Health Tips: આ 5 આયુર્વેદિક ઉપાયો બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કરી દેશે બહાર, નહીં આવે હાર્ટ એટેક

Health Tips: કોલેસ્ટ્રોલ એક પ્રકારની ચરબી છે જે આપણા શરીરમાં બને છે. જો કે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ ખરાબ જીવનશૈલી અને કસરતનો અભાવ હોય છે. બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. તેવામાં આજે તમને કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવીએ. જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

હળદર

1/6
image

હળદર બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી દુર કરવામાં મદદ કરી શકે છે. તેના માટે રાત્રે સૂતા પહેલા એક ચપટી હળદર પાવડર ઉમેરીને નવશેકા દૂધમાં ઉમેરી સેવન કરી શકો છો.  

લસણ

2/6
image

લસણમાં સલ્ફર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના માટે એક કપ દૂધ અને એક ગ્લાસ પાણી મિક્સ કરી તેમાં લસણની કળીની પેસ્ટ ઉમેરી તેને ઉકાળો.  આ મિશ્રણ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

મેથીના દાણા

3/6
image

મેથીના દાણામાં ફાઈબર, પોટેશિયમ, આયરન અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે દિવસમાં બે વખત એક ચમચી મેથીનો પાઉડર હૂંફાળા પાણી સાથે લઈ શકો છો.  

મધ

4/6
image

મધમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને વધતું રોકવામાં મદદ કરી શકે છે. તેના માટે એક કપ ગરમ પાણીમાં 1 ચમચી મધ, લીંબુનો રસ અને લીંબુનો રસ અથવા વિનેગરના થોડા ટીપાં મિક્સ કરીને પી શકો છો.  

આદુ

5/6
image

આદુમાં જીંજરોલ નામનું તત્વ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. તમે આદુને કાચું પણ ખાઈ શકો છો. 

6/6
image