ટ્રેનનો પાયલટ વગાડે છે અલગ અલગ પ્રકારના હોર્ન : દરેક હોર્ન પાછળનો છે અલગ મતલબ, શું તમે જાણો છો?
Train Horn : શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ટ્રેનના હોર્નની 11 રીતો છે? તમને જાણીને નવાઈ લાગશે કે દરેક હોર્નનો અર્થ અલગ-અલગ હોય છે. ચાલો જાણીએ કે કયા પ્રકારના હોર્નનો અર્થ શું થાય છે.
Trending Photos
દિક્ષિતા દાનાવાલા : ટ્રેનના હોર્ન તમે સાંભળ્યો હશે. રેલ્વે સ્ટેશનથી ટ્રેક પર દોડતી વખતે પણ ટ્રેન હોર્ન આપે છે. બાય ધ વે, કોઈપણ વાહનને હોર્ન આપવાનો હેતુ સામે ઉભેલા લોકોને એલર્ટ કરવાનો હોય છે, જેથી તેઓ સમજી શકે કે વાહન આવી રહ્યું છે. પરંતુ જ્યારે ટ્રેનની વાત આવે છે, ત્યારે હોર્નનો અર્થ ફક્ત લોકોને ચેતવણી આપવા પૂરતો મર્યાદિત નથી. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ટ્રેનના હોર્નની 11 રીતો છે? તમને જાણીને નવાઈ લાગશે કે દરેક હોર્નનો અર્થ અલગ-અલગ હોય છે. ચાલો જાણીએ કે કયા પ્રકારના હોર્નનો અર્થ શું થાય છે.
ટૂંકા હોર્ન
તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રેનનો લોકો પાઈલટ 11 અલગ-અલગ પ્રકારના હોર્ન વગાડે છે અને બધાના અલગ-અલગ અર્થ છે. જો ટ્રેનનો ડ્રાઈવર ટૂંકા હોર્ન વગાડે છે, તો તેનો અર્થ એ કે ટ્રેન યાર્ડમાં આવી ગઈ છે અને તેને સાફ કરવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો :
બે ટૂંકા હોર્ન
જો ટ્રેનનો લોકો પાઈલટ બે ટૂંકા હોર્ન વગાડે છે, તો તેનો અર્થ એ છે કે ટ્રેન આગળ વધવા માટે તૈયાર છે અને ડ્રાઈવર ટ્રેન ગાર્ડને સિગ્નલ માટે પૂછે છે.
ત્રણ ટૂંકા હોર્ન
સામાન્ય રીતે આ પ્રકારના હોર્ન ભાગ્યે જ સાંભળવા મળે છે. વાસ્તવમાં ઈમરજન્સીમાં ત્રણ નાના હોર્ન વગાડવામાં આવે છે. મતલબ કે ટ્રેનના એન્જીન પરથી લોકો પાયલોટનું નિયંત્રણ ખોરવાઈ ગયું છે. આ હોર્ન એ ટ્રેનના ગાર્ડને વેક્યૂમ બ્રેક લગાવીને તરત જ ટ્રેન રોકવાનો સંકેત છે.
ચાર ટૂંકા હોર્ન
બાય ધ વે, તમે ટ્રેનને ચાર નાના હોર્ન આપતા ભાગ્યે જ સાંભળ્યા હશે, પરંતુ તેનો અર્થ એ છે કે ટ્રેનમાં ટેક્નિકલ ખામી છે અને તે ટ્રેન આગળ નહીં જાય. આ રીતે, લોકો પાયલોટ માત્ર ગાર્ડ અને એન્જિનિયરોને ટ્રેનમાં ટેકનિકલ ખામીની જાણ કરે છે, પરંતુ મુસાફરોને ચાર નાના હોર્ન આપીને ટ્રેનની આગળ ન જવા માટે પણ જાણ કરવામાં આવે છે અને ત્યાંથી આગળની અવરજવર માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે છે.
લાંબા અને ટૂંકા હોર્ન
આ હોર્નનો અર્થ છે કે ટ્રેન ડ્રાઈવર ગાર્ડને એન્જિન શરૂ કરતા પહેલા બ્રેક પાઇપ સિસ્ટમ સેટ કરવા માટે સંકેત આપી રહ્યો છે.
આ પણ વાંચો :
બે લાંબા અને બે ટૂંકા હોર્ન
એવા પણ ઘણા પ્રસંગો છે જ્યારે ટ્રેન બે લાંબા અને બે ટૂંકા હોર્ન આપે છે. જો તમે ક્યારેય કોઈ ટ્રેનને બે લાંબા અને બે ટૂંકા હોર્ન આપતા સાંભળો છો, તો સમજો કે તેનો અર્થ એ છે કે લોકો પાયલટ ગાર્ડને એન્જિન પર નિયંત્રણ લેવા માટે સંકેત આપી રહ્યો છે. એટલે કે, ટ્રેન દ્વારા આ રીતે આપવામાં આવેલ હોર્નનો અર્થ સીધો ગાર્ડને સંકેત આપવાનો છે.
સતત વાગતો હોર્ન
આ પ્રકારના હોર્નનો ઉપયોગ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને ચેતવણી આપવા માટે કરવામાં આવે છે કે ટ્રેન ઘણા સ્ટેશનો પરથી નોન-સ્ટોપ પસાર થઈ રહી છે અને તે સ્ટેશન પર રોકાશે નહીં...
ડબલ હોર્ન
આ હોર્ન જ્યારે ક્રોસિંગ નજીક આવે છે ત્યારે વગાડવામાં આવે છે જેથી કોઈ રેલવે ક્રોસિંગની નજીક ન આવી શકે.
6 વાર નાના હોર્ન
જો ટ્રેન 6 વખત શોર્ટ હોર્ન આપે છે, પછી ભલે તમે ટ્રેનની અંદર હો કે બહાર, સાવચેત રહો. ટ્રેનના 6 વખત નાના હોર્નનો અર્થ છે કે ટ્રેન કોઈ મોટા સંકટમાં ફસાઈ ગઈ છે. આ ખતરો શું છે તે તો માત્ર લોકો પાયલોટ જ જાણે છે, પરંતુ તે લોકોને ચોક્કસથી સજાગ કરે છે. જો કોઈ શિખાઉ ચોર-બદમાશ ટ્રેનમાં પ્રવેશે અને લોકો પાઈલટને ખબર પડે તો તે 6 વખત નાનો હોર્ન આપીને મદદ માટે બોલાવશે અને બધાને એલર્ટ પણ કરશે. બીજી તરફ, જો ટ્રેન દુર્ઘટનાનો ભય છે, તો તે પણ 6 વખત નાના હોર્ન વગાડીને બધાને એલર્ટ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે