાવ્યું અથવા ન પૂછ્યું. તેનો અર્થ એ હોય છે કે તેને તમારી નિર્ણય શક્તિ પર પુરો વિશ્વાસ છે.
વાત-વાતમાં રોકટોક કરવી અને કામને યોગ્ય રીતે કરવાનું સજેશન આપવામાં અંતર હોય છે. જો તમારો પાર્ટનર તમને કોઇપણ સજેશન આપે છે તો તેને પોઝિટિવલી લો. કારણ કે તેની પાછળ એ ભાવ છુપાયેલો હોય છે કે તમે જીવનમાં સફળ થાવ. જો તે સમજ્યા વિચાર્યા વિના સલાહ આપે છે તો તે તમારામાં ઇંપ્રૂવમેન્ટનો સ્કોપ જુએ છે.
વાત તમારી સાથે રિલેશનશિપમાં આવતાં પહેલાંની હોય કે પછી રિલેશનશિપમાં આવ્યા પછીની જો તમારા પાર્ટનર વડે ભૂલ થઇ ગઇ છે તો તે તમારી સાથે શેર કરે છે, છુપાવતો નથી. તેનો અર્થ એ છે તેને પોતાની ભૂલનો પસ્તાવો છે અને તે તમને પોતાની ખૂબ નજીક માને છે કે તમારા કંઇ છુપાવતો નથી. એવામાં તેના પર ગુસ્સો કરવો યોગ્ય નથી.
ભૂલો આપણા બધાથી થતી હોય છે. રોજિંદા જીંદગીમાં પણ અને સંબંધોમાં પણ. જો તમારો પાર્ટનર તમારી કોઇ ભૂલને ઇગ્નોર કરીને તેના પર વાત કરતો નથી તો તેનો અર્થ એ નથી કે તેને તમારી ચિંતા નથી. પરંતુ તેનો અર્થ એ છે કે તે તમને જેવા છો તેવા સ્વિકારે છે.
કોઇપણ કામ કરતી વખતે અથવા ક્યારેક જતી વખતે જો તમને હંમેશા એ વાતનો અહેસાસ રહે છે કે તમારો પાર્ટનર દરેક સ્થિતિમાં તમારી સાથે રહેશે અને વિશ્વાસ રાખે તો સમજો કે તે તમને ખૂબ પ્રેમ કરે છે. એવામાં તમે તેની કેટલીક ખામીઓને ઇગ્નોર કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે