ન્યૂ યર પાર્ટી માટે થાઈલેન્ડ નહિ આ દેશમાં જાઓ : રંગીન ગલીઓ, નાઈટલાઈફ ને દારુ બધુ જ મળશે
Vietnam Tourism : ગુજરાતીઓને ફરવા માટે નવો દેશ મળ્યો... થાઈલેન્ડ કરતા પણ ફરવા માટે સસ્તો છે આ દેશ... અહીંની લાઈફસ્ટાઈલ એકદમ થાઈલેન્ડ જેવી છે... એ પણ સસ્તી
Trending Photos
gujarati in thailand : ગુજરાતીઓ માટે થાઈલેન્ડ હવે બોરિંગ દેશ બન્યો છે. આ દેશમાં વધુ ગુજરાતીઓ જતા હોવાથી નવુ ડેસ્ટિનેશન શોધવાની જરૂર પડી છે. આવામાં હવે ગુજરાતીઓને ફરવા માટે નવો દેશ મળી ગયો છે. દૂબઈ, થાઈલેન્ડ, બાલીથી કંટાળી ગયેલા ગુજરાતીઓને હવે વિયેતનામ મળી ગયું છે. વિયેતનામ ગુજરાતીઓનું નવુ ડેસ્ટિનેશન બન્યું છે. એમ કહો કે વિયેતનામ ગુજરાતીઓ માટે સસ્તુ સ્વર્ગ બન્યું છે. થાઈલેન્ડ કરતા ત્રણ ગણા ઓછા ખર્ચામા અહી આખો દેશ ફરી શકાય છે. સાથે જ આ દેશે ભારતીયો માટે ફ્રી વિઝાની જાહેરાત કરી છે. હાલ ક્રિસમસની ન્યૂ યરની પાર્ટી માટે મોટાભાગના લોકો થાઈલેન્ડ જતા હોય છે. આવામાં તમે ન્યૂ યરની પાર્ટી માટે વિયેતનામ જઈ શકો છો. જે સસ્તામાં તમને જલસા કરાવશે.
એક રૂપિયાની સામે કિંમત 291
આ સુંદર દેશમાં ભારતીય કરન્સીની બોલબાલા છે. કારણ કે, ભારતનો એક રૂપિયો એટલે અહીંના 291 રૂપિયા. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 291 વિયેતનામી ડોંગ્સ છે. વિયેતનામ ખુબ જ શાંત અને સુંદર દેશ છે. જ્યાં ભારતીય ટુરિસ્ટ મોટી સંખ્યામાં પહોંચે છે. ભારતીયોને મનગમતું સ્થળ છે. તમે સરળતાથી અહીં એક લાખની અંદર અંદર ફરીને આવી શકો છો. જાણો ક્યાં ક્યાં ફરી શકો છો.
ભારતીયો માટે ફ્રી વિઝા
વિયેતનામની સ્થાનિક સમાચાર એજન્સી વીએમ એક્સપ્રેસના જણાવ્યાં મુજબ વિયેતનામના સંસ્કૃતિ, ખેલ અને પર્યટન મંત્રી ગુયેમ વાન હંગે પર્યટનમાં સુધારો લાવવા માટે ભારત અને ચીનના લોકોને શોર્ટ ટર્મ વિઝા છૂટ આપવાની ઓફર મૂકી છે.
નવા વર્ષની પાર્ટી માટે થાઈલેન્ડ કરતા વિયેતનામનો ક્રેઝ વધુ
મુસાફરી કરવા માટે હવે સારો સમય છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે વિયેતનામ જઈ શકો છો, તમારે વર્ષના કોઈ ચોક્કસ સમયની રાહ જોવાની જરૂર નથી. પરંતુ ઘણા લોકો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ત્યાં જવાનું પસંદ કરે છે. કારણ કે તેઓ ત્યાં નવું વર્ષ ઉજવે છે. વિયેતનામમાં નવા વર્ષની ઉજવણી અન્ય દેશો કરતાં પણ સસ્તી છે. એટલુ જ નહિ, અહી થાઈલેન્ડ બેંગકોક જેવી રંગીન ગલીઓ, રંગીન માહોલ પણ જોવા મળે છે. જ્યાં દારુની રેલમછેલ થાય છે.
એર ટિકિટ પણ સસ્તી
અહીં તમારે ફ્લાઈટ માટે ટિકિટ બુક કરાવવાની રહેશે. અહીં એર ટિકિટ પણ ખુબ સસ્તી છે. વન વે ટિકિટનો ખર્ચ 13થી 15 હજાર રૂપિયાની આજુબાજુ છે. વિયેતનામ માટે દિલ્હી, મુંબઈ અને કોલકાતાથી ફ્લાઈટ છે.
ઓછા રૂપિયામાં ફરો આખો દેશ
જો તમારી પાસે 1000 ભારતીય રૂપિયા છે, તો તમે તેને 2,91,000 વિયેતનામી ડોંગમાં રૂપાંતરિત કરી શકો છો. આનો અર્થ એ છે કે જ્યારે તમે વિયેતનામ જશો ત્યારે તમારી પાસે ખર્ચ કરવા માટે ઘણા પૈસા હશે. તમે આ પૈસાનો ઉપયોગ તમારી હોટેલ, ખાણી-પીણી માટે ચૂકવણી કરવા માટે કરી શકો છો. તમારી પાસે વિયેતનામમાં વિવિધ સ્થળોની શોધખોળ કરવા માટે પૂરતા પૈસા પણ હશે. જો તમારી પાસે 1000 ભારતીય રૂપિયા છે, તો તમે તેને 2,91,000 વિયેતનામી ડોંગમાં કન્વર્ટ કરી શકો છો. આનો અર્થ એ છે કે જ્યારે તમે વિયેતનામ જાઓ છો, ત્યારે તમારી પાસે ખર્ચ કરવા માટે ઘણા પૈસા હશે.
ન્યૂ યરની પાર્ટી માટે થાઈલેન્ડ કરતા વિયેતનામ જાઓ
મુસાફરી કરવા માટે હવે સારો સમય છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે વિયેતનામ જઈ શકો છો, તમારે વર્ષના કોઈ ચોક્કસ સમયની રાહ જોવાની જરૂર નથી. પરંતુ ઘણા લોકો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ત્યાં જવાનું પસંદ કરે છે કારણ કે તેઓ ત્યાં નવું વર્ષ ઉજવે છે. વિયેતનામમાં નવા વર્ષની ઉજવણી અન્ય દેશો કરતાં પણ સસ્તી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે