ભાત કે રોટલી ! શું ખાવાથી વજન ઘટાડવામાં મળે છે મદદ ? જાણો શું કહે છે નિષ્ણાંતો
Weight Loss Diet: સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમારે વજન ઘટાડવું હોય તો તમારી ડાયટમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ વસ્તુ ખાવાનું સાવ બંધ કરી દો. મોટાભાગના લોકો અજાણતા વજન ઘટાડવાની બાબતમાં આ ભૂલ કરે છે. ઘણા લોકો માને છે કે ભાત ખાવાથી વજન વધે છે તેથી તેઓ ભાત ખાવાનું બંધ કરી દે છે.
Trending Photos
Weight Loss Diet: દરેક ઘરના ભોજનમાં ભાત અને રોટલી અચૂક બને છે. આ બંને વસ્તુ એવી છે જેના વિના ભોજન અધૂરું લાગે છે. પરંતુ આ બે વસ્તુથી એવા લોકો દૂર રહેવાનું પસંદ કરે છે જેમને વજન ઘટાડવું હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે જ્યારે તમારે વજન ઘટાડવું હોય તો તમારી ડાયટમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કોઈ વસ્તુ ખાવાનું સાવ બંધ કરી દો. મોટાભાગના લોકો અજાણતા વજન ઘટાડવાની બાબતમાં આ ભૂલ કરે છે. ઘણા લોકો માને છે કે ભાત ખાવાથી વજન વધે છે તેથી તેઓ ભાત ખાવાનું બંધ કરી દે છે. જ્યારે કેટલાક લોકો એવું માને છે કે ઘઉંના લોટની રોટલી બંધ કરવાથી વજન ઘટે છે. તેથી તેઓ ભારત ખાય છે અને રોટલી બંધ કરે છે. જો તમને પણ આ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન હોય તો આજે તમને જણાવીએ કે વજન ઘટાડવાની પ્રોસેસ માં ભાત અને રોટલી કેવી રીતે અસર કરે છે.
આ પણ વાંચો:
વજન ઘટાડવું હોય તો આ વાતને રાખો ધ્યાનમાં
જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો તેના માટે ભાત અથવા રોટલી બેમાંથી એક વસ્તુની પસંદગી કરવાની જરૂર નથી. કોઈ એક વસ્તુ છોડી દેવાથી તમને ફાયદો થવાનો નથી. તેને બદલે એક ડાયટ પ્લાન નક્કી કરો જેમાં અઠવાડિયાના ચાર દિવસ રોટલી ખાવી અને બાકીના દિવસ ભાત ખાવા. આમ કરવાથી તમારા ભોજનમાં વૈવિધ્ય રહેશે અને વજન પણ ઘટશે.
રોટલી અને ભાત કેવી રીતે કરે છે ફાયદો
રોટલીનો ઉપયોગ કરવો હોય તો ઘઉંના લોટને બદલે તમે રાગી, જુવાર કે બાજરાના લોટનો ઉપયોગ કરી શકો છો આ લોટમાંથી બનેલી રોટલી વજન ઘટાડવામાં મદદ કરશે. તેનાથી ગ્લાયસેમિક ઇન્ડેક્સ નીચે જાય છે અને સુગર પણ ઝડપથી વધતું નથી. જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ સિવાય ભાતમાં તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઈસનો ઉપયોગ કરી શકો છો. ભાત પણ જો તમે તેનું પાણી કાઢીને ઉપયોગમાં લેશો તો તે નુકસાન નહીં કરે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે