Corona ના કહેરને કારણે છેલ્લાં 24 કલાકમાં 4 ફિલ્મી હસ્તીઓનું નિધન, શોકમાં સરી પડી ફિલ્મ ઈંડસ્ટ્રી

Celebrities Died Due To Coronavirus in India: દેશના દરેક ભાગમાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહી છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશના દરેક ભાગમાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની બીજી લહેર પહેલાં કરતા વધારે ઘાતક સાબિત થઈ રહી છે. કોરોનાના સંક્રમણથી સંખ્યાબંધ લોકોનો જીવ જઈ રહ્યો છે. હવે ખેલજગત હોય કે મનોરંજન ક્ષેત્રના લોકો કોઈ તેનાથી બાકાત નથી રહ્યું. બોલીવુડ (Bollywood) અને ટીવી ઈંડસ્ટ્રીના લોકો પણ એકબાદ એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે ફિલ્મ જગતની 4 હસ્તીઓનું નિધન થઈ ચૂક્યું છે.
 

ફિલ્મ જગત માટે ખરાબ સમાચારઃ

1/5
image

કોરોનાના સંક્રમણને કારણે છેલ્લાં 24 કલાકમાં એક બાદ એક ફિલ્મી હસ્તીઓની મોતની ખબર સામે આવી રહી છે. છેલ્લાં 24 કલાકમાં ફિલ્મ જગતની 4 હસ્તીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

સાઉથના આ કલાકાર હવે નથી રહ્યાં:

2/5
image

સાઉથની ફિલ્મોમાં અદભુત અદાકારી કરનારા એક્ટર પાંડુ નું કોરોનાના કારણે 74 વર્ષની વયે નિધન થયું છે. એક્ટર માનોબાલાએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમના નિધનથી સાઉથ ફિલ્મ જગત ઘેરા શોકમાં છે.

શ્રીપ્રદાનું નિધનઃ

3/5
image

ફિલ્મો અને ટીવી સીરિયલમાં દમદાર અભિનય કરનાર શ્રીપ્રદા (Shripadha) નું પણ કોરોનાને કારણે નિધન થયું છે. સિને એન્ડ ટીવી સીરિયલ આર્ટિસ્ટ અસોસિએશન (CINTAA) ના જનરલ સેક્રેટરી અમિત બહલે આ અંગેની પુષ્ટિ કરી હતી. શ્રીપ્રદા વિનોદખન્ના, ધર્મેન્દ્ર, ગોવિંદા અને ગુલશન ગ્રોવર જેવા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

અભિલાષા પાટિલનું નિધનઃ

4/5
image

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની ફિલ્મ છીછોરે (Chhichhore) ની કો-સ્ટાર અભિલાષા પાટિલ (Abhilasha Patil) નું કોરોનાને કારણે નિધન થયું છે. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.  

અજય શર્માનું નિધનઃ

5/5
image

જાણીતા ફિલ્મ એડિટર અજય શર્મા (Ajay Sharma) નું પણ કોરોના વાયરસના સંક્રમણને કારણે નિધન થયું છે. દિલ્લીની સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. અજયે લૂડો, જગ્ગા જાસૂસ, બર્ફી, કાઈ પો છે, યે જવાની હૈ દીવાની, સંખ્યાબંધ હીટ ફિલ્મો એડિટ કરી હતી.