Cockroaches: પોતુ કરવાના પાણીમાં ઉમેરી દો આ 3 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાંથી ભાગી જશે બધા વંદા

Cockroaches:ઘરમાંથી વંદાનો સફાયો કરવો હોય તો પોતુ કરવાના પાણીમાં ઘરમાં જ રહેલી ત્રણમાંથી કોઈ એક વસ્તુ ઉમેરી દેવી જોઈએ. આ ત્રણ વસ્તુ એવી છે જેનો ઉપયોગ કરશો તો ઘરમાં એક પણ વંદો દેખાશે નહીં. આ વસ્તુઓ વાળું પાણી ઘરમાં ફરશે એટલે વંદા ખૂણે ખાચરેથી નીકળીને પણ ભાગી જશે.

Cockroaches: પોતુ કરવાના પાણીમાં ઉમેરી દો આ 3 માંથી કોઈ એક વસ્તુ, ઘરમાંથી ભાગી જશે બધા વંદા

Cockroaches: ઘણી વખત ઘરમાં નાના નાના વંદા વધી જતા હોય છે. ખાસ કરીને રાતના સમયે રસોડામાં ઢગલાબંધ વંદા નીકળી પડે છે. વંદા ઘરમાં બેક્ટેરિયા ફેલાવે છે જે બીમારી નું જોખમ ઊભું કરે છે. ઘરમાં સાફ-સફાઈ નું ધ્યાન રાખવામાં આવતું હોય તેમ છતાં વંદા થઈ જતા હોય છે. જો તમે પણ વંદાના ત્રાસથી કંટાળી ગયા છો અને અનેક ઉપાયો કર્યા છતાં પણ વંદા ઘરમાંથી જતા નથી તો આજે તમને એક જોરદાર રસ્તો બતાવીએ. 

ઘરમાંથી વંદાનો સફાયો કરવો હોય તો પોતુ કરવાના પાણીમાં ઘરમાં જ રહેલી ત્રણમાંથી કોઈ એક વસ્તુ ઉમેરી દેવી જોઈએ. આ ત્રણ વસ્તુ એવી છે જેનો ઉપયોગ કરશો તો ઘરમાં એક પણ વંદો દેખાશે નહીં. આ ત્રણમાંથી કોઈ એક વસ્તુને પોતુ કરવાના પાણીમાં ઉમેરી દેવી અને પછી ઘરમાં પોતા કરવા. આ વસ્તુઓ વાળું પાણી ઘરમાં ફરશે એટલે વંદા ખૂણે ખાચરેથી નીકળીને પણ ભાગી જશે.

તમાલપત્ર 

તમાલપત્રથી વંદા તુરંત ભાગે છે. તેના માટે તમાલપત્રના પાનને પાણીમાં પલાળી રાખો અને પછી તેની પેસ્ટ બનાવી લો. હવે પોતુ કરવાના પાણીમાં એક ચમચી આ પેસ્ટ ઉમેરી દો. આ પાણીથી પોતુ કરશો તો કેમિકલ યુક્ત દવા વાપરવાની જરૂર નહીં પડે. આ પાણીથી કોક્રોચ તુરંત ભાગી જાય છે. 

કારેલાની છાલ 

કારેલાનો ઉપયોગ કરતી વખતે તેની છાલ કાઢી નાખવામાં આવે છે. પાછળની કચરામાં ફેકવાની બદલે પોતું કરવામાં ઉપયોગમાં લેવી. કારેલાની છાલની પેસ્ટ બનાવીને પોતુ કરવાના પાણીમાં ઉમેરી દેવી. ત્યાર પછી આ પાણીથી ઘરની સફાઈ કરવી. આ પાણીથી પોતા કરશો એટલે અંદાજ નહીં અન્ય જીવજંતુ પણ ઘરમાંથી નીકળી જશે. 

લવિંગ 

લવિંગની મદદથી પણ વંદાને ભગાડી શકાય છે. એક ગ્લાસ પાણીમાં થોડા લવિંગ બરાબર ઉકાળી લેવા. ત્યાર પછી આ પાણીને પોતુ કરવાના પાણી સાથે મિક્સ કરી દેવું. આ પાણીથી પોતા કરશો એટલે વંદા ઘરમાંથી નીકળી જશે. આ સિવાય પોતુ કરવાના પાણીમાં તમે લવિંગનું તેલ પણ મિક્સ કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news