ક્યાંક રમકડાંનું વિમાન તો ક્યાં ભગવાનને ચઢાવાય છે ઘડિયાળ, જાણો આવા જ અનોખા TOP-10 મંદિરો વિશે

ભારતમાં અંદાજીત 3 કરોડથી વધુ દેવી-દેવતા છે અને આ ભગવાનના 20 લાખથી પણ વધુ મંદિર આવેલા છે. પરંતુ આમાંથી કેટલાક એવા મંદિરો છે જેને બનાવવામાં ભક્તોએ અલગ જ લેવલની ક્રિએટીવીટી બતાવી છે.આ મંદિર પ્રત્યે લોકોની માનતા પણ ખૂબ જ રસપ્રદ છે તો ચાલો ભારતના વિચિત્ર પણ લોકપ્રિય મંદિરોની અનોખી કથાઓ જાણીએ.

નિધિ જયસ્વાલ, અમદાવાદઃ ભારત વિવિધ માન્યતાઓનો દેશ છે.આપણી પાસે દરેક કામ કે ઈચ્છા માટે અલગ અલગ ભગવાન છે. જેમકે લક્ષ્મીજીને આપણે ધનના દેવી માનીયે છીએ તો સરસ્વતીજીને વિદ્યાના દેવી માની પૂજા કરીએ છીએ. દરેક ભગવાનને અલગ અલગ માન્યતા પ્રમાણે અલગ અલગ પ્રસાદ પણ ચડાવીએ છીએ જેમકે ગણપતીજીને લાડુ(મોદક)નો પ્રસાદ તો અંબાજી મા ને સુખડીનો પ્રસાદ. પરંતુ આજે આપણે તમને ભારતના એવા મંદિર અને તેની માન્યતા વિશે જણાવીશું કે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો. લોકોએ મંદિરમાં પણ પોતાની ક્રિએટીવીટી બતાવી છે અને આને જોતા જો ભવિષ્યમાં કોરોના મંદિર, ગુનેગાર મંદિર કે પછી મંદિરોમાં મેગી, પીઝા અને પાસ્તાના પ્રસાદ જોવા મળે તો નવાઈ નહિં.

 

બુલેટબાબા મંદિર, રાજસ્થાન

1/10
image

રાજસ્થાનના જોધપુરના પાલી જિલ્લાના આ મંદિરની કથા ખૂબ જ રસપ્રદ છે.ઓમસિંઘ રાઠોડ ઉર્ફે બન્ના પોતાના બુલેટ ઉપર ચૈટાલીયાથી પાલી આવી રહ્યા હતા.બાઈક ચલાવતી વખતે તેમનો અકસ્માત થયો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ત્યાંની લોકલ પોલીસ તેમના બાઈકને પોલીસસ્ટેશન લઈ આવ્યા બીજા દિવસે બાઈક પોલીસસ્ટેશનથી ગાયબ હતું અને તે પછી અકસ્માત સ્થળેથી મળ્યું. આ પછી પોલીસે ઘણીબધી કોશીશ કરી બાઈકને ત્યાંથી હટાવવાની પરંતુ બાઈક દર રાત્રે ત્યાંજ પહોંચી જતું હતું.આવામાં ત્યાંના લોકોને આ ચમત્કાર લાગ્યો અને લોકોએ આ બાઈકને પૂજવાની શરૂઆત કરી દીધી.ત્યારથી આ મંદિક બુલેટ બાબાના મંદિરના નામે ભારતભરમાં પ્રખ્યાત છે.ત્યાંથી પસાર થતા લોકોઆ મંદિરના દર્શન કરીને જ આગળ જાય છે. લોકોમાં એવી માન્યતા છે કે જે દર્શન કર્યા વિના જાય તેની સાથે કાંઈક ખોટું થાય છે.  

અઝગર કોવિલ મંદિર, તમિલનાડું

2/10
image

મદૂરાઈથી 20 કિલોમીટર દૂર આવેલું અઝગર કોવિલ મંદિર ભગવાન વિષ્ણુંનું મંદિર છે. અહિં પ્રસાદ તરીકે ભક્તોને ઢોંસા ખવડાવવામાં આવે છે.આ ઢોંસ કોળી અડદ દાળ અને ઘી થી બનાવવામાં આવે છે. કહેવાય છે કે લોકો દૂર દૂરથી આ ઢોંસા ખાવા માટે આવે છે. અહિં દર્શન કરવા આવતા લોકો ભગવાનને ઢોંસાની સાથે સાથે અનાજ ચઢાવે છે જેના ઢોંસા બનાવીને ભક્તોમાં વહેંચવામાં આવે છે.  

ચન્નપટના ડોગ મંદિર, કર્ણાટક

3/10
image

જો તમને કહેવામાં આવે કે ભારતમાં કૂતરાંનું મંદિર આવેલું છે અને લોકો તેની પૂજા કરે છે તો આ સાંભળી તમે પણ ચોંકી જશો પરંતું આ મજાક નહિં હકીકત છે .આ કલીયુગમાં માણસ કરતા પ્રાણીઓ પર વધારે વિશ્વાસ રખાય છે. કર્ણાટકના ચન્નપટના સીટીમાં રહેતા ઉદ્યોગપતિએ આ વાતને એક અલગ જ સ્તર પર પહોંચાડી .કહેવાય છેકે વર્ષ 2010માં એક ઉદ્યોગપતિએ અહિં કેમપન્ના દેવીનું મંદિર બનાવ્યું અને એજ દિવસોમાં આ વિસ્તારના 2 કૂતરાં ગાયબ થઈ ગયાં, એ રાત્રે ઉદ્યોગપતિના સપનામાં દેવી આવ્યા અને કહ્યુંકે આ ખોવાયેલા કૂતરાંને પૂજવા તેનું મંદિર બનાવો આનાથી ગામમાં શાંતી બની રહેશે.ત્યારથી આ મંદિરમાં કૂતરાંઓની પૂજા થાય છે.અને હવે એ ડોગલવર માટે એક પ્રવાસન સ્થળ બની ચૂક્યું છે.  

ચૂડેલમાતા મંદિર, ગુજરાત

4/10
image

આપણે ત્યાં લોકોજે વસ્તુંથી ડરે છે તેને ભગવાન બનાવી દે છે અને આવું જ કંઈક બતાવે છે ગુજરાતનું આ ચૂડેલમાતા મંદિર. જી હા અહિં લોકો ચૂડેલનેં દેવી ગણી ને તેની પૂજા કરે છે, અંધવિશ્વાસ ધરાવતા લોકો આ મંદિરમાં દર્શન કરવાની માનતા રાખે છે. ઉત્તર ગુજરાતના કૂણગેરમાં સ્થિત આ મંદિર ભૂવાઓ માટે તો અલગ જ માહત્મ્ય ધરાવે છે.

 

મંચ મુર્ગન મંદિર, કેરળ

5/10
image

બાળ મુર્ગન ઉર્ફ મંચ મુર્ગન 300 વર્ષ જૂનાં ભગવાન છે જેમને 10 વર્ષ પહેલાં મંચ ચોકલેટથી પ્રેમ થઈ ગયોં.આ મંદિરમાં આવેલા એક મુસ્લિમ બાળકની તબીયત ખરાબ થઈ ગઈ અને તે પરીવાર આખી રાત આવી હાલતમાં મુર્ગનનો જાપ કરી રહ્યા હતા, બીજા દિવસે તેમને મંદિરમાં લાવવામાં આવ્યા અને પૂજારીના કહેવા પ્રમાણે ભગવાનને પ્રસાદ ચડાવ્યો ત્યારે એ બાળકે જીદ કરી કે મારે ભગવાનને મંચ ચોકલેટ જ ચડાવવી છે ને ત્યારબાદ આ બાળકની તબીયત ઠીક થઈ ગઈ,ત્યારથી આ મંદિરમાં આવનારા દરેક ભક્ત ભગવાનને મંચી ચોકલેટનો પ્રસાદ ચડાવે છે. અને ભક્તોને પ્રસાદ તરીકે પણ આ મંદિરમાંથી મંચ ચોકલેટ જ અપાય છે. આ ઘટનાથી ચોકલેટ કંપનીને તો મોટો લાભ જ થયો છે.  

એરોપ્લેન ગુરુદ્વારા, પંજાબ

6/10
image

પંજાબના જલંધરમાં આવેલ આ મંદિર જે લોકો વિદેશ જવા માંગતા હોય તેમના માટે ખાસ છે. કહેવાય છે કે વર્ષો પહેલા કેટલાક યુવાનો જે વિદેશ જવા વિઝાની રાહ જોતા હતા ત્યા તેમણે શહિદ બાબા નિહાલસિંહ ગુરુદ્વારામાં રમકડાંનું વિમાન ચડાવ્યું હતું અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ હતી.ત્યારથી જ વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો આ ગુરુદ્વારામાં રમકડાંના વિમાનની માનતા રાખે છે. વિકેન્ડમાં અહિં લગભર 200 વિમાન ભેગા કરવામાં આવે છે જે અનાથ બાળકોને વહેંચી દેવામાં આવે છે.જે તમે પણ વિદેશ જવા માંગતા હોવતો આ ગુરુદ્વારાની મુલાકાત લઈ શકો છો.  

સોનિયા ગાંધી મંદિર અને મોદીજી મંદિર

7/10
image

જી હા, આ તમે સાચું જ વાંચી રહ્યા છો સોનીયા ગાંધી મંદિર. કહેવાય છે કે 2014માં તેલંગણાને રાજ્યનો દરજ્જો મળતા ત્યાંના ધારાસભ્યએ હૈદરાબાદ-બેંગલોર હાઈવે પર સોનીયા ગાંધીજીનું મંદિર બનાવડાવ્યું.આ મૂર્તિને 500 કિલો કોપરમાંથી બનાવવાં આવી છે. આવીજ રીતે ગુજરાતમાં મોદીજીનું મંદિર આવેલું છે. આ મંદિરને બનાવવમાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. પહેલા આ મંદિરમાં મોદીજીનો ફોટો હતો પરંતુ હવે તેમાં મોદીજીની મૂર્તિ મુકવામાં આવી હતી.રાજકોટના આ મોદીજી મંદિરમાં આસપાસના લોકો દિવસમાં 2 વાર આરતી પણ કરતાં હતાં. હાલ તો સરકારી અધીકારીઓએ આ મૂર્તિને હટાવી લીધી છે પરંતુ ભારતના ક્રિએટીવ મંદિરોના લિસ્ટમાંથી તેને હટાવી શકાય તેમ નથી.

કરણી માતા મંદિર(ઉંદરનું મંદિર), રાજસ્થાન

8/10
image

રાજસ્થાનના બિકાનેરમાં કરણી માતાનું મંદિરછે જેને ઉંદરોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મંદિરમાં અંદાજીત 25 હજાર ઉંદરો છે જેની પૂજા કરવામાં આવે છે.દુનિયાભરના લોકો આ મંદિરમાં ઉંદરોને પ્રસાદ ચડાવવા માટે આવે છે આ ઉપરાંત અહિં ઘણા વિદેશી પ્રવાસીઓ પણ ઉત્સુકતાવશ આવે છે.આ મંદિરમાં જ્યારે તમે પૂજા કરોછો ત્યારે હજારો ઉંદરો તમારી આસપાસ ફરતા જોવા મળે છે. અહિં ઉંદરનો એઠો પ્રસાદ ખાનાર પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે. જ્યારે પણ  મંદિરમાં કોઈ ઉંદરનું મૃત્યુ થાય તો તેની ચાંદીની મૂર્તિ પણ બનાવવામાં આવે છે.

ચાઈનીઝ કાલી ટેમ્પલ, પશ્ચિમ બંગાળ

9/10
image

આ મંદિરના નામમાં જેટલું ફ્યુઝન છે એટલું જ અહિંના કામમાં પણ ફ્યુઝન છે.કોલકત્તાના ચાઈનાટાઉન વિસ્તારમાં આવેલા કાલી મંદિરમાં દેવીને, ચોપ સૂએ(ચાઈનીઝ વાનગી), નૂડલ્સ, ભાતનો પ્રસાદ ચડાવાય છે.કહેવાય છે કે ચાઈનીઝ લોકોના જીવનમાં કાલીમાની અનોખી માન્યતા છે.આ મંદિરમાં પ્રવેશતા દરેક ચાઈનીઝ લોકો આપણી ભારતીયોની જેમ જ ચંપલ બહાર ઉતારીને મા કાલીના દર્શન કરે છે.

 

બ્રહ્માબાબા મંદિર, ઉત્તરપ્રદેશ

10/10
image

ઉત્તરપ્રદેશના જૈનપુર વિસ્તારમાં આવેલા આ બ્રહ્માબાબા મંદિરમાં આવતા દરેક ભક્તો ભગવાનને ઘડિયાળ ચડાવે છે.આ માન્યતા પાછળ પણ એક રસપ્રદ વાર્તા છે. કોઈ ભક્તે ભગવાન પાસે આવીને માંગ્યું કે તેને ડ્રાઈવરની નોકરી મળી જાય, નોકરી મળ્યા બાદ આ ભક્તે ખુશ થઈને ભગવાનને ઘડિયાળ ચડાવી .ત્યારથી આ મંદિરમાં નોકરી ઈચ્છુક લોકો ઘડિયાળનો ચડાવો કરે છે અને આશા રાખે છે કે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે.