શિયાળામાં ત્વચા માટે વરદાન સાબિત થાય છે સ્ટ્રોબેરી, ઝડપથી મટાડે છે જીદ્દી ખીલ અને ડાઘને
Acne Home Remedies: આજે તમને સ્ટ્રોબેરીના કેટલાક ઘરેલુ નુસખા જણાવીએ જેનાથી તમે ખીલથી ઝડપથી મુક્તિ મેળવી શકશો અને ત્વચાને આકર્ષક અને સુંદર બનાવી શકો છો.
Trending Photos
Acne Home Remedies: શિયાળામાં સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ફાયદાકારક સાબિત થાય છે. શિયાળામાં સ્ટ્રોબેરી સરળતાથી મળે પણ છે. આ ફળ વિટામીન સી, ફોલેટ, પોટેશિયમ, મેંગેનીઝથી ભરપૂર હોય છે. સ્ટ્રોબેરીમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ખીલની સમસ્યામાં સ્ટ્રોબેરીના કેટલાક ઘરેલુ ઉપચાર ઝડપથી ફાયદો કરે છે. આજે તમને આવા જ કેટલાક ઘરેલુ નુસખા જણાવીએ જેનાથી તમે ખીલથી ઝડપથી મુક્તિ મેળવી શકશો અને ત્વચાને આકર્ષક અને સુંદર બનાવી શકો છો.
સ્ટ્રોબેરી ફેસ માસ્ક
સ્ટ્રોબેરી ફેસ માસ્ક ચહેરા માટે ફાયદાકારક છે. તેને બનાવવા માટે સ્ટ્રોબેરી સિવાય મધ અને ઓટ્સની જરૂર પડશે. મધ લગાડવાથી ચહેરા પર ખીલ ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો નાશ થાય છે આ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવી લો. તેમાં થોડું મધ ઉમેરો. એક વાસણમાં ઓટ્સમાં થોડું પાણી ઉમેરી તેને એક મિનિટ સુધી ગરમ કરી ઠંડુ કરી લો. ઓટ્સના મિશ્રણમાં મધ અને સ્ટ્રોબેરી ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાડો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ચહેરાને સાફ કરી લો.
સ્ટ્રોબેરી અને કેળાનું માસ્ક
કેળા અને સ્ટ્રોબેરીનું આ માસ્ક ત્વચા પરથી અશુદ્ધિઓ દૂર કરે છે અને ખીલ મટાડે છે. તેના માટે સ્ટ્રોબેરી અને કેળાની પેસ્ટ કરી તેમાં થોડું મધ ઉમેરીને તેને ચહેરા પર લગાડો. જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમે આ પેસ્ટમાં આર્ગન ઓઇલ મિક્સ કરી શકો છો. 20 મિનિટ પછી ચહેરાને સાફ કરી લો.
સ્ટ્રોબેરી આઇસ ક્યુબ
સ્ટ્રોબેરીનો ઉપયોગ તમે આઈસ ક્યુબ બનાવીને પણ કરી શકો છો. તેના માટે સ્ટ્રોબેરીને મેશ કરીને તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને બરફના ટુકડાની જેમ જમાવી લો. તૈયાર કરેલા સ્ટ્રોબેરી આઈસ ક્યુબને ત્વચા પર પાંચથી દસ મિનિટ માટે રબ કરો. ત્યાર પછી ચહેરાને નોર્મલ પાણીથી સાફ કરો. 10 મિનિટ સુધી સ્ટ્રોબેરી આઇસ ક્યુબથી ચહેરા પર મસાજ કરશો તો ચહેરા પર ગુલાબી રંગત આવશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે